“મમતા”ના આવનારા વિશેષાંક, “અગમનિગમ”ની વાતો માટે વાર્તા મોકલવાનું નિમંત્રણ
પ્રિય વાચકો,
“મમતા” એના ખાસ વિષયો પરની વાર્તાઓના અંક માટે જાણીતું છે. આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે કે મનુષ્યો ઉપરાંત પણ એક અગમનિગમની સૃષ્ટિ – ભૂતપ્રેતની સૃષ્ટિ પણ છે. એમાંના એક પ્રકારની સૃષ્ટિ મનુષ્ય માટે હિતકારી છે જ્યારે કૂષ્માંડ, યાતુધાન, પ્રમથ, પિશાચ વગેરે પ્રેતગણ અનિષ્ટકારી છે. અનેકવાર આપણને અંદરથી Intuition – અંતર્જ્ઞાન અથવા તો ‘પ્રમાણ નિરપેક્ષ જ્ઞાન’ થતું હોય છે. અનેકવાર આભાસ થતા હોય છે અને આગળ કંઈ સારું કે ખરાબ બનશે એવી અનુભૂતિ અનાયાસે થાય છે. શું આ કોઈ અગમ-નિગમના આત્માઓ કરાવે છે? કે પછી કોઈ ઈશ્વરીય તાકાત છે?
અનેક વખત એવું થાય કે ન હોય ત્યાંથી જાણે કોઈ શક્તિ પાછળ પડી ગઈ હોય અને એક તકલીફમાંથી બીજી મુશ્કેલીઓ અને ડરામણાં સંજોગો ઊભા થયા કરે, જે ક્યારેક તો જીવ લઈને જ જાય…! પહેલાંના વખતમાં કહેતા હતા એમ, કે “કોઈ કુડાળાંમાં પગ પડી ગયો છે.”
શું આવું ક્યારેક તમે જોયું છે, સાંભળ્યું છે કે અનુભવ્યું છે?
વાર્તા ૧,૦૦૦ થી ૨,૫૦૦ શબ્દોની મર્યાદામાં હોવી જરૂરી છે.
વાર્તા મૌલિક અને અપ્રકાશિત હોવી જોઈએ.
તો વહાલા વાચકો, તમારી કલ્પના શક્તિને બેલગામ કરી દો અને આવી કોઈ સ-રસ વાર્તા લખીને ડિસેમ્બર ૧, ૨૦૨૫ સુધી નીચેની ઈમેલ પર મોકલી આપો.
jayumerchant@gmail.com
