આમંત્રિત (નવલકથા) ~ પ્રીતિ સેનગુપ્તા ~ પ્રકરણ:30-31

પ્રકરણ:30

ન્યૂયોર્ક શહેરમાંની વસંત આમ તો પૂરી થઈ ગયેલી ગણાય. મોટા ભાગનાં ફૂલો ખીલીને, શોભા કરી કરીને હવે ખરી ગયાં હોય. છેલ્લે બસ, એક જ ફૂલ બાકી હોય. એ ખરેખર છેલ્લાં જ હોય. પણ શું એમની શોભા. ખરેખર એ ફૂલોના રાજા જ કહેવાય. મોટે ભાગે સફેદ હોય, ને ક્યાંક ગુલાબી ઝાડ જોવા મળી જાય.

નામ જરા વિચિત્ર ખરું – ડૉગવૂડ્સ ફ્લાવર્સ, પણ શું એમનું સૌંદર્ય. ચાર એકસરખી પાંદડીઓથી એક ચોરસ જેવો આકાર બને. એમની વિશિષ્ટતા તે આ આકાર. એટલાં બધાં સાથે ખીલ્યાં હોય કે ડાળીઓ ફૂલોથી ભરાઈ જાય, અને પાંદડાં પણ જાણે ફૂલોથી ઢંકાઈ ગયાં હોય.

ખલિલને ફૂલોનો કેટલો શોખ, ને ઋતુ ઋતુનાં ફૂલો જાણે. રેહાનાના ગરબાના કાર્યક્રમ માટે એણે ઘરમાં બધે ડૉગવૂડ્સ ફૂલોની ગોઠવણી કરાવડાવી હતી. સફેદ ખરાં, પણ વધારે ગુલાબી ડૉગવૂડ્સ મંગાવડાવેલાં – કારણકે બધી યુવતીઓ ગુલાબી રંગના જુદા જુદા શેડ્સ પહેરવાની હતી.

સચિનને નવાઈ લાગેલી, કે જૅકિની પાસે સરસ ગુલાબી રંગનું લાંબું સ્કર્ટ ક્યાંથી નીકળી આવ્યું હશે? સાથે મૅચિંગ બ્લાઉઝ તો હોય, પણ આછા ગુલાબી ફ્રેન્ચ શિફૉનનો દુપટ્ટો -ઝીણી કિનારવાળી ઓઢણી જ વળી- પહેલેથી હશે એની પાસે? જાણે એ જાણતી હતી કે આજના કાર્યક્રમ માટે આ જ રંગ નક્કી થશે! કે પછી એનો ઋતુ ઋતુનાં ફૂલોને મળતા રંગ પહેરવાનો શોખ કામમાં આવી ગયો હતો?

માર્શલ એમને ચારેયને આ પ્રસંગ માટે ગાડીમાં ન્યૂજર્સી લઈ જવાનો હતો. સચિનને ગાડી ભાડે કરવી ના પડી. અને પાપા તો જવા નહતા જ માગતા. કાર્યક્રમ તો દિવસ પૂરતો જ હતો, એટલે સાંજે એ એકલા પડવાના નહતા. જ્યૉર્જ વૉશિન્ગ્ટન બ્રિજ પર થઈને બધાં રેહાનાને ઘેર પહોંચ્યાં ત્યારે ખલિલ રાહ જ જોતો હતો. એનો ડૉગવૂડ્સનો આઇડિયા બધાંએ ઘણો વખાણ્યો. સચિને તો ખાસ. “તારું મગજ ક્યારેય નવરું પડે છે ખરું?”, એણે ખલિલની પીઠ થાબડતાં કહ્યું.

સૌથી વધારે ઉત્સાહ રૂહીને હતો. એનાં જીદ ને આગ્રહને લીધે જ આ કાર્યક્રમ નક્કી થયો હતો. ગુલાબી રંગનો નિર્ણય પણ એનો જ હતો. રેહાનાને તો એનો પ્રિય બદામી રંગ જ વધારે ગમ્યો હોત, પણ એણે નાની બહેનને એનું ધાર્યું કરવા દીધું. ઘરની નીચેના મોટા હૉલમાં ગરબા ચાલુ થઈ ગયા પછી તો વાતો થઈ શકે જ નહીં. અમુક મિત્રો ઉપર જતા રહ્યા.

ગરબામાં ઘણું ફર્યા પછી જરા શ્વાસ ખાવા, પાણી પીવા અંજલિ પણ ઉપર ગઈ. ત્યાં કોઈએ એને બોલાવી. એને તરત ઓળખાણ ના પડી, પણ પાસે દોલાને જોઈ ત્યારે ખ્યાલ આવ્યો કે એ દેવકી માશી હતાં. ‘ઓહો, કેટલાં વર્ષે જોયાં. કેવાં બદલાઈ ગયાં છે. પોતે પણ બદલાયેલી જ લાગી હશે ને એમને. પણ એ ઓળખી ગયાં.’  એ જ સાથે અંજલિને પોતાની મૉમ યાદ આવી ગઈ. ‘એ પણ આવી હશે અહીં?’ એણે આજુબાજુ જોયું.

દેવકી સમજી ગઈ. એણે કહ્યું, કે “કેતકી નથી આવી, પણ એણે તને અને સચિનને મળવા બોલાવ્યાં છે. હમણાં અમારી સાથે જ રહે છે, ને અમારું ઘર અહીંથી નજીકમાં જ છે. આવશો ને? દોલા લઈ આવશે તમને.”

અંજલિને મુંઝવણ થઈ, પણ એણે કહ્યું, “ભાઈ સાથે વાત કરીને કહું.”

“તું ને સચિન કેમ છો, બેટા? એ ને ખલિલ તો નાનપણથી જીગરી ફ્રેન્ડ્સ છે, એટલે સચિન અત્યારે બિઝી હશે, પણ બોલાવી લાવજે, મને એક વાર મળવા. ઘણા વખતથી જોયો નથી એને.”

‘મૉમની વાત આવે, કે એની યાદ પણ આવે, એટલે મારો જ વાંક લાગવા માંડે છે મને. એટલેકે ગિલ્ટી લાગવા માંડે છે. એવું શું કામ થાય છે? એના ને પાપાની જેમ કોઈ ગુનો મેં કર્યો નથી.’ વધારે કશું વિચારતાં પણ અંજલિ અટકી ગઈ.   ‘હાય રે, ફરી પાપાના, કે એમનાં બંનેના ગુનાની યાદ પણ કેમ આવે છે મનની અંદર?’

કઝીન સોનાના કહ્યે એણે થોડો વખત ક્યારેક કેતકીને ફોન કર્યા હતા. ખબર પૂછ્યા હતા, પોતે મઝામાં છે – એમ કહ્યા કર્યું હતું. એને હંમેશાં નિરાંત લાગે કે કેતકી ક્યારેય પૂછતી નહતી, કે ઘેર ક્યારે આવીશ? જાણે કેતકી ચૂપચાપ બધી સજા ભોગવવા, ને બધું સહન કરવા તૈયાર હતી. કે પછી એણે સુખી થવાની ઈચ્છા પણ છોડી દીધી હશે?

ભાઈને વળગીને રડવાનું મન થતું હતું અંજલિને. પણ અહીં ક્યાં એવી તક હતી?

એણે સચિનને શોધ્યો. એ, જૅકિ, ખલિલ અને રેહાના રાસમાં ફરતાં હતાં. આવડે તો એકલી રેહાનાને જ, પણ બધાં સાથે ભૂલો કરતાં, ને હસતાં જતાં હતાં. ત્યારે તો વાત થાય એમ જ નહતી. વળી, અંજલિએ જોયું તો માર્શલ એને શોધતો હતો. ‘સૉરિ, સૉરિ’ કરતી એ થોડી વાર માર્શલની સાથે ગાર્ડનમાં જતી રહી.

પણ સચિનની સાથે વાત તો અહીં જ કરી લેવી જોઈએ. ઘેર જઈને ફોન થઈ શકે, પણ પાપા સાંભળે તે રીતે આ વાત કરવી સારી નહતી. બધાં વિખેરાઈને જમવામાં પડ્યાં ત્યારે અંજલિ સચિનને પાછલા ગાર્ડનમાં લઈ ગઈ, અને એકાંતમાં દેવકી માશીએ કહેલી વાત કરી. “જઈશુંને, મૉમને મળવા, ભાઈ? જમીને નીકળીએ ત્યારે જઈ આવવું છે?”

સચિન જરા હબક ખાઈ ગયો હોય એમ તરત કશું બોલી ના શક્યો. થોડો વિચાર કર્યા પછી એણે કહ્યું, “ના સિસ, આજે નહીં. જૅકિને લઈને નથી જવું. એને મારે કોઈ રીતે અપસેટ નથી થવા દેવી. કાલના પ્રસંગમાં જૅકિ આવવાની નથી. જો એક વાર આપણે જવું જ હોય તો કાલ પર રાખીએ. તું દોલાને કહી દેજે. ને હમણાં પાપાને ના કહેતી.”

ખલિલ જમવા માટે સચિનની રાહ જોઈ રહ્યો હતો. એનું ગંભીર થયેલું મોઢું જોઈને ખલિલે ટેવ મુજબની મજાક ના કરી. “તું ને જૅકિ મારી ને રેહાનાની સાથે બેસવાનાં છો. ચાલ, જમી લઈએ”, એણે ફક્ત એટલું જ કહ્યું. એણે અનુમાન કરેલું, કે સચિનનાં મૉમને લગતી કોઈ વાત હશે. એને એ ય ખબર કે તક મળશે ત્યારે સચિન એને કહેશે જ.

ન્યૂયોર્ક શહેર પાછાં જતાં મોટરમાં અંજલિએ ખાત્રી કરવા માંડી કે સચિન કાલે કેતકીને મળવા આવશે જ. સચિનને અચકાટ હતો, અનિચ્છા હતી, આટલા વખત પછી મૉમની સામસામે થતાં એનું મન ઊપડતું નહતું. અંજલિએ ધીમેથી કહ્યું, “ભાઈ, આપણે બે સાથે હોઈશું, અને સાવ નજીકમાં હોઈશું. એક વાર જઈ આવીએ, મળી લઈએ. આપણે એટલું તો કરીએ મૉમ માટે, ભાઈ.”

માર્શલ અને જૅકિ ચૂપ રહીને સ્નેહ દર્શાવતાં હતાં. આ પ્રશ્ન ભાઈ-બહેન ઉકેલી લેશે. એ માટે બીજા કોઈની સલાહ કે દખલની જરૂર નહતી. જોકે એ સ્પષ્ટ હતું કે એક વાર માને મળવા જઈ આવવું જોઈએ. બહુ સમય ગયો; હવે વીતેલું તે પાછળ છોડવામાં જ સાર હતો.

અંજલિના કહેવામાં ડહાપણ હતું, સચિને કબૂલ કર્યું. “સારું, સિસ, કાલે થોડી વાર માટે આપણે જઈ આવીશું. તું દોલાને કહેજે કે આપણને લઈ જાય.”

માર્શલ હવે બોલ્યો, કે “હું જ તમને લઈ જઈશ. ખલિલને ત્યાં મળી લીધા પછી આન્ટીને ત્યાં હું તમને ઉતારીશ, ને રાહ પણ જોઈશ. તમે મળીને નીકળો એટલે તરત આપણે ખલિલને ત્યાં પાછાં જતાં રહીશું. કોઈને ખબર પણ નહીં પડે.”

“થૅન્ક્સ, માર્શલ, અંજલિ આંસુ રોકતાં ભાગ્યનો આભાર માનતી હતી, કે માર્શલ જેવો સમજુ યુવાન એની જિંદગીમાં હતો.

ઘેર જઈને સચિને પાપાને ફોન કરીને ખલિલના પ્રસંગની બધી વાત કરેલી. લાગે કે બહુ ઉત્સાહિત હતો, પણ કેટલો પ્રયત્ન કરવો પડેલો એ માટે, તે જૅકિ જોઈ શકતી હતી. પણ પાપાને નહતું જ જણાવવું કે આવતી કાલે એ અને અંજલિ મૉમને મળવા જવાનાં હતાં.

જૅકિ એને નીચે હડસન નદી પર ચાલવા લઈ ગઈ. સૂર્યાસ્તના આછા રંગ અને ધીમા પવનને લીધે સાંજ સરસ બની હતી. મોટાં વૃક્શની હાર પૂરી થાય તે પછી, એક ભાગમાં ફૂલો ઉગાડેલાં હતાં. ત્યાં વસંતમાં ચૅરિ બ્લૉસમ્સનાં ઝાડ ખીલી ઊઠે, ને મોડા ઉનાળામાં ડૉગવૂડ્સનાં. સફેદ અને ગુલાબી ડૉગવૂડ્સની પાસે થઈને ચાલતાં ખલિલે આ ફૂલોથી ઘરમાં કરેલી શોભા યાદ આવી. “એને શું આઇડિયા આવે છે હંમેશાં”, કહી બંને હસ્યાં.

સવારે સચિન વહેલો તૈયાર થઈને માર્શલ અને અંજલિની રાહ જોવા નીચે જતો રહ્યો. એને ચિંતા હતી, કે અંજલિ ઠીક હશે ને. ગઈ કાલે તો અંજલિ, અને એ પોતે પણ, જરા અજંપામાં જ હતાં.

અંજલિ સ્વસ્થ હતી. એણે સચિનને ચિંતા ના કરવા કહ્યું. “આપણે મૉમને મળવા જવાનાં છીએ, ભાઈ, એમાં ડરવાની કે ગભરાવાની ક્યાં જરૂર જ છે. અને તું ચિડાતો નહીં, પણ પછી મેં અને માર્શલે સાથે બેસીને પાપાને કહી દીધું હતું. સાંભળીને એ પણ ગભરાયા નહતા, બલ્કે તને એક મૅસૅજ આપ્યો છે. તે તું મૉમને આપી દેજે.”

ખલિલને મળી, જરૂર પ્રમાણે મદદ કરી, મહેમાનો આવવા માંડ્યાં એટલે અંજલિ અને સચિન માર્શલની સાથે કેતકીને મળવા નીકળી ગયાં. ઘર નજીકમાં જ હતું. બારણું કેતકીએ ખોલ્યું. “આ મૉમ હતી?”, અંજલિ અને સચિનને મનમાં થયું. કેવી સૂકાઈ ગઈ હતી. એમને જોઈને, “આવો બેટા” કહીને એ હસી ત્યારે પણ ચહેરા પર ઉદાસી રહેલી હતી. બંને સંકોચ પામતાં અંદર ગયાં. દોલાને જણાવ્યું નહતું એટલે એ અને દેવકી માશી હતાં નહીં. એ બંને કદાચ ખલિલને ઘેર જઈ રહ્યાં હશે.

કેતકીને થતું હતું કે જાણે બંને છોકરાં તરફ એ જોયા જ કરે. આંખોનાં ઝળઝળિયાંને લીધે બંનેનાં મોઢાં પહેલાં અસ્પષ્ટ હતાં. આ સચિન. કેવો ઊંચો અને દેખાવડો થઈ ગયો છે. એની આંખો આટલી બધી એના પાપાની આંખો જેવી હતી? કેટલાં વર્ષે જોયો એને. ને મારી નાનકડી દીકરી. એ ય કેટલી મોટી થઈ ગઈ. ને ખરેખર ડાહી. શું પહેર્યું છે? જાંબલી ને લીલું મૅચિંગ સરસ લાગે છે. હવે સાડી કોઈ પહેરતું  જ નહીં હોય?

અંજલિ કેતકીની નજરથી સભાન થઈ ગઈ હશે. એણે કહ્યું, “હવે યન્ગ કોઈ છોકરીઓ સાડી પહેરતી જ નથી.”

“ના, ના, આ સરસ લાગે છે. પણ મને એમ કે તને મારી સાડીઓ આપું.”

ખલિલને ત્યાં જમવાનું હતું, તેથી સચિન અને અંજલિ કશું ખાવા નહતાં માગતાં. વળી, થોડી જ વારમાં જવું પણ પડશે, એમણે કહ્યું.

કેતકીએ અચકાતાં કહ્યું, “એક વાર તમારા પાપાને મળવું છે. ઘેર નહીં તો ક્યાંક રૅસ્ટૉરાઁમાં, કોઈ પાર્કમાં. થોડી જ વાર માટે. એક વાર, બેટા, એમને જોઈ તો લઉં.”

એના અવાજમાં આજીજી હતી. અને એણે એમ કેમ કહ્યું, ‘એક વાર જોઈ તો લઉં?’ આવો વિચાર તો સચિનને તત્કાળ આવી ગયો, પણ એણે કહ્યું તો જે કહેવાનું હતું તે જ.

“મૉમ, પાપાએ કહેવડાવ્યું છે કે એમણે તને પૂરી માફ કરી દીધી છે. તારે પણ હવે માફી માગવાની નથી. પાપા સારા છે, આનંદમાં છે”, સચિન બોલ્યો.

કેતકી કશું કહેવા જતી હતી, એને અટકાવીને સચિને આગળ કહ્યું, “ઘણો સમય વહી ગયો, મૉમ. હવે રહેવા દે. પાપાના મનમાં હવે કોઈ ફરિયાદ નથી, પણ એ તને મળી શકે તેમ નથી. તું સારી રહે એમ ઈચ્છે છે.”

અંજલિ જતાં જતાં મૉમને જરા ભેટી, પણ સચિન એમ ના કરી શક્યો. કેતકીએ બંનેને એક એક બૉક્સ આપ્યા, ને કહ્યું, “તમને ભાવતા નારકોળના લાડુ છે. તમે ચારેય શોખથી ખાજો. દોલા પાસેથી તમારા ખબર મળે છે ક્યારેક મને.”

એટલેકે, સચિન ઝડપથી સમજી ગયો, કેતકીને જૅકિ અને માર્શલ વિષે જાણ હતી. સારું થયું કે એ સંયત રહી, ને કશું પૂછ્યું નહીં, ને એમને મળવા લાવવાનો આગ્રહ કર્યો નહીં. એ અકળાઈ જ ગયો હોત, તો તો.

અંજલિ પૂછતી હતી, “તને ખબર તો નહતી કે અમે આવવાનાં છીએ.”

“ખબર તો નહતી, પણ કદાચ આવો પણ ખરાં. એમ માનીને ગઈ કાલે જ લાડુ બનાવી રાખ્યા હતા. ગઈ કાલે ના આવ્યાં, પણ કદાચ આજે આવો. મેં આશા તો રાખી જ હતી.”

“ઓ મૉમ”, કહીને અંજલિ હવે કેતકીને જોરથી ભેટી.

પ્રકરણ:31

ન્યૂયોર્કમાં ઉનાળાના દિવસો બહુ સારા લાગે છે. ગરમી હોય, તડકો હોય, પણ સહેજ છાંયડામાં જાઓ કે તરત હવાનો ખૂબ આહ્લાદક સ્પર્શ ત્વચાને મળે. માણવા માટે કોઈ લોકો ક્યારેક બપોરે ખાસ બહાર નીકળે. જાણે ગરમી ને તડકાનો સાગર ઘૂઘવતો હોય, ને લોકો કોઈ પરપોટાની અંદર શીતળતા માણી શકતા હોય

સાંજ તો જાણે સરસ હોય. વાતાવરણમાં ઠંડક થઈ જાય, ને પાર્કમાં ચાલવા જાઓ તો બહુ આનંદદાયક લાગે. હું અને દિવાન ઘણી વાર જઈએ છીએ. સચિન અને જૅકિને તો રિવરસાઇડ પાર્ક નીચે છે, ને ત્યાંથી હડસન નદી બહુ સરસ દેખાય, પણ બંને તો ન્યૂયોર્કના વિખ્યાત એવા સેન્ટ્રલ પાર્કમાં પણ જાય

સચિન તો કહે, એકસો ચોરસ એકરનો આવો વિશિષ્ટ પાર્ક શહેરની વચમાં હોય, તે કોઈ આધુનિક ચમત્કાર કહેવાય. એમાં ઝાડપાન, ફૂલો, તળાવો, કેડીઓ તો છે , પણ બાળકો માટે પ્રાણીગૃહ, ક્રિકેટ રમાય તેવું ગ્રાઉંડ વગેરે પણ છે. વળી, ઉનાળામાં ક્યાંક નૃત્ય ને સંગીતના કાર્યક્રમ ચાલતા હોય, શિયાળામાં બરફ પર સ્કેટિંગ. ઉપરાંત, નાટક માટે થિયેટર, જાઝ મ્યૂઝિક માટે બૅન્ડશૅલ, ઑપૅરા માટે વિશાળ ચોગાન. કેટકેટલું છે સેન્ટ્રલ પાર્કની અંદર

બધા કાર્યક્રમો પાછા ફ્રી હોય, પાપા, એટલે લાઈનો પણ બહુ લાંબી હોય. ક્યારેક તો કલાકો પહેલાં જઈને લાઈનમાં ઊભાં રહો, ને છેલ્લે વારો ના યે આવે. ભઇ, તો ન્યૂયોર્ક શહેર છે. અહીં તો એનું ધાર્યું થાય!”,  

સચિન કહેતો હતો, કે ખલિલને ત્યાંના પ્રસંગોમાં બે દિવસ બહુ બિઝી ગયા. એના અવાજ પરથી જરા થાકેલો લાગેલો. ત્યારે જરા શાંતિ પામવા, અને આનંદ મેળવવા, અને જૅકિ સેન્ટ્રલ પાર્કમાં ફરવા ગયેલાં. એના એક ખૂણામાં નાનું કાફે છે. ત્રણ કે ચાર નાનાં ટેબલ છે, બસ. ત્યાં કૉફી પીવા બેઠાં, તો બાજુમાં ત્રણ યુવાનો ટ્રમ્પેટ, ફ્લુટ અને ડ્રમ પર જાઝ સંગીત વગાડતા હતા. એમની સહજ ટૅલન્ટ જોઈને ખુશ થઈ જવાયું, સચિને કહ્યું હતું

સચિનની બહુ ઈચ્છા હતી, ને મારી પણ હતી, કે લિરૉયને અને ક્લિફર્ડને જમવા બોલાવીએ. એણે ફોન કરીને પૂછી જોયું કે ક્યારે આવશે, અને જમવામાં શું ફાવશે. કદાચ ઇન્ડિયન ખાવાનું ના ભાવતું હોય. પણ બંનેને તો ભાવતું હતું, એટલે માલતીબહેન પાસે બધું બનાવડાવી લેવાશે. એમને અને અમને બધાંને લંચટાઇમે વધારે ફાવે તેમ હતું, તે સારું થયું. રીતે વધારે વખત સાથે રહી શકાય છે

અંજલિ અને માર્શલને બીજો પ્લાન હતો, એટલે બે બહાર હતાં. અમે પાંચ જણ હતાંલિરૉય, ક્લિફર્ડ, સચિન, જૅકિ અને હું. બહુ સારું રહ્યું. જાતજાતની વાતો થઈ. ખાસ કરીને ક્લિફર્ડ અને જૅકિની વચ્ચે. લિરૉય પણ હવે કેવી સરસ વાતો કરતો થઈ ગયો હતો. ઘણું વાંચતો થઈ ગયો હતો ને

તો સાથે એનો બૅન્જો લઈને આવેલો. જમ્યા પછી એની મેળે તાર પર સૂર વગાડવા લાગ્યો. થોડું કંઇક ગાયું પણ ખરું. શબ્દો બહુ ચોખ્ખા સંભળાય નહીં, એટલે લિરૉય પણ હસે ને અમે પણ હસીએ. પણ ટ્યૂન બહુ ગમ્યા. જાણે સાથે નાચવાનું મન થઈ જાય

ત્યારે લિરૉયે સમજાવ્યું, કે આને બ્લુગ્રાસ મ્યૂઝિક કહે છે. વિલિયમ મનરો નામના મ્યૂઝિશિયને, ૧૯૪૦ના દાયકામાં  સ્ટાઇલ શરૂ કરેલી. અત્યારે પણ લોકપ્રિય ગણાય. “અમેરિકાનું એક પ્રકારનું લોકસંગીત, એવી સાદી વ્યાખ્યા આપી શકાય”, લિરૉય બોલ્યો

પછી ક્લિફર્ડને શું સૂઝ્યું, તે એણે જૅકિને એક ફ્રેન્ચ ગીત ગાવા કહ્યું. જૅકિએ ના, ના, તો કર્યું, પણ પછી આગ્રહ કરવામાં લિરૉય પણ જોડાયો. જૅકિ સચિનની સામે જોઈ રહી, કેતું ના પાડ ને લોકોને’; પણ જબરો સચિન, એણે તો ઊલટું જૅકિને એક ગીત યાદ કરાવ્યું, કે ગા.

ઘણું શરમાતાં જૅકિએ કહ્યું, “સારું, ટ્રાય કરું છું.” ને પછી બહુ ધીમેથી, મધુરતાથી

      “ઝે વૂ કે ગાલેરેસ દેવિયેનાઁ લે મિયેનોંસ, ઝે વૂ ક્વોઁ આપ્રેને,

        તુ એસ મોઁ સૂરિરતુ એસ માઁ સૂરિર –”

સચિન પણ છેલ્લી લાઈનમાં જૅકિ સાથે જોડાયેલો. અર્થ સમજાવતાં એણે કહ્યું, “હું ઈચ્છું છું કે તારી તકલીફો મારી બને,

હું ઈચ્છું છું કે આપણે એકબીજાંને સમજીએ, તું મારું સ્મિત છે —.”

ક્લિફર્ડે કહ્યું, “કેવું સરસ પ્રેમનું ગીત છે! ફ્રેન્ચ ભાષા બહુ મીઠી છે, નહીં?”

જુદા જુદા દેશો અને પ્રદેશોમાં ફ્રેન્ચ ભાષા, બલ્કે કોઈ પણ ભાષા કેવી બદલાતી હોય છે, વિષે ક્લિફર્ડે થોડી વાત કરી. જેમકે, ફ્રેન્ચમાંથી અપભ્રંશ થઈને બનેલી ક્રેયોલ બોલી કરીબિયનમાંના કેટલાક ટાપુઓની મુખ્ય ભાષા છે, વગેરે. પરથી વાત ફંટાઈ, ને ક્લિફર્ડે હાર્લેમમાં આવેલા આફ્રિકનઅમેરિકન સાંસ્કૃતિક કેન્દ્રનો ઉલ્લેખ કર્યો

હાર્લેમ હૉસ્પિટલની સામે છે. નવું સરસ બિલ્ડિંગ છે. ભાગ જોઈને ખ્યાલ પણ ના આવે કે હાર્લેમ હશે. કેન્દ્રમાં એક મ્યૂઝિયમ પણ છે. ત્યાં સારાં પ્રદર્શન આવે છે. ક્રેયોલ બોલી અને તે તે સમાજ પરનું એક બહુ સરસ પ્રદર્શન મેં બેએક મહિના પહેલાં જોયેલું. સાથે અમુક સાંજે ત્યાનું મ્યુઝિક પણ હતું. આવતે મહિને વૅસ્ટર્ન ઇન્ડિયાના સીદી સમાજ વિષે એક પ્રદર્શન શરૂ થવાનું છે. મૂળ આફ્રિકાથી ઈન્ડિયા ગયેલા, અમુક બહાદુર સીદી કઈ રીતે આગેવાન બન્યા હતા, અથવા ત્યાંના રાજાઓના અંગત સલાહકાર બન્યા હતા, વગેરે બાબતો વિષે લખાણ અને ફોટા મૂકાશે. જોવા જવાનું મન હોય તો હું તમને લઈ જઈશ”, ક્લિફર્ડે સચિન અને જૅકિને કહ્યું

ઓહ, ચોક્કસ”, જૅકિ બોલી. “અમે જરૂર આવીશું, નહીં, સચિન? જઈશુંને? બહુ રસપ્રદ લાગે છે.”

આપણે બધાં જઈશું”, ક્લિફર્ડે કહ્યું. “તમે ગયા છો ત્યાં, ફાધર?”

લિરૉયે બહુ હસતાં હસતાં જવાબ આપ્યો. “માય સન, હાર્લેમના સારા કહેવાય તેવા કોઈ એરિયામાં અમે ગયા નથી. ખરું કે નહીં, માય મૅન?”, એણે મને પણ જવાબમાં સમાવી દીધો !  

પણ હું સંવાદ સાંભળીને સંતોષ પામતો હતો. ને મને થતું હતું, કે કેવી અજબગજબની વાતો લાગે છે જાણે. કશાની મને જાણ નથી, ને કશી વાતોમાં હું ભાગ પણ લઈ શકું નહીં. પણ છોકરાં કેટલાં હોંશિયાર છે, પોતાનાં ક્ષેત્ર ના હોય તોયે માહિતી હોય એમની પાસે, ને રસ પણ હોય.

ધાર્યું હતું તેમ લિરૉય અને ક્લિફર્ડ નિરાંતે બેઠા. કલાકો જાણે ક્યાંયે જતા રહ્યા. બંને ગયા ત્યાં દિવાનનો ફોન આવ્યો. પાંચેક વાગ્યે શર્માજીની પાસે જવાના હતા. એમણે મને પણ સાથે જવાનું કહ્યું. મેં સચિનને પૂછીને દિવાનને હા કહી દીધી

તમે તો મિત્રોમાં બહુ બિઝી રહો છો, હોં, પાપા”, સચિને મજાક કરી. હું જાણું, ને જાણે કે મારે બે ફ્રેન્ડ છે. ને ત્રીજો તે લિરૉય. બસ! પણ પૂરતા છે, ને બહુ નિરાંત લાગે છે મને એમની સાથે.

બેત્રણ દિવસ પછી મેં સચિનને ફોન કરીને મળવા બોલાવ્યો. પહેલાં તો ચિંતા કરવા લાગ્યો, “શું થયું, તબિયત ઠીક નથી, પાપા?” મેં ખાતરી આપી કે એવું કાંઈ નથી

સચિન જરા વહેલો આવી શક્યો, એટલે ઘણા દિવસે અમને સાથે ચ્હા પીવાનો સમય મળ્યો. માલતીબહેને મારે માટે હાંડવો બનાવી રાખેલો. કહે, કેભાઈ, સવારે ચ્હા સાથે લેવો ગમશે.” તો લો, તો બપોરની ચ્હા માટે કામમાં આવી જવાનો.

સચિનને તો મને શું થયું છે તે જાણવાની ઉતાવળ હતી

વાત એમ હતી, કે શર્માજી અને લોકેશશીલા ઈન્ડિયા જવાનાં હતાં. એમને માનિનીનાં અસ્થિ ગંગામાં પધરાવવાની ઈચ્છા હતી. હરદ્વાર જાય કે પ્રયાગરાજ, તે હજી વિચારણામાં હતું. લાગે છે કે દિલ્હીથી ટૅક્સી કરીને હરદ્વાર જવું સહેલું પડે. પછીથી ત્રણ બોધગયા જવાનું ધારતાં હતાં

બહુ સારો પ્લાન છે, સચિન. એટલેકે, શર્માજીએ મને એમની સાથે ઈન્ડિયા જવાનો ઘણો આગ્રહ કર્યો છે. એમ તો દિવાનને પણ કહ્યું છે. જોકે નહીં જાય. એમને ઈન્ડિયા જવાની હવે ઈચ્છા નથી —”

પણ પાપા, છેક ઈન્ડિયા તમે એકલા જાઓ તે —”

અરે, એકલા ક્યાં છે? ત્રણ જણની સાથે હું હોઈશ.”

પણ પાપા, તમને કંાઈ થયું. તબિયત ઠીક ના રહી —”

જો સચિન, આમ જુએ તો શર્માજીની તબિયત વધારે નાજુક છે. અને એમનાં લોકેશ અને શીલાને ખબર છે, એટલે બધી સગવડ અને સાવધાની રાખવાનાં. વળી, શર્માજી મારાથી થોડા મોટા છે. એમની સંભાળ હું રાખતો રહેવાનો

બાબા, મારું દિલ ઘણું ઘવાયેલું, અને નબળું પડેલું, પણ તારી કાળજીને લીધે હવે સ્વસ્થ છે, આનંદમાં છે. શર્માજીએ પણ આઘાત સહન કર્યા છેપત્નીને ગુમાવવાનો, પૌત્રીને ગુમાવવાનો. આઘાત હજી રુઝાયા નથી. મારી કંપની હશે, તો એકલા નહીં પડે, અને મન જોવાફરવામાં પરોવાતું જશે.”

સચિન હજી કોઈ બીજી દલીલ શોધતો હતો, ત્યારે મેં કહ્યું, “મને ઈન્ડિયા ગયે કેટલાં વર્ષો થયાં. તું દોઢ કે બે વર્ષનો હતો ત્યારે તને લઈને ગયેલાં. મારે ફરી શહેરમાં તો જવું નથી. એક વખત ત્યાં માબાપનું ઘર હતું, પણ તે તો ક્યારનું તારા નાના કાકાએ પચાવી પાડ્યું. ઈન્ડિયામાં મારા ભૂતકાળનો એક લિસોટો પણ નથી રહ્યો. પણ સંગાથ છે તો છેલ્લે એક વાર જઈ આવું. આવી તક ફરી મને ક્યાંથી મળવાની?”

વખતે મને લાગ્યું કે સચિન જાણે જરા ઝંખવાઈ ગયો હતો. ઓહ, કદાચ એણે વિચાર્યું પણ હોય કે જૅકિને પોંડિચેરી લઈ જાય ત્યારે મને પણ સાથે લઈ જશે. પછી અમે બધાં ચેન્નાઈ જઈશું. જોકે મારે ચેન્નાઈ હવે જવું નથી. પણ બિચારો પોતે કંઇક નક્કી કરે, ને મને વિચાર જણાવે તે પહેલાં શર્માજી સાથે ઈન્ડિયા જવાની વાત આવી, તેથી સચિનને જરા પસ્તાવો થતો લાગે છે. એના મનમાં કદાચ એમ પણ થતું હોય કે હવે મને કહે કેપાપા, મેં તમને અમારી સાથે લઈ જવાનું વિચારેલું ’, તો કદાચ હું એમ માની લઈશ કે હવે બનાવીને કહે છે.

સચિનનો બહુ જીવ બળતો લાગતો હતો. એને સાંત્વન મળે તે માટે મેં તરત કહ્યું, “તું નિરાશ ના થતો, બાબા. તું કહીશ ત્યાં હું જઈશ તારી સાથે. હજી બીજો ઘણો યે સમય આપણને સાથે ગાળવા મળવાનો છે.” મનમાં તો મને ખબર, અને કદાચ સચિનને પણ ખબર, કે કેટલો સમય છે તે કોઈ જાણી કે કહી ના શકે. છતાં, આશા તો બધાં રાખતાં હોય. એનાથી સાંત્વન પણ પામતાં હોય છે ને બધાં.  

સાથે મારા મનમાં વિચાર ચાલતા હતાઆવી સાવ જુદી, ભૂતકાળના જાણીતા કોઈ સંદર્ભો વગરની, જગ્યાઓએ હું નિરાંત પામીશ. ઈન્ડિયા જવાના વિચારે જે અચકાટ મેં વર્ષોથી અનુભવ્યો છે, તે જાણે હરદ્વાર અને બોધગયા જવાની શક્યતાથી ક્યાંયે અલોપ થઈ ગયો લાગે છે. હરદ્વારમાં ગંગા જેવી મહાનદી પાસે બેસવા મળશે. ભીડથી દૂર કોઈક શાંત તટ શોધી લેવો પડશે. અને બોધગયામાં બૌદ્ધ પ્રથા પ્રમાણેનું કૈંક ચિંતન, લોકેશ અને શીલાને કારણે, સાંભળવા અને સમજવા મળશે તો એનાથી મને મારાં બાકીનાં વર્ષોમાં સહાય થશે. મને તો મુસાફરીમાંથી શાંતિ મળશે , પણ શર્માજીને હું મદદરૂપ થઈ શકીશ, તે કારણે મનમાં ઘણો સંતોષ પણ થાય છે.  

મારા મનમાં આશાનો સંચાર થયો હતો. વીતેલાં વર્ષોની અધકચરી યાદોને પધરાવી દઉં કોઈ ધસમસતા પ્રવાહમાં, અને જાતે તણાઈ ગયા વગર, તટ પર રહીને હવે ઘડું થોડી પ્રફુલ્લ નવી યાદોબાકી રહેલા સમયને ટકાવવાને માટે

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment