“વાંસળી સાંભળીને આવ્યો છું….!” ~ જન્માષ્ટમી કાવ્ય ~ ભાવિન ગોપાણી

ટોપલીમાં તેજ લઈ નીકળી પડો,
પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે.
– મનોજ ખંડેરિયા
જન્માષ્ટમીની શુભકામના

શસ્ત્રો મળે એ આશયે ખોદ્યું મેં કુરુક્ષેત્ર,
સદભાગ્ય મારું કે મને ત્યાં વાંસળી મળી

પ્રતિમા પ્રભુની જો ઉપલબ્ધ ના હોય,
મૂકો મોરપીંછુ કોઈ વાંસળી પર,

છું બરફ, ઓગળીને આવ્યો છું
આજે એને મળીને આવ્યો છું

જાણતો કંઈ નથી ગીતા વિષે
વાંસળી સાંભળીને આવ્યો છું

સમગ્ર રૂપના દર્શન સુધી હવે લઈ જા,
લે ઝાલી આંગળી પીંછાની બ્હાર કાઢ મને
– ભાવિન ગોપાણી
જય શ્રી કૃષ્ણ


