અહેવાલ ~ લિવિંગ રૂમ મહેફિલ ~ ૨૮ માર્ચ ૨૦૨૬, અમદાવાદ

સંક્ષિપ્ત અહેવાલ

વિશ્વ રંગભૂમિ દિવસના ઉપલક્ષ્યમાં તારીખ ૨૮ માર્ચના રોજ અમદાવાદ ખાતે આપણું આંગણું બ્લોગ તથા ટહુકો ફાઉન્ડેશનના ઉપક્રમે લિવિંગ રૂમ મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણું આંગણું ગ્રુપના સભ્યો દ્વારા જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

પિયુષ ભટ્ટ લિખિત નાટક “આહત પરાહત”નું વાચિકમ્ પિયુષ ભટ્ટ, બારીન દીક્ષિત તથા હેમાલી ભટ્ટે કર્યું હતું.

ત્યાર બાદ દ્રૌપદીના પાત્રની એકોક્તિ નિરાલી શાહ “સ્વસા” દ્વારા રજૂ કરવામાં આવી હતી.

No photo description available.

રઈશભાઈ મનીઆર લિખિત “ચંદાનું વેકેશન” વાર્તાનું વાચિકમ્ જિજ્ઞા વોરાએ કર્યું હતું.

આ વાર્તા બાદ પ્રખ્યાત લેખક સાદત મંટોની शरीफ़न વાર્તાના ગુજરાતી અનુવાદનું પઠન મહિમ્ન પંચાલે કર્યું હતું.

કનૈયાલાલ મુનશીની “પૃથ્વીવલ્લભ” નવલકથાના અંશનું નાટ્યાત્મક પઠન નિરાલી પટેલ તથા ભાવના રાવલે કર્યું હતું.

May be an image of one or more people, people studying, television, newsroom and text

આ લિવિંગ રૂમ મહેફિલમાં જૂની રંગભૂમિનું ગીત પારુલ નાયક દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

અંતમાં સતીશ વ્યાસ આલેખિત “બારણે ટકોરાં” એકોક્તિની ભજવણી મિતા ગોર મેવાડાએ કરી હતી.

ટહુકો ફાઉન્ડેશન અને આપણું આંગણું બ્લોગના સંચાલકો સર્વશ્રી જયશ્રીબેન મરચંટ, હિતેન આનંદપરા, હેતલ બ્રહ્મભટ્ટ, જયશ્રી ભક્ત તથા પ્રશિક્ષક તરીકે સતત સેવા આપનાર કવિ રઈશ મનીઆરનો આભાર માનવામાં આવ્યો હતો.

સહઆયોજક નિરાલીબેન પટેલ તથા તેમના પરિવારજનોએ લિવિંગ રૂમ મહેફિલ માટે ઉતમ વ્યવસ્થા કરી હતી. કાર્યક્રમની પરિકલ્પના અને સંચાલનન જવાબદારી કેતન ભટ્ટ અને મિતા ગોર મેવાડાએ સુપેરે નિભાવી હતી.

***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.