આમંત્રિત (નવલકથા) ~ પ્રીતિ સેનગુપ્તા ~ પ્રકરણ:32-33

પ્રકરણ:32

વરસાદ અહીં આમ તો આખું વર્ષ પડે, પણ તોયે અમુક મહિના વધારેભીનાકહેવાય. જેમકે ઑગસ્ટ મહિનો. એમાં મે મહિનાની જેમ વરસાદ બહુ ધમાલ ના કરે, ગાજવીજની સાથે ના આવે, પણ એકદમ રુચિર ઝરમર થઈને વરસે. એવું કે જાણે ટીપાંની વચમાંથી ચાલી નીકળાય.

જૅકિ એવી ઝરમરની રાહ જોતી હતી. તો બાલ્કનીમાં સચિનની સાથે બેસીને એની મઝા લેવાય. પણ આજે વરસાદ પણ ના આવ્યો, અને સચિન પણ હજી આવ્યો નહીં

જૅકિ એમ વિચારતી હતી ને સચિનનો ફોન આવ્યો. ઉતાવળે એણે જૅકિને પેલા સ્પૅનિશ કાફેમાં આવવા કહ્યું. એના અવાજ પરથી જૅકિને લાગ્યું કે કાંઈ થયું છે. પાપાને મળવા ગયો હતો, એટલી તો ખબર હતી. જલદી નીકળીને કાફે તરફ જવા માંડી

એને ને સચિન બંનેને કાફેલકીલાગતું હતું. બંને અચાનક ત્યાં મળી ગયાં, ને પાડોશની જગ્યાઓની વાતો પરથી એમનું ફરીથી મળવાનું ગોઠવાયું. પછી તો ફરી ફરી મળતાં રહ્યાં. ને હવે સાથે હતાં

જૅકિ પહોંચી ત્યારે સચિન બેઠેલો હતો. એનું મોઢું પડી ગયું હતું. પણ જૅકિને જોઈને ઊઠીને સામે ગયો. બધી વાત સાંભળ્યા પછી જૅકિને ચિંતા ના રહી. કશું કહેતી હતી ત્યાં ખલિલ આવ્યો. સચિન પાપાને ત્યાંથી નીકળ્યો પછી ખલિલનો ફોન આવ્યો હતો. એને પણ સચિને કાફેમાં બોલાવી લીધેલો. ને હવે એને પણ વાત કરી કે પાપા રીતે ઈન્ડિયા જવા માગે છે.

સાંભળીને મોટેથી હસીને ખલિલે કહ્યું, “તો તું એટલે રડે છે, કે કદાચ છેને પાપા લોકેશને વધારે વહાલ કરવા લાગી જાય. એમ ને?”

હવે હસી પડીને સચિને કહ્યું, “જૅકિએ પણ એમ પૂછ્યું. ના, ના, સાવ એવું નથી, પણ સાચું છે કે મને કદાચ એમ થઈ ગયું છે કે પાપા મારા વગર ખુશ હોઈ ના શકે. ઍક્સ્ટ્રીમ પઝેઝીવનૅસ, રાઇટ? જોકે એમની તબિયતની ચિંતા પણ મને થયા કરતી હોય છે.”

સચિન, તેં એમને ઘણી ખુશી આપી છે, અને હવે તબિયત પણ સારી છે. મિત્રની સાથે આમ બહાર જશે તો મન અને તનથી વધારે સારા થઈને આવશે, તું જોજે”, ખલિલે કહ્યું. “અને હવે, ચાલ, મારા કામની વાત કર.”

રેહાના હોય ત્યારે સાથે ચર્ચા નથી કરવી?”

અરે, એને કોઈ માથાકૂટ જોઈતી નથી. એણે કહ્યું છે, કે તારો સચિન જે નક્કી કરે તે બરાબર હશે.”

જૅકિને બહુ હસવું આવી ગયું. કેટલી સ્વીટ છે રેહાના

ખલિલને હડસન નદીમાંની બોટટ્રીપનું ફાઇનલ પ્લાનિંગ કરી લેવું હતું. એને ગમતી પાનખર ઋતુ દરમ્યાન ટ્રીપ ગોઠવવી હતી. નદીના પૂર્વ કિનારા પર આવેલી ઊંચી ભેખડો પર ઑટમ્નપાનખર ઋતુના બધા રંગ છવાઈ ગયા હોય. નદીનાં પાણીમાં પણ રંગોનું પ્રતિબિંબ પડતું હોય. સૂરજનો તડકો ચારે તરફ સોનેરી થઈને ફેલાયેલો હોય. ચમકતા રંગોથી વીંટળાઈને આપણે સરકતાં હોઈએ. એવું ખલિલનું કલ્પન હતું.

કહે, કેબહુ મોટું ગ્રૂપ નહીં થાય. ઑફિસના ત્રણેક જણ બહાર હશે. મારા બૉસ પણ કુટુંબમાં કોઈ લગ્નમાં બિઝી છે. પચીસેક જણ હોય, તો ચાલે ને?”

કેમ નહીં? ત્રીસેક જણ સુધીની બોટ પણ મળે. આપણે લઈશું. એટલે મ્યૂઝિશિયનો માટે અને ડાન્સ કરવા માટે વધારે જગ્યા પણ રહેશે. ખાવાનું અને ડ્રિન્ક્સ માટે તારો શું આઇડિયા છે?”, સચિને પૂછ્યું.

ભાઈ, તો તંુ જાણે. મદદ જોઈએ તો જૅકિને પૂછજે. સરસ સૂચન કરશે તને.”

તો જો, આનો અર્થ કે મારી પાર્ટી થશે, હોં.”

અરે, તેં સૌથી પહેલાં બોટટ્રીપનો બ્રિલિયન્ટ આઇડિયા આપ્યો ત્યારથી તારી પાર્ટી છે. આપણે બધાં સાથે હોઈશું, ને સાથે સમય ગાળીશું. બસ. એથી વધારે શું?”

તો આમાં તમારાં પૅરન્ટ્સને આમંત્રિત કરવાનાં છો કે નહીં?”, સચિને પ્રશ્ન કર્યો.

નથી કરવાનાં. પણ રૂહીને તો આવવું છે, તેથી રેહાનાના કઝિન એને લેતા આવશે. જૅકિ, હું રૉલ્ફ અને કૅમિલને કહેવાનો છું. સચિન, તારે ખાસ કોઈને બોલાવવાં છે? અને અંકલ તો આવશે ને?”

ના, પાપા તો વખતે હજી ઈન્ડિયામાં હશે. અને બીજાં કોઈને નથી કહેવું મારે. બસ, આપણે હોઈએ; અરે, આપણે ચાર હોઈએ તો પણ ગમે મને તો.” 

પછી જૅકિએ રેહાના સાથે વાત કરી હતી ખરી. ખલિલ તો જે કહે તે, પણ રેહાનાને જેમ ગમતું હોય તે મુજબ કરવાનું હોય ને. છોકરીઓએ શું પહેરવું, તે વિષે રેહાનાની અમુક ઈચ્છા ખરેખર હતી. એણે વિચાર્યું હતું કે દરેક યુવતી ઋતુને અનુરૂપ રંગ પહેરે. તે પણ, આછા જેવા રંગ, બહુ ઘેરા રંગ એને પસંદ ન હતા. ને કોઈ પણ જાતનો ડ્રેસ ભલે પહેરે, પણ સાથે એક લાંબો સ્કાર્ફ, કે દુપટ્ટો હોવો જોઈએ, જે હવામાં ફરકતો રહી શકે

રેહાનાનું કલ્પન જૅકિને બહુ કમનીય લાગ્યું. તો ત્યારથી વિચારવા માંડી, કે પોતે શું પહેરશે. એને પણ યાદ આવ્યું, કે કૅમિલને ટાઇમસર જણાવી દેવું પડશે કે કઈ રીતનું પહેરવાનું છે.  

સચિન અને ખલિલે શુક્રવારે બપોરથી મોડી સાંજ માટે ટ્રીપ ગોઠવી હતી. શનિરવિ કરતાં ભીડ ઓછી હશે, એમને લાગ્યું હતું, ને પછી બંને હસ્યા હતા, કે પાણીથી ઊભરાતી આટલી પહોળી હડસન નદી, ને એમાં ભીડ થવાની ચિંતા! પણ ઉનાળા દરમ્યાન તો અસંખ્ય હોડીઓ નદી પર સરતી હોય છે. વખતે મોટી મોટરબોટ ચલાવતાં સાચવવું પડે. અત્યારે ઑટમ્ન ઋતુમાં સહેલની હોડીઓ જરૂર ઓછી થઈ ગઈ હોય. એમનાં મનમાં એમ પણ હતું, કે આવી સરસ રીતે લગ્નની ઉજવણી કર્યા પછી શનિરવિના બે દિવસ મળ્યા હોય તો બધું નિરાંતે, ને વારંવાર યાદ કરવાની બહુ મઝા આવે. ને તે પણ સચિન અને જૅકિની સાથે ભેગાં થઈને.

જૅકિની બુદ્ધિ અને નિરીક્ષણશક્તિ, બંને બહુ તીક્ષ્ણ. એણે સચિનને કહ્યું હતું, “મને લાગે છે કે બોટપાર્ટી તે ખલિલ અને રેહાનાને તારા તરફથી ગિફ્ટ છે.” સચિન નવાઈની આંખે જોઈ રહેલો. “અને ખલિલને ખબર નથી.”

તો તને ક્યાંથી ખબર પડી?”, સચિને જૅકિને પૂછ્યું

બહુ સહેલું હતું જાણવું. એક, તેં ખલિલને શું ગિફ્ટ આપવી તે વિષે કોઈ ચર્ચા કરી નથી. બીજું, કોઈ વસ્તુ આપવાનો કશો અર્થ નથી, તે બધાં જાણતાં હોય છે. ત્રીજું, ટ્રીપ એકદમ યાદગાર અને અસામાન્ય થવાની. ચોથું—-”

સારું, સારું, મદામ શૅરલૉક હોલ્મ્સ. સમજી ગયો, સમજી ગયો, કે તમને ખબર પડી ગઈ. પણ હવે એને સરપ્રાઈઝ રહેવા દેજો.” 

સચિને વિચાર્યું, છોકરી માટે પ્રેમ વધતો જાય છે, ને પછી જૅકિને નજીક કરીને કહ્યું. “પણ હવે સાચું કહે, ગિફ્ટ ઉત્તમ છે કે નહીં?”

બેશક, વળી.” 

દિવસે બોટની સહેલ ચાર કલાક માટેની હતી, પણ એના કલાકેક પહેલાં બોટ પર પહોંચી જઈ શકાય તેમ હતું. સચિને ખાતરી કરી લીધી હતી, કે ખલિલને આટલા કલાકોથી સંતોષ હતો. ટ્રીપ ખૂબ મોંઘી હતી. ખરો આંકડો તો જૅકિની જાણમાં પણ ન હતો. સચિને જાઝ મ્યૂઝિકની, ખાવાનાંની, વાઇન ને બીયરની પણ વ્યવસ્થા કરી હતી. આટલું હોય તો પાર્ટી થઈ કહેવાય ને!

અંજલિ અને માર્શલ લેવા આવવા તૈયાર હતાં, પણ રૉલ્ફે ઑફિસમાંથી ગાડીની ગોઠવણ કરી હતી, તેથી સચિન અને જૅકિ એની અને કૅમિલની સાથે ડૉક પર ગયાં

બહુ સરસ દિવસ હતો. એકદમ ભૂરું આકાશ હતું, એટલે હડસન નદીનું પાણી પણ એવું ભૂરું દેખાતું હતું. બોટના ઉપલા ડૅક પર રંગીન ફુગ્ગા બાંધ્યા હતા. સાંજ પડતાં ત્યાં રંગીન લાઈટો પણ થઈ જવાની હતી. હળવા પવનમાં દરેક યુવતીના લાંબા સ્કાર્ફ ફરફરતા હતા. જાણે ઘણા બધા રંગીન શઢ

રેહાનાએ આછા પીળા અને પોપટી રંગના મેળવાળો લાંબો ડ્રેસ પહેર્યો હતો. અંજલિને જોઈને બધાં ખુશ થઈ ગયાં હતાં. એણે તો હિંમતભેર શિફોનની સાડી પહેરી હતી. જરા આધુનિક રીતે, અને છેડો એકદમ લાંબો રાખેલો. ઘેરથી નીકળ્યાં ત્યારે સચિને બહુ ધ્યાન નહોતું આપ્યું, પણ હવે એણે જોયું તો સૌથી વિશિષ્ટ તો જૅકિ દેખાતી હતી. ઑટમ્ન ઋતુને અનુરૂપ એવા ત્રણ રંગપીળો, આછો કેસરી અને લાલાશ પડતોના સ્તરોથી બનેલો, લાંબા સ્કર્ટ અને શિફોનના લાંબા ટ્યુનિકનો ડ્રેસ પહેર્યો હતો. લાલાશ પડતા રંગનો દુપટ્ટો હવે હવા સાથે ઊડવા લાગ્યો હતો.  

બોટ સમયસર ઊપડી. બેત્રણ જણની વિનંતી હતી એટલે સચિને હડસન નદી વિષે એકદમ ટૂંકમાં થોડું કહ્યું. ઍડિરૉન્ડાક પર્વતોમાંથી ,૩૨૨ ફીટ ઊંચેથી નીકળીને, ૩૧૫ માઈલ કાપીને, ઍટલાન્ટિક સમુદ્રમાં ભળે છે. વચમાં અસંખ્ય નાની નદીઓ એના પ્રવાહમાં સમાતી જાય છે. એનું ઊંડાણ ૩૦થી ૧૬૦ ફીટ હોઈ શકે છે. પંદરમીસોળમી સદીમાં અમુક ભૂમિશોધકોએ એને જોઈ હતી ખરી, પણ ઇસ્ટ ઈન્ડિયા ડચ કંપનીમાં કામ કરતા અંગ્રેજ હૅન્રિ હડસન નામના કૅપ્ટન ૧૬૦૭માં નૌકા દ્વારા એમાં છેક સુધી ગયેલા, ને તેથી નદીનું નામ પડ્યું

એક રસ પડે એવી બાબત છે, કે નદીને કાંઠે વસનારી જાતિઓમાં એનાં જુદાં જુદાં નામ હતાંકાહોહાતાતેઆ, મુહ્હેકુન્નેતુક. પછી યુરોપી શોધકો એને નૉર્થ રિવર, ગ્રેટ રિવર વગેરે કહેતા. છેવટે ૧૭૪૦થી હડસન રિવર કહેવાવા માંડી 

એના કિનારે ન્યૂયોર્ક રાજ્યનું મુખ્ય શહેર ઑલ્બનિ, તેમજ રાજ્યનું મોટામાં મોટું શહેર ન્યૂયોર્ક વસેલાં છે. એના ઉપર ૩૦થી પણ વધારે પુલ બનેલા છેવાહન તથા ટ્રેન માટે. ન્યૂયોર્ક શહેરથી ઉત્તરે જતાં એનો પ્રવાહ બબ્બે માઇલ પહોળો થાય છે. ભેખડો, ગાઢ વનસ્પતિ, પહાડો, ખીણો અને સૂર્યના તેજને કારણે એનાં દૃશ્યો ખૂબ સુંદર બને છે. કારણે નદી પરથી એક ચિત્રકળાશૈલીનું નામ પણ પડ્યું.

સચિન પાસે વિગતો તો બીજી ઘણી હતી, પણ એણે સભાનપણે અહીં અટકાવ્યું. અમુક મિત્રો ખાવાપીવા અને ડાન્સ કરવા માંડી ગયા. થોડી વારે એણે જૅકિને શોધી. એટલાંમાં ઘણી યુવતીઓ નીચે જતી રહી લાગી. ખલિલ પણ રેહાનાને શોધતો હતો. એમણે માર્શલને નીચે જઈને બધી છોકરીઓને બોલાવી લાવવા કહ્યું. “મારું માનશે કોઈ?”, એણે પૂછ્યું

તારી અંજલિ અને મારી જૅકિ તો માનશે ”, સચિન બોલ્યો. “રેહાના મૅડમનું કહેવાય નહીં, ભઈ”, એણે ખલિલને ચિડાવ્યો.

ખલિલે એને ખભે હાથ મૂકીને કહ્યું, “બહુ સરસ પ્લાનિંગ કર્યું છે, દોસ્ત. થૅન્ક્સ. એકદમ સ્પેશિયલ રીતે ઉજવણી થઈ રહી છે અમારાં લગ્નની.”                      

બધાં ઉપર આવી ગયાં પછી ફોટા લેવાલેવડાવવાનો કાર્યક્રમ ચાલ્યો. સાંજના રંગ પશ્ચિમ તરફ દેખાવા માંડ્યા હતા. સોનેરીકેસરી પડદાની આગળ ઊભાં રહીને બધાંના કેટલાયે ફોટા લેવાયા. એક એક જણ, બબ્બે, ત્રણ ત્રણ, ચાર ચાર, આખું ગ્રૂપએમ અનેક રીતની ગોઠવણી થતી ગઈ. પોટ્રેટફોટા થઈ ગયા પછી કેટલાંક જણ મઝા માટે જુદા જુદા પોઝ આપવા માંડ્યાં. બધાં એક સાથે મઝા લેવા માંડ્યાં.

સચિન ક્યારની યે કશીક અધીરાઈ અનુભવતો હતો. ફોટાનું કામ પત્યું એટલે એણે જૅકિને હાથ પકડીને ખેંચી

અરે, શું? ક્યાં લઈ જાય છે મને?”, જૅકિ કહેતી ગઈ.

સચિન પાછળ જરા ખાલી હતું ત્યાં જૅકિને લઈ ગયો. એને કમ્મરેથી પકડીને એના વાળમાં મોઢું રાખીને એણે કહ્યુંએના અવાજમાં ધ્રુજારી હતી, “જૅકિ, અત્યારે મને કહે, ક્યારે પરણીશ મને?”

ક્યારે? એટલે શું? ક્યારે એટલે શું વળી?” 

આંખમાં અને મોઢા પર ગભરાટ સાથે સચિન જૅકિની સામે જોઈ રહ્યો. સચિનના ગાલને બે આંગળીથી પકડીને, હસીને બોલી, “અરે, ક્યારે શું વળી? તું કહીશ ત્યારે, તને ગમે ત્યારે, અત્યારે .”

એને જરા પણ દૂર થવા દીધા વગર સચિન એના વાળમાં વહાલના શબ્દો બોલતો રહ્યો

છેલ્લે હજી સચિનની એક ડ્યુટી બાકી હતી. લગ્નની કેક પણ એણે પ્રથા પ્રમાણે નહોતી રાખી. એક બિલકુલ મૌલિક વિચાર કરીને સચિને નૂરેઆલમ નામની બાઁગ્લાદેશી મીઠાઈની દુકાનમાંથી, માવા અને બદામની બરફીને કેકના આકારમાં  બનાવડાવી હતી. તે પણ ઑટમ્નના રંગમાં. એમાં ભારોભાર કેસર નંખાવ્યું હતું, પણ સફેદ અને કેસરી લિસોટા બને તે રીતે. વચમાં રેહાના અને ખલિલનાં નામ હતાં, ને ચોતરફ ઑટમ્ન ઋતુને અનુરૂપ, પીળાં અને કેસરી પાંદડાંના આકારનું આઇસિંગ હતું.

સચિનનાં વખાણ તો બધાં કરતાં રહ્યાં હતાં, પણ માવાકેક જ્યારે બહાર આવી ત્યારે તો બધાંના ઉદ્ગાર સાંભળવા જેવા હતા. જૅકિએ અતિશય વહાલથી એનો ગાલ ચુમ્યો. અંજલિ કહે, “વાહ, કમાલ કરી તેં તો, ભાઈ.”  

ખલિલ એકદમ સચિનની પાસે આવીને એને ભેટી પડ્યો. એના કાનમાં પણ કહ્યું, “મને લાગે છે કે તું હવે બહુ રાહ નથી જોઈ શકવાનો! ”

જબરો ખલિલિયો’, એમ સચિન મનમાં બબડતો હતો, ત્યારે એના મોઢા પર તો મલકાટ હતો.

પ્રકરણ:33

સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં હતો. પાનખર ઋતુ બરાબર અધવચ્ચે આવી હોય, અને અમુક જાતનાં વૃક્ષોનાં પાંદડાંએ રીતસર રંગ બદલી નાખ્યા હોય. જોકે એમાં પણ નસીબદાર થવું પડે. કયા વર્ષે કયા સમયે ઉત્કૃષ્ટ રંગ જોવા મળશે, તે કોઈ કહી નથી શકતું.   નિર્ણય કુદરત પોતાના હાથમાં રાખતી હોય છે. પણ વર્ષે ખલિલની ઈચ્છા પૂરી થાય તેવી ઈચ્છા કુદરતની પણ હશે, ને તેથી હડસન નદીના બંને કિનારા પર ઑટમ્નનો રંગોત્સવ ખૂબ સરસ જામ્યો હતો.

બધાંને સુંદર સૂર્યાસ્ત પણ જોવા મળ્યો. મહિનામાં ન્યૂયોર્કના એરિયામાં સાડા પોણા સાતમાં સૂર્ય અસ્ત થતો જાય, અને છેલ્લું અજવાળું ધીરે ધીરે વિલાતું જાય. પછી તો બોટ ન્યૂયોર્ક શહેરની નજીક આવતી ગયેલી, એટલે શહેરની ઊંચી ઈમારતોના ઝગારાનું, આંખો અને બુદ્ધિને આંજી દેતું, સૌંદર્ય પણ જોવા મળ્યું. જોવા માટે નદીમાં બોટ લઈને ખાસ જવું પડે. ખલિલે બધાં મિત્રોને જાણે વિશિષ્ટ દૃશ્યોપહાર આપ્યો હતો.

છૂટાં પડવાનું મન હજી ખલિલને થતું ન હતું. સચિનની સાથે બેસીને હજી ક્ષણે ક્ષણને યાદ કરવા માગતો હતો. સચિનને જૅકિની સાથે એકલાં સમય ગાળવો હતો. સદ્ભાગ્યે રેહાનાએ ઘેર જવાનો આગ્રહ રાખ્યો, એટલે સચિનને કાંઈ કહેવું ના પડ્યું. “કાલે મળીશું”, ખલિલે કહ્યું. સચિને હા કહી તો ખરી, પણ એને તો કાલે પણ જૅકિની સાથે એકલાં દિવસ પસાર કરવો હતો

પાછાં જતાં રૉલ્ફ અને કૅમિલે ખાસ કહ્યું, કે દિવસ બહુ સરસ ગયો, સચિનનું પ્લાનિંગ પર્ફેક્ટ હતું, નેઆપણે જલદી પાછાં મળીએ, બરાબર?”  જૅકિ સોમવારે રૉલ્ફને તો ઑફિસમાં મળવાની. કૅમિલ કહે, “ હું પણ લંચમાં આવી જઈશ.”    સચિન મનમાં કહે, ‘હા, પણ અત્યારે તો છોડો જૅકિને!’

અપાર્ટમેન્ટમાં જઈને સચિને જૅકિને ગોળ ફેરવી ફેરવીને ફરીથી જોઈ, ફરીથી એનાં વખાણ કર્યાં, પછી એનો હાથ પકડીને બેઠો, અને પૂછ્યું, “લગ્ન માટે કયો દિવસ પસંદ છે તને?”

મારે એક જુદો દિવસ રાખવો છે એને માટે. કોઈની વર્ષગાંઠ કે બીજા કોઈ પ્રસંગ સાથે જોડવો નથી. આપણે માટે એક નવો તહેવાર બનાવવો છે મારે.”

પહેલો બરફ પડે દિવસ નક્કી કરવો બંનેને બહુ ગમ્યો હોત. પણ કયા વર્ષે ક્યારે પડશે પણ કુદરતના હાથમાં હોય. તેથી આશરે એમણે ડિસેમ્બરની સાતમી તારીખ પસંદ કરી. સવારે સિટી હૉલ પર જઈને લગ્ન રજિસ્ટર કરાવવાનું અને સર્ટિફિકેટ લઈ લેવાનું. સાક્ષી તરીકે ખલિલ તો ખરો , ને જૅકિ તરફથી કૅમિલ. બસ, બે જણ. અંજલિ અને પાપાને પણ પછીથી ઘેર જઈને મળવાનું, એમ નક્કી થયું.

વચમાં સવા બે મહિના હતા. દરમ્યાન ઘણું કરવાનું હતું. સચિન હંમેશાં પાપાનો વિચાર કરતો રહેતો હતો. હમણાં અંજલિ અને માર્શલ એમની સાથે છે, પણ બંનેને ક્યાંક બીજે જવાનું થાય તો? તેથી સચિને વિચારેલું કે ત્રણ બેડરૂમનો અપાર્ટમેન્ટ શોધશે, જેથી પાપાને એક રૂમ મળે, અને એને ને જૅકિને પૂરતી જગ્યા પણ મળે. જૅકિએ તો કહેલું કે બે બેડરૂમના અપાર્ટમેન્ટમાં પાપાને રાખી શકાશે, પણ સચિનને જૅકિ સાથે થોડી વધારે પ્રાઇવસી જોઈતી હતી. તેથી અંજલિની સાથે બાબતે ધીરેથી વાત કરી લેવાનો હતો

સિવાય, જૅકિનાં પૅરન્ટ્સને લગ્ન વિષે કહેવાનું, અને ઈન્ડિયા જવા માટે ટિકિટો લેવાની, હોટેલોનાં બૂકિંગ કરવાનાં. સચિન જૅકિને લઈને પોંડિચેરી જવા માગતો હતો. પૅરન્ટ્સને પણ ત્યાં મળવાનું કહેવાનું. આશ્રમમાં સાથે જવાનું. ને બને તો સિન્યૉરા મધરની સમાધિને, ફરી એક વાર, ફૂલોથી શણગારવા પણ પામે. સચિન પાપાને પણ કહેવાનો હતો, પણ હમણાં ઈન્ડિયા જઈને આવ્યા હશે, એટલે ફરી કદાચ નહીં આવે.   

અમુક મિત્રોને કાલથી કહેવા માંડવું પડશે. ખલિલ તો કહેશે, કેહું તો જાણતો હતો!”, પણ એને જો સૌથી પહેલાં ના કહો તો ખોટું લગાડવાનો! અરે, ખોટું લાગ્યું છે એવો દેખાવ તો કરવાનો . પાપાને તો ખલિલની પણ પહેલાં કહ્યું હોત, પણ શર્માજી, લોકેશ અને શીલાની સાથે ઈન્ડિયા પહોંચી ગયા હતા. ફોનથી વાત થઈ હતી, કે મઝામાં હતા. પણ લગ્નના ખબર સચિન ફોનથી આપવા નહોતો માગતો

સચિન અને જૅકિ સિટી હૉલમાં લગ્નની સહી કરવાનાં હતાં, જાણીને પાપા ખુશ થવાના. ખોટા અને ફક્ત દેખાવ માટેના ખર્ચા પ્રત્યે બાપદીકરાના મત સરખા હતા. જેમકે, સુજીતને ઈન્ડિયા માટે સચિને પૈસા આપવા માંડેલા, પણ એમણે ના પાડી હતી. કહે, કેશર્માજી અને લોકેશે ખાસ કહ્યું છે કે મારે કાંઈ આપવાનું નથી. બધું એમની સાથે ગણાઈ જશે.” તોયે સુજીતે નક્કી કરેલું કે ટિકિટના પૈસા તો પોતે આપશે. “મારી પાસે એટલા પૈસા તો છે, બાબા. તારે કશું આપવાની જરૂર નથી”, એમણે સચિનને ભારપૂર્વક કહેલું.   

સવારે નિરાંતે ઊઠીને જૅકિએ થોડી ચીઝસૅન્ડવિચ બનાવી, સચિને કૉફી ભરીને થર્મૉસ તૈયાર કરી, અને બંને રિવરસાઇડ પાર્કમાં જવા નીકળી ગયાં. રંગીન બનેલી ઋતુના સંગમાં, હડસન નદીના સન્નિધ્યમાં, પ્રાચીન વૃક્ષોની સાક્ષીમાં બંને પોતાના આવનારા જીવનની ઉજવણીની શરૂઆત કરવા માગતાં હતાં. શનિવારની સવારે ખાસ કોઈ હતું નહીં પાર્કમાં. જાણે બંનેને માટે કોઈ ખાસ અંગત વ્યવસ્થા કરી આપી હતી ન્યૂયોર્ક શહેરે.  

બંને ખુશખામોશ હતાં. કહેવાનું એટલું હતું કે જાણે કશું કહી નહોતાં શકતાં. બંને સામસામે જોતાં હતાં, અને આંખોથી હસતાં હતાં

ચાલતાં ચાલતાં જૅકિ મેપલનાં વૃક્ષોનાં ખરીને જમીન પર જાજમ બનાવતાં રંગીન પાંદડાં ઉપાડતી ગઈ. એકદમ સરસ ઘેરા રંગો પસંદ કરતાં કરતાં એક મોટો ગુચ્છ બની ગયો. ઘેર જઈને કાચના એક મોટા વાડકામાં એણે પાંદડાં શોભા માટે મૂક્યાં. બાલ્કનીમાંથી જે શોભા દેખાતી હતી તે હવે ઘરની અંદર પણ આવી ગઈ

થોડી વારમાં ખલિલનો ફોન આવ્યો, “ક્યારે મળે છે, દોસ્ત?”

તારી રેહાના સાથે બેસને આજનો દિવસ”, સચિને મજાક કરી. પણ પછી જૅકિએ બંનેને પોતાને ત્યાં બોલાવ્યાં

આવતાંની સાથે ખલિલ કહેવા માંડ્યો, “દોસ્ત, તેં ગજબની પાર્ટી પ્લાન કરી હતી. આજે કેટલા ફોન આવ્યા મારા પર, ખબર છે? સારું, હવે મને કહે કે ચેક મેં લખ્યો છે, તે બરાબર છેને? તને પહેલેથી થોડા આપી રાખવાના હતા. સૉરી—”

અરે, બસ. આવી કશી જરૂર નથી. પાર્ટી બિલકુલ મારા તરફથી હતી. મારે તને ઍક્સ્ટ્રાઑર્ડિનરી ગિફ્ટ આપવી હતી. બોલ, બીજા કોઈ પાસેથી તને મળી છે આવી ગિફ્ટ?”

રેહાનાની આંખમાંથી તરત આંસુ સરવા લાગ્યાં હતાં. કાંઈ બોલી ના શકી, આવીને સચિનને વળગી પડી. ને ખલિલ? ક્યારેય ચૂપ ના રહી શકતો ખલિલ? એના બે હાથ એના મોઢા પર જતા રહ્યા હતા. જાણે કશુંક ગળે ઉતારવા જતો હતો. એણે પણ સચિનને જોરથી પકડ્યો, ને કહ્યુંમાંડ માંડ અવાજ નીકળ્યો એનોકેના, ના, આવું ના હોય.”

અરે, તું સાંભળ તો ખરો. અમારે તને એક સમાચાર આપવાના છે”, સચિને પાર્ટીના ખર્ચાની વાત ઉડાવી દેતાં કહ્યું. લગ્નના નિર્ણય અને તારીખ વિષે સાંભળ્યું કે તરત ખલિલ બોલ્યો, “હું તો જાણતો હતો, કે હવે તું વધારે રાહ નથી જોઈ શકવાનો. અભિનંદન, દોસ્ત.”

જૅકિની સામે જોઈને સચિન હસ્યો, “મેં કહ્યુંતું ને કે ખલિલ આવું કહેશે.”

તો ચાલો, આપણેલા માસેરિયામાં જમવા જઈએ. ઉજવણી મારા તરફથી”, ખલિલે કહ્યું. “ બે છોકરીઓ નહીં ગઈ હોય. ત્યાંનું ઈટાલિયન ખાવાનું આપણે એમને ખવડાવીએ તો ખરા.”

એક વાર આઇડિયા આવ્યો પછી કાંઈ ખલિલ હાના માને? પાછી રૅસ્ટૉરાઁ હતી સચિન અને ખલિલની ફેવરિટ. પહેલાં તો ટાઇમ સ્ક્વૅરમાં ઊભાં રહીને ચોતરફની લાઇટો, ઝગઝગાટ બિલબૉર્ડ, અને લોકોની મેદની જોવી પડે. ન્યૂયોર્ક શહેરની સામૂહિક ઉર્જાથી રીતે સ્પર્શાયા પછીલા માસેરિયાના સોફિસ્ટિકેટેડ વાતાવરણમાં જમવા બેસવાનો પ્રસંગ ખરેખર વિશિષ્ટ બન્યો.  

પછી તો જેને સમાચાર આપે તે બધાં તરત કોઈ ઉજવણીનો પ્લાન કરી નાખે. સોમવારે જૅકિ ઑફીસે ગઈ, રૉલ્ફને ખૂબ ખુશ લાગી, ને કૅમિલ તો જૅકિના ચહેરા પરની ચમક જોઈને સમજી ગઈ, કે કશું બહુ સ્પેશિયલ બન્યું છે. વાત સાંભળી એટલે રૉલ્ફે બ્રૉડવે પર એક નાટક જોવા જવાનો પ્લાન કરી દીધો. તે પણ બુધવારે રાતે . કહે, “ ‘ વિઝિટ ઑફ બૅન્ડનામનું નાટક બહુ વખણાય છે. એની ટિકિટ ઑફિસ તરફથી આપણને સહેલાઈથી મળી જશે.”

જૅકિએ સચિનને ફોન કરીને પૂછી લીધું. સચિને હા તો પાડી, પણ એને થયું કે હજી લગ્ન થાય તે પહેલાં રૉલ્ફે આવી ખર્ચાળ ભેટ ના આપવી જોઈએ

પછી એણે છાપાંમાં નાટક વિષે જોયું, તો એનાં ઘણાં વખાણ વાંચ્યાં. મૂળ ઈઝરાયેલની એક ફિલ્મ પરથી ગીતનાટક અમેરિકાના મંચ માટે તૈયાર કરવામાં આવેલું. ખૂબ પોપ્યુલર બન્યું, અને ઘણાં પારિતોષિક સંગીત, દિગ્દર્શન, અભિનય વગેરે માટે એને મળ્યાં. સચિને પણ જોયું કે છેલ્લું અઠવાડિયું હતું. છસોથી પણ વધારે રજુઆત ન્યૂયોર્કના બ્રૉડવેમંચ પર કર્યા પછી હવે નાટક બંધ થવાનું હતું. ‘તો તો જોઈ લેવાય તો સારું’, એણે વિચાર્યું.

નાટકમાં વાત આમ છેએક ઈજિપ્શિયન બૅન્ડ ઈઝરાયેલના એક ગામે જવાને બદલે, એના નામના ખોટા ઉચ્ચારને લીધે ખોટી બસ લઈને, નાગેવ રણમાંના કોઈ સાવ નાના, ઊંઘરેટા ગામે પહોંચી જાય છે. ‘પેતાહ તિક્વાહનો ઈજિપ્શિયનથી કરાતો ઉચ્ચાર ઈઝરાયેલીના કાનમાંબેત હાતિક્વાબન્યો હોય છે. બંને તરફનાં મુખ્ય પાત્રોનાં સાવ સાધારણ જીવનની વિગતો ખૂબ નાજુક અને હ્દયસ્પર્શી રીતે ઊઘડતી જાય છે

ચારેયને  વિઝિટ ઑફ બૅન્ડનાટક બહુ ગમ્યું, અને બહુ અર્થપૂર્ણ લાગ્યું. જૅકિ અને સચિને તો પછી એને વિષે ઘણા વખત સુધી વાતો કર્યા કરી. એમાં કેવું સરળ હાસ્ય હતું, ને જે ધાર્યું હતું તેવું જીવનમાં ના થયું એની કરુણતા હતી. એક જણ પ્રેમિકાના ફોનની રાહ રોજ રાતે મહિનાઓ સુધી જોતો હતો, તો પુત્રે કરેલા આપઘાતનો ભાર બીજા જણના જીવ પર છુપી રીતે, પણ સતત હતો. ઈજિપ્ત અને ઈઝરાયેલદુશ્મન ગણાતા દેશોનાં સામાન્ય નાગરિક એકબીજાં સાથે કેવાં સહજ મિત્ર બની શકે છે, તે હકીકત સચિન અને જૅકિને હંમેશાં આર્દ્ર કરતી રહેલી.  

લગ્નના સમાચાર પાપાને ફોનથી નહોતા આપવા. ઈન્ડિયાથી પાછા આવે એની રાહ જોવાની હતી. અંજલિને ફોન પર કહ્યું ખરું, પણ એને અને માર્શલને એક સાંજે મળવાની વાત થઈ હતી. સચિને વામા અને રૉબર્ટને જણાવવા માટે ફોન કર્યો, તો એમણે તરત શનિવારે ઘેર જમવા આવવા આમંત્રણ આપ્યું. સચિને ક્લિફર્ડને ફોન કર્યો તો પણ ખૂબ ખુશ થઈ ગયો, અને એણે જૅકિ અને સચિનની સાથે રવિવારે મળવાનું ગોઠવ્યું. “આપણે સાથે કંઇક સરસ કરીશું. તમારા ખાસ ખબર ખાસ રીતે ઊજવવા પડશે ને?” જરાક અટકીને પછી કહે, “આપણેબર્ડલૅન્ડમાં જાઝનું કૉન્સર્ટ સાંભળવા જઈએ તો કેવું? મને ખ્યાલ છે ત્યાં સુધી દિવસે ત્યાં જાઝઆર્ટીસ્ટનું લાઇનઅપ સરસ છે.”

મિત્રોના આવા સ્નેહથી સચિન અને જૅકિને આનંદ તો થતો હતો, પણ એમણે વિચાર્યું કે તો પછી હમણાં હવે બીજાં કોઈને નથી કહેવું. આખું અઠવાડિયું તો આમ પસાર થવાનું છે, તો હવે થોડા દિવસ પછી બીજાં મિત્રોને કહીશું. “બરાબર છેને, જૅકિ?”, સચિનને જૅકિનો મત તો જાણવો હતો.  

બુધવારે તો નાટક જોયું. શનિવારે વામાઆન્ટીને ત્યાં, અને રવિવારે ક્લિફર્ડની સાથે જવાનું છે. તો કાલે ગુરુવારે સાંજે આપણે બે જણ શહેરની ઊંચીહાઈલાઈનપર ફરવા જઈએ, ને શુક્રવારે રૉકફેલર પાર્કમાં નદીકિનારે ચાલવા જઈશું”, જૅકિએ કહ્યું. “બાકીનાંને ધીરે ધીરે જણાવતાં રહીશું, કે, સચિન?”  

પણ બીજે દિવસે, એટલેકે ગુરુવારે બપોરે અંજલિએ સચિનને ઑફિસે ફોન કર્યો. કોઈ કારણે બહુ અપસેટ લાગતી હતી. “ભાઈ, હમણાં ક્યાં છે તું? ઘેર ક્યારે જઈશ? જલદી ઘેર પહોંચી શકે છે?”, અંજલિનો અવાજ ધ્રૂજતો લાગ્યો

શું થયું છે, સિસ? તું તો બરાબર —”

હા, ભાઈ, હું બરાબર છું, પણ આપણે જેમ બને તેમ જલદી મળવું પડે એમ છે. દોલાએ મને આજે બપોરે એક પૅકૅટ આપ્યું છે. એણે કહ્યું, કે મૉમે મોકલાવ્યું છે, અને કહેવડાવ્યું છે કે આપણે બેએ સાથે મળીને ખોલવું. મને બહુ ગભરાટ થાય છે, ભાઈ. કહેને, તું કેટલો જલદી ઘેર પહોંચી શકીશ?”

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.