આગ, પાણી ને હવા આ ત્રણની વચ્ચે છું ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા

આખા વર્ષ દરમ્યાન વચ્ચે-વચ્ચે જે તહેવારો આવે છે તે આપણને તરવરતા રાખે છે. રૂટિન ચક્રમાંથી છૂટકારો બક્ષે છે. એકબીજાને મળવાનો અવસર આપે છે.

Ganesh Chaturthi 2025: Lalbaugcha Raja darshan, aarti timings, how to book tickets online, offline and live stream guide - Hindustan Times

સોશિયલ મીડિયાને કારણે સંપર્કો વધ્યા, વ્યાપ વધ્યો તોય એકલતા ઘણાને પીડતી હોય છે. સ્ક્રીન પરનો સમય હાય-હૅલો કરવામાં પાવરધો છે, હૂંફ આપવામાં નહીં. ડિજિટલ ઍરેસ્ટના આ જમાનામાં કરસનદાસ લુહારની પંક્તિઓ સચોટ લાગે છે…

એક સંશય આપણી વચ્ચે રહે છે
ભય વગર ભય આપણી વચ્ચે રહે છે
આપણી વચ્ચે કશું હોતું નથી-નો
ભ્રમ અને ભય આપણી વચ્ચે રહે છે

વરિષ્ઠ નાગરિકો સતત સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. આખી જિંદગીની મૂડી સફાચટ થઈ જાય. ગુગલ પે અને આપણા બૅન્ક ખાતાને જોડવાનું તો કોઈ અજાણ્યાને કહેવાય જ નહીં. તરત જ ગુગલી બોલ નંખાય અને ખાતું સફાચટ થઈ જાય.

Cyber Crime Against Senior Citizens In India Helpline Number - सरकार ने किया आगाह, सीनियर सिटीजन को सॉफ्ट टार्गेट बना रहे हैं साइबर अपराधी - Thebonus.in

હવે જેટલો પાકિટ ચોરાવાનો ડર નથી લાગતો એટલો ડર પાસવર્ડ ચોરાઈ જવાનો લાગે છે. ફૂલો બતાવી કાંટા ભોંકનારા લેભાગુઓ સતત શિકારની તલાશમાં હોય છે. અખબારમાં રોજ આવા કિસ્સો વાંચીને તરત બૅન્ક બેલેન્સ ચેક કરી લેવું પડે. શ્યામ સાધુ લખે છે…

પાંચસાત તારીખની વચ્ચે અટવાયો છે
રહેવા દે ફૂલોની વાત, રઘવાયો છે
અખબારોના ટોળાંઓમાં અક્ષર થઈને
રોજ સવારે નાટક જેવું ભજવાયો છે

અખબારોનું ચલણ પ્રમાણમાં ઘટતું જાય છે. ૨૦૨૨માં થયેલા સર્વેક્ષણ પ્રમાણે અમેરિકામાં રાષ્ટ્રીય ને સ્થાનિક મળીને કુલ છ હજાર જેટલા નાનાં-મોટાં અખબાર પ્રગટ થાય છે. એમાંથી દર અઠવાડિયે સરાસરી બે અખબારનો વીંટો વળી રહ્યો છે.

Editor & Publisher closing after 108 years

ભારતમાં અંગ્રેજી અખબાર ડીએનએનો ચાહક વર્ગ હતો. જંગી ખોટ થતાં એ બંધ થઈ ગયું. રોજ પ્રગટ થતાં મુંબઈ મિરરને સાપ્તાહિક કરવામાં આવ્યું. કોવિડના ગાળામાં ધ આફટરનૂન બંધ થઈ ગયું. આંધ્ર પત્રિકા, બ્લીટ્ઝ, ધ બોમ્બે ક્રોનિકલ, ઈન્ડિયા હેરાલ્ડ, ધ મદ્રાસ ટાઈમ્સ વગેરે પ્રકાશનો વિવિધ કારણોસર બંધ થઈ ગયા.

How DNA newspaper is dying a slow and painful death

આખરે દોષ કોના પર આવવાનો એ રમેશ પારેખ જણાવે છે…

તેણે મારા નામ સામે નામ પોતાનું મૂક્યું
વ્હાણની સામે મૂક્યો દરિયો ને ડૂબવાનું મૂક્યું
ચોકની વચ્ચે પડયું‘તું ડૂસકું બિનવારસી
આળ મારા પર સહુએ મારું હોવાનું મૂક્યું

ડૂબવાની ઘટના હિમાચલ પ્રદેશને રંજાડી રહી છે. વાદળ ફાટવાની ઘટનાને કારણે નદીઓમાં અચાનક પૂર આવ્યા. એમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા. પૂર અને લૅન્ડ સ્લાઈડને કારણે ત્રણસો જેટલા રસ્તાઓ બ્લોક થઈ ગયા. ઘરો તણાઈ ગયા. યંત્રણાઓને ખાસ્સું નુકસાન પહોંચ્યું.

Himachal Pradesh In the hills adjoining Manikaran, intense rainfall triggered a cloudburst in the Brahmaganga area, leading to a rise in the water level of the Brahmaganga river.

દિલીપ શ્રીમાળી કુદરતના ત્રણ તત્ત્વોની વાત કરે છે જે જીવ ટકાવી પણ શકે છે અને જીવ લઈ પણ શકે છે…

આગ, પાણી ને હવા ત્રણની વચ્ચે છું
હું જાણું છું કયા સગપણની વચ્ચે છું
વાગવાની પંખીને ઇચ્છા નથી મારી
શું કરું, પથ્થર છું ને ગોફણની વચ્ચે છું

વાત પંખીઓની કરીએ તો પારેવાં અત્યારે વિલન બની ગયા છે. અદાલતના આદેશને અનુસરીને કબૂતરખાનામાં ચણ નાખવાની નગરપાલિકાએ મનાઈ કરી છે.

No order from court, BMC acted on its own: HC on 'kabutarkhanas' - Rediff.com

એક તરફ ગાઝામાં લોકો ભૂમમરાથી મરી રહ્યા છે, તો બીજી તરફ મુંબઈમાં પારેવા ભૂખમરાનો ભોગ બન્યા છે. માણસના આરોગ્યના મુદ્દે પંખીનો જીવ લેવાઈ રહ્યો છે. શબનમ ખોજા લખે છે…

અજવાળા અંધારા વચ્ચે
શું જોયું ચમકારા વચ્ચે?
ઇચ્છાઓએ માળો બાંધ્યો
તસ્બીહના બે પારા વચ્ચે!

પ્રાણીમાત્રને જીવવાની ઇચ્છા હોય. જીવસૃષ્ટિ એકમેક પર નિર્ભર હોય છે. પ્રકૃતિની રચના એવી છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકબીજા પર આધાર રાખવો પડે.

The Chain of Life - Your Evolutionary History

હર્ષદ ત્રિવેદી અનુબંધની વાત કરે છે…

જગત ક્યારેય ક્યાં ખારું હતું?
આપણી વચ્ચે અંધારું હતું
હોય, તેઓ પણ કદી આવી શકે
છેવટે ઘર તો સહિયારું હતું

જગતમાં સારું અને નરસું બધું જ ચાલતું હોય છે. આપણે કામના કરીએ કે જે સારું છે એનું પલ્લું હંમેશાં ભારી રહે. સમાજ ધન કે સાધનથી ચાલતો હશે, પણ તેનો ખરો નિખાર સંવેદનાથી આવે છે.

What Do Emotions, Personal Needs and Influence have to do with Community? | by Marianna Gose Martinelli | Medium

લાસ્ટ લાઈન

સૂર્ય હો જેમ ઘાસની વચ્ચે
એમ સ્મરણો છે શ્વાસની વચ્ચે

થાય છે દોસ્ત ખૂબ અકળામણ
આ ત્વચાના લિબાસની વચ્ચે

હાથ આડો ધર્યો ફરી કોણે?
આંસુઓની નિકાસની વચ્ચે

હોય ક્યાં મારી ક્યાંય પરછાઇ?
ક્યાં ઊભો છું ઉજાસની વચ્ચે

કોણ વાવી ગયું મને પાછું?
સુખ અને દુઃખના ચાસની વચ્ચે

સાવ ખંડેર જેમ ઊભો છું
જિંદગીના નિવાસની વચ્ચે

શોધું છું મારી નથ ભવોભવથી
કે જે ખોવાઇ રાસની વચ્ચે

~ જયેશ ભટ્ટ

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.