ન શબ્દો રહ્યા, વારતા ક્યાં રહી છે? ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

આપણી વિરાસતમાં એવી અનેક વસ્તુ-બાબત છે જે ભૂલાઈ જવાની પ્રક્રિયામાં છે. શિક્ષણની બાબત લઈએ તો આંકડો શીખવા માટે પલાખા વપરાતા. રમતોમાં આપણે બુદ્ધિ કસવા ચોપાટની રમત રમતા. આંગણમાં, વગડામાં કે ખુલ્લા મેદાનમાં રમાતી બાળપણની અનેક રમતો હવે ક્યાં રહી છે.

Gujarat has been shutting down since morning: Some people went out to get milk every day; | ગુજરાતમાં સવારથી જ બંધનો માહોલઃ ક્યાંક લોકો રોજની જેમ દૂધ લેવા નીકળ્યાં, તો ક્યાંક ઘરમાં

ઘણી વાર એમ લાગે કે ક્રિકેટ સિવાય જાણે કોઈ રમત છે જ નહીં. પરિવર્તનનો સ્વીકાર આવકાર્ય છે પણ અતીતનું સૌંદર્ય ભૂંસીને આવકારીએ એ નુકશાનકારક છે. બધો વારસો મ્યુઝિયમમાં મૂકી શકાતો નથી. ડૉ. મનોજ જોશી ‘મન’ કબૂલાત કરે છે…

વાંચ્યું‘તું ખૂબ તક વિશે, પણ ના કળી શક્યા
પહેલી હતી તે આખરી થઈને ઊભી રહી
છે ભૂલ એનું નામ! ભૂલ્યા‘તાં આપણે
એની હતી આપણી થઈને ઊભી રહી

5 Ways to Recognize a Great Opportunity

હાથથી સરી ગયેલી તક પાછી મળે એવા ભાગ્ય બધાના નથી હોતા. નિર્ણયો એ ઉંમર લેવા પડે જ્યારે અનુભવ ઓછો હોય અને અનુમાન વધારે હોય. આવા સમયે લીધેલો નિર્ણય લાંબા ગાળાની અસર પાડે છે. ખોટા નિર્ણયને કારણે વર્ષો વેડફાઈ જાય અને સંબંધો અળપાઈ જાય.

Decision Fatigue: The Science Behind Making Bad Decisions

ભરત વિંઝુડા અફસોસ વ્યક્ત કરે છે…

હતી ખુશીઓ, હવે એની કામના રહી
રહી રહીને વધારામાં વેદના રહી
છબી દીવાલ ઉપર મૂકવા સિવાય નથી
કશુંય ઘરમાં ને એથી ઉપાસના રહી

પરાણે કરેલી પ્રીતમાં વ્યવહાર વ્યાપક હોય છે અને વહાલ વિલંબિત અવસ્થામાં ધકેલાઈ જાય છે. કેટલીક સમસ્યાઓ હાથમાં ન હોય એવા સંજોગોને કારણે ઉદ્ભવે, તો કેટલીક આપણા સ્વભાવને કારણે નિર્માણ થાય.

Human Nature Is Causing Our Cybersecurity Problem

માત્ર વ્યક્તિગત નહીં સામાજિક સમસ્યાઓ પણ કોયડો બનીને દાયકાઓ સુધી હેરાન કરતી રહે. રઈશ મનીઆર વાસ્તવિકતા રજૂ કરે છે…

રસ્તા ઉપર, મકાનોમાં, હત્યા થતી રહી
મંદિરમાં, દેવળોમાં તપસ્યા થતી રહી
જૂની સમસ્યા લોકો ઉકેલ્યા વિના ભૂલ્યા
વરસોવરસ નવી સમસ્યા થતી રહી

102 Examples of City Issues - Simplicable

પડોશી દેશ સાથેની આપણી સમસ્યાઓ દાયકાઓથી ચાલે છે. પાકિસ્તાનને ઑપરેશન સિંદુર દ્વારા ઠમઠોર્યું પણ વાંકી પૂંછડી કેટલો સમય સીધી રહેશે એ શંકાનો વિષય છે. આપણે સેમિ-કન્ડક્ટરની ફેક્ટરીઓ નાખવા સુધી આગળ વધી ગયા, જ્યારે પાકિસ્તાન આતંકની ફેક્ટરીઓ નાખવામાં પ્રગતિ માને છે. બીજી તરફ જોઈએ તો હમાસ અને ઈઝરાયલના યુદ્ધને કારણે ગાઝામાં લાખો લોકો ભયંકર ભૂખમરો વેઠી રહ્યા છે.

UN experts say famine has spread throughout Gaza | Reuters

ધર્મને કારણે થતી લડાઈ આખરે દર્દમાં પરિણમે છે. રાજેન્દ્ર શુક્લની પંક્તિઓમાં ઘેરું દર્દ સંભળાશે…

જિંદગીની ચાર ક્ષણનું ગીત તો પૂરું થયું
મુજ શૂન્યતા ગાતી રહી તુજ મૌન સાંભળતું રહ્યું
ઊગ્યા કર્ય઼ું સ્વપ્નોનું લીલું ઘાસ કબરો પર અને
આકાશની આંખો થકી મુજ દર્દ ઓગળતું રહ્યું

આકાશની આંખો બધું જોઈ રહી છે. પ્રાણીઓ ઉપર થતાં અત્યાચારો તો હવે અત્યાચાર ગણાતા જ નથી. સરકાર ગમે એટલી ચોકસાઈ રાખે પણ વાઘ જેવા પ્રાણીઓનો શિકાર અટકતો નથી. માનવ તસ્કરીની ટોળકીઓ વિવિધ દેશોમાં કાર્યરત છે.

Human Trafficking Continues to Haunt Asia | Asian Development Bank

ઘરેલૂ હિંસાના કિસ્સાઓમાં માત્ર નામો બદલાય છે, ડામ એના એ જ રહે છે. બાળકો સાથે થતું ગેરવર્તન અને શોષણ સમાજની નાલેશી છે.

European Day for the Protection of ...

સુખનું સરનામું સ્વાર્થનું સરનામું બની ગયું છે અને પ્રેમ ગણતરીઓમાં ફેરવાઈ ગયો છે.  ટેરેન્સ જાની ‘સાહેબ’ લખે છે…

સુખની ક્ષણને જો મળી કેવી સજા
કેમેરામાં કેદ થઈને રહી ગઈ
જો મહોબ્બતની થઈ કેવી દશા
કોક અભણની સ્લેટ થઈને રહી ગઈ

એક તરફ પ્રગતિ અને વિકાસ દેખાઈ રહ્યા છે છતાં માનવીય મૂલ્યોમાં આપણે અધૂરા છીએ એ હકીકત સ્વીકારવી રહી. માધવ આસ્તિક એને કુમાશથી આલેખે છે…

તું સ્પર્શે પહેલાં, તું સ્પર્શે પછી પણ
સતત હોય હાજર ત્વચામાં અધૂરપ
બધા પાત્ર શોધે છે સર્જકના એને
રહી શું ગઈ કલ્પનામાં અધૂરપ!

Incomplete Man – Deepak Musale's Painting

લાસ્ટ લાઈન

હતી એટલી પણ જગા ક્યાં રહી છે?
સજા એ જ છે કે સજા ક્યાં રહી છે?

ઇશારાથી ચાલે છે વહેવાર સૌના
કશું બોલવાની પ્રથા ક્યાં રહી છે?

હવે કોણ માને કે પૂજા થતી’તી
કરી જે હતી સ્થાપના ક્યાં રહી છે?

સમય સાથે ઘડપણને આવ્યું છે ઘડપણ
ન શબ્દો રહ્યા, વારતા ક્યાં રહી છે?

ગમા-અણગમા બેઉના છે અનુભવ
એ ફુગ્ગો છું જેમાં હવા ક્યાં રહી છે?

ત્વચા ભોગવે છે નરી પાયમાલી
કોઈ સ્પર્શની ધારણા ક્યાં રહી છે?

હવે છેતરે છે ઘણી ક્રૂરતાથી
અરીસામાં સ્હેજે દયા ક્યાં રહી છે?

અકારણ નથી સાવ ખચકાટ મારો
હવે એની `હા’માંય `હા ક્યાં રહી છે?

~ ભાવિન ગોપાણી
~ ગઝલસંગ્રહઃ ઓસરી

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.