ઘૂઘરા-મઠિયા: દિવાળીની લિમિટેડ એડિશન લવ સ્ટોરી (લેખ) ~ યોગેશ શાહ 

આ ઘૂઘરા અને મઠિયા ફક્ત દિવાળીમાં જ કેમ બનતા હશે?

Meetha ghughra recipe | Gujarati meetha ghughra

ચોળાફળીના લોટ પર શું “ફક્ત દિવાળી માટે જ” એવો સ્ટેમ્પ માર્યો હોય છે? અરે ઊંધિયુંય હવે તો બારેમાસ મળે છે.

ફૂલેલા નાના જાડા મઠિયા તો જાણે પાણીપુરીની સાથે સ્પર્ધા કરે. ગલીના નાકે બારેમાસ પાણીપુરી મળે તો નાના-નાના પાણીમઠિયા કેમ નહીં?

કોઈએ ખટ્ટામીઠા પાણીને ફૂલેલા નાના મઠિયામાં ભરીને વેચવાનો પ્રયોગ હજી સુધી કેમ નથી કર્યો? વળી તે અંગૂઠા અને આંગળી વચ્ચે તૂટ્યા વગર છેક મોં સુધી ટકી રહેશે. ને મોંમાં પહોંચે એટલે યશોદાએ જોયેલા બ્રહ્માંડ જેવો બ્રહ્માનંદ આપશે! ભેળ મઠિયા કે સેવબટાટા મઠિયાનો પ્રયોગ હજી સુધી કોઈએ કેમ કર્યો નથી?

અર્ધચંદ્રાકાર ઘૂઘરાની કાંગરી વાળવાની કલા પર તો સમરકંદ-બુખારા કુરબાન. ડીઝર્ટમાં જમ્યા પછી ઘૂઘરા આપવાની પ્રથા કેમ નથી આવી હજી? એનો સ્વાદ તો ભાઈ “ગૂંગા કેરી શર્કરા”. ગૂંગો કેવી રીતે કહી શકે? જે ખાય એ જ જાણે. આપ મૂઆ વિના સ્વર્ગે જવાય? ઘૂઘરા-મઠિયાની જોડી છે તો સ્વર્ગીય આનંદ આપે એવી જ.

આ તો હજી કોઈ વિદેશી શેફને સૂઝ્યું નથી, નહીં તો આ ઑફ વ્હાઈટ-ઑફ રેડ દેશી જોડીને ફ્રેન્ચ કે ઈટાલિયન નામ આપી એવું વર્ણન આપે કે ખાતાં પહેલાં જ તમારું મોં પહોળું થઈ જાય!

જેમ કે ઘૂઘરા માટે “A festive crescent-shaped pastry with a crystal, flaky shell enveloping a rich and fragrant filling of roasted coconut, nuts and aromatic spices.” લો, મોં ફૂલાઈ ગયુંને!

અને “A mild sweet and spicy lentil crisp snack with unique flavor and texture.” એટલે મઠિયા.

એક ડીશમાં ત્રણ ઘૂઘરા અને ત્રણ મઠિયા મૂકી ‘સિક્સ પીસ પ્લેટર’ કહીને ૬૦૦ રૂપિયા માગી લે તો લોકો ખુશી-ખુશી આપીય દે.

તો ફરી એ જ પ્રશ્ન: આ ઘૂઘરા મઠિયા બારેમાસ કેમ નહીં? શું દિવાળીરાણી જતાં-જતાં કોઈ સોગંદ આપીને જાય છે? કે પછી દમદાટી મારતી જાય છે, “જો હું પાછી ન આવું ત્યાં સુધી ફરી ઘૂઘરા બનાવ્યા તો તારી વાત છે!”

બાય ધ વે, “A light, melt-in-your-mouth crunchy snack seasoned with chili and black salt” એટલે આપણી સાદી-સરળ ચોળાફળી!

એકવાર આ રીતે ચોળાફળી બનાવશો તો બહારની ભૂલી જશો | Cholafali | Chorafali | Diwali nasta | Shreejifood

~ યોગેશ શાહ 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.