જે સતત ચાલે અહીં તે યુદ્ધ છું ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

ઓપરેશન સિંદુરનું તેજ દૂર-સુદૂર સુધી પથરાયું અને પંકાયું. ભારત બદલો લેશે એવી પાકિસ્તાનને અપેક્ષા હતી પણ આટલી હદે લેશે એની કલ્પના નહોતી. પાકના નાપાક પ્રધાનોને બડાબડા બણગાં સરેઆમ ફૂંકવાની સદાબહાર આદત છે. એ બણગાં સણકા બનીને એમને જ વાગ્યા. ઘણું બહાર આવ્યું છે છતાં કેટલુંક ક્યારેય બહાર નહીં આવે. મિતુલ કોઠારી ખુમારીથી કહે છે…

યાદ આવે છોને પેઢી સાત, સામે આપવો
શત્રુને સણસણતો પ્રત્યાઘાત સામે આપવો
જો અગનગોળા ફેંકે આંખમાંથી વેરના
ઠારવા આંખ, ઝંઝાવાત સામે આપવો

6 Pakistani Air Bases' Before & After Pics That Show How India damaged Pak

પહેલગામની ઘટના નિમ્ન, નિર્ઘ્રુણ અને  નિંદનીય હતી. માનવતા લજ્જિત થાય એવી વાતે પણ પાકિસ્તાનને બે પૈસાની શરમ લાગી નથી.

Are you a Hindu?': Kashmir attack survivors say gunmen asked their religion before opening fire

ધર્મગ્રંથોનું ખોફનાક અર્થઘટન કરી, આતંકવાદને પાળી-પોષી મોટો કરનાર પાકિસ્તાનના આકાઓ માટે અધમ શબ્દ પણ અપાહિજ લાગે. નજર સામે સ્વજનને ધરબાયેલી ગોળી માત્ર એક શરીરમાં જ નથી ઘૂસતી, એ અનેક તન-મનને લોહીલુહાણ કરી મૂકે છે. બારિન દીક્ષિત જેહાદી વૃત્તિના મૂળ ફંફોસે છે…

ઇસ્લામ સમજો, ન ગીતાય જાણો
ન સમજો તમે તો, ખૂની ખેલ માંડો
પૂછીને ધરમને, વધેર્યા જે લોકો
મળી ગ્યા, પરત , બધાયે જવાબો?

Intelligence Information Given Before Pahalgam Attack Search Operation Stopped On 22 April Terrorist Attack Ha - Amar Ujala Hindi News Live - Pahalgam:पर्यटकों के निशाने पर होने का खुफिया इनपुट मिला था;

છેલ્લા ત્રણેક દાયકાથી અનેક સવાલોના જવાબ નથી મળ્યા. પાકિસ્તાન સરકાર મુંબઈને બૉમ્બ વિસ્ફોટથી ધ્રુજાવી દેનાર દાઉદ ઈબ્રાહિમ કોઈ મહારાજા હોય એમ એની કુરનિશ બજાવે છે. ભારતીય સંસદ પર હુમલો કરાવનાર આતંકવાદી મસૂદ અઝહર એમની રહેમનજર હેઠળ બેખૌફ વિહરે છે. જેમને ફાંસી થવી જોઈએ એવા આતંકીઓને દેખાવ ખાતર પકડીને સેફ હાઉસમાં એમનું લાલનપાલન થાય છે.

Masood Azhar, Hafiz Saeed, Zaki Lakhvi And Dawood Ibrahim Notified As Terrorists Under The New UAPA [Read Notification]

પાકિસ્તાનની મોડસ ઓપરેન્ડી સ્પષ્ટ છે. ગુનો કર્યો હોય તોય ગુનાનો સ્વીકાર કરવો નહીં. કમલેશ શુક્લ કેટલાક નિંદનીય બનાવો તાજા કરે છે…

મળ્યા છે ઘાવ તાજા, જવાબો આપવા પડશે
નથી ભૂલ્યા ગુના તારા, જવાબો આપવા પડશે
કદી મુંબઈ, કદી સંસદ, ઘણા વિસ્ફોટ તેં કીધા
સવાલો છે ઘણા સારા, જવાબો આપવા પડશે

Mumbai terror attacks: As 15 years go by, tributes pour in for martyrs, victims of 26/11

ગુનેગાર પાસેથી જવાબ મેળવવા પહેલા એની ધરપકડ થવી જોઈએ. આતંકવાદનું જનક કહી શકાય એવું પાકિસ્તાન કદી ગુનેગારોને સોંપતું નથી. સારું થયું ઓપરેશન સિંદૂરમાં યુસુફ અઝહર, અબ્દુલ મલિક રૌફ અને મુદ્દસિર અહમદ જેવા ખતરનાક આતંકીઓ માર્યા ગયા. ઘણી વાર વિચાર આવે કે ઈઝરાયલની મોસાદ સંસ્થાની જેમ ભારતમાં પણ એવી જોરદાર એજન્સી હોવી જોઈએ જે દુશ્મનને વીણીવીણીને સાફ કરે.

Sofyan Amrabat: Israeli Mossad agent executed, says Iran - Times of India

કામ અઘરું છે પણ અશક્ય નથી. અતુલ દવે તૈયારી કરવાનું કહે છે…

રોજ સામે કૈંક અણધાર્યા સવાલો આવશે
રાખજો તૈયાર ખુદને તો જવાબો આવશે
સાવ સહેલી ક્યાં સફર ક્યારેય કોઈ હોય છે
જિંદગીમાં માનજો અઘરા વળાંકો આવશે

ભારતે ઘણો અઘરો સમય પસાર કર્યો છે. કારગિલના યુદ્ધમાં આપણા ઘણા સૈનિકો શહીદ થયા. એ વખતે અમેરિકાના ઉપગ્રહોની મદદ મળી નહોતી.

Resilience of the Kargil war heroes' families - Daily Excelsior

આજે અઢી દાયકા પછી ઈસરોને કારણે માહિતી માટે કોઈને ભાઈબાપા કરવાની જરૂર નથી રહી. છેલ્લા પાંચ-છ વર્ષમાં અનેક માતબર શસ્ત્રો ભારતના શસ્ત્રાગારમાં ઉમેરાયા છે. શસ્ત્રોની આયાત પર નભતું ભારત અનેક શસ્ત્રોની નિકાસ કરતું થયું છે. ઓપરેશન સિંદુરમાં આપણી સેનાએ વિવિધ શસ્ત્રોનો બખૂબી ઉપયોગ કર્યો. જાગૃત અવસ્થામાં સલામ કરીએ એ ઠીક પણ રાતે ઊંઘ ઊડી જાય તો પથારીમાંથી ઊભા થઈને પણ આપણી સેનાને સલામ કરવી જોઈએ. ભારતની પ્રોફેશનલ સેનાની સરખામણીએ અનેક પ્રકારના ધંધા અને ગોરખધંધા આચરતી પાકિસ્તાની ફૌજ ઊણી ઉતરી એનો અપાર આનંદ છે. ભારતી ગડા લખે છે…

હસતા સદાય ચહેરાના હાલ જોઈએ
સાથે ચાલનારાના તાલ જોઈએ
પથ્થરથી ખેલનારા તું એટલું સમજ
વળતા જવાબ માટે તો ઢાલ જોઈએ

પાકિસ્તાન જેને ઢાલ ગણતું હતું એ ચીની બનાવટના રડાર અને એર ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ નીવડ્યા.

India says it targeted Pakistan's radar in clash amid speculation system was made in China | South China Morning Post

ચીન ક્યારેય ભરોસાલાયક નથી રહ્યું. હવે તુર્કી પાકિસ્તાનની સોડમાં લપાયું છે એટલે એના મસ્તમજાના શહેર ઈસ્તંબુલ જવાનો વિચાર કરતા હો તો એ વિચારને ફાડી નાખજો. દુશ્મનનો મિત્ર આપણો દુશ્મન થયો.

Boycott Turkey: आतंकवाद समर्थकों के खिलाफ देश का एकजुट मोर्चा | देवभूमि दर्शन

ડૉ. અપૂર્વ શાહ સ્થિતિને અસમંજસ પર છોડી દે છે…

સવાલો ઘણાં છે જવાબો ઘણાં છે
અહીં સત્ય પર પણ નકાબો ઘણાં છે
પ્રયત્નો કરીને બધી રીતના પણ
સમજાય એવાં હિસાબો ઘણાં છે

લાસ્ટ લાઈન

બંધ આખોથી હતો સિદ્ધાર્થ હું
આંખ ખોલી તો હવે હું બુદ્ધ છું

હું નથી અર્જુન, ગીતાનો કૃષ્ણ પણ
જે સતત ચાલે અહીં તે યુદ્ધ છું

મોતની વિકરાળ હરદમ બીકથી
જિંદગીથી કેટલો હું કૃદ્ધ છું

આ અણુયુગમાં જૂનાનું શું ગજું?
એ જ આદમ છું, હવે હું વૃદ્ધ છું

~ વિનોદ ગાંધી

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. સુંદર પ્રાસંગિક આલેખન, અભિનંદન ‌હિતેનભાઈ.