ચૂંટેલા શેર ~ ગઝલસંગ્રહઃ પહેલી સવાર છે ~ પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

ગમાં ચહલપહલ બધીયે બરકરાર છે
મારા મર્યા પછીની આ પહેલી સવાર છે
*
વે પાછી વળી મારી તરફ ક્યારેય નહીં આવે
તમારી સાથે મારી સૌ ખુશીઓને વળાવી છે
*
રી શકો તો કરી બતાવો
ને કોરી આંખે રડી બતાવો
*
દી ઘરમાંથી ને કદી ઝાડીમાંથી
ખબર નહિ ક્યાં ક્યાંથી મળેલો દુપટ્ટો
*
ચાલો ઊડો, ઊડો હવે એ બંધ થયું રટણ
પાંખો કપાઈ ગ્યા પછી રાહત ઘણીય છે
*
તારી તરફના દ્વેષનો વિલય થયા પછી
હું મન, વચન ને કર્મથી લાવાવિહીન થયો
*
છો ધ્વસ્ત તું કરે છતાં એ શક્તિ આપજે
ચણતર કરી શકું ફરી તૂટેલી જાતનું
*
સ્વીકારી મૌન મેં અહીંયા સભાની લાજ રાખી છે
રહસ્યો હોઠમાં દાબી ઘણાંની લાજ રાખી છે
*
બાંધો ભલેને ધારણા, આરોપ પણ મૂકો
આપીશ નહિ ખુલાસા, હું તો થઈ ગઈ છું પર
*
છો બહાર થઈ જવું પડે ગાયકના વૃંદથી
ખોટા સૂરો ગવાય તો ઝીલી શકાશે નહીં
*
ધારીને આજે જાતને જ્યાં જોઈ દર્પણે
આવી ગઈ મને જરા મારી દયા પછી
*
મારાં હૃદયની વાત ફક્ત એને હું કહી શકીશ
અડધી મૂક્યા વિના જે પૂરી સાંભળી શકે
*
ઘરું થયું છે એને ઊંચકીને ચાલવાનું
બેવડ વળી ગયા પણ મૂકી શક્યા ન થેલા
*
ક્રંદ જેવું કેમ છે કલરવના સ્થાન પર?
પંખીઓ છૂપા પારધી ભાળી ગયા કે શું?
*
લમ ગોઠવાઈ ગઈ ટેરવામાં
હું તાબે છું એના એ જે પણ લખાવે
*
ધું જાણી, જોઈ, અનુભવ કરીને
મેં રખડીને આખર સ્વીકારી પલાંઠી
*
વી સલામતી તો બીજે ક્યાં મળે ભલા!
ઓવારી જઈને મેશનું ટપકું કરે છે મા
*
સારું થયું કે થવાયું છે બાગી
નહિ તો આ દુનિયા ઈશારે નચાવત
*
છું આઘાતની એવી ઘેરી દશામાં
છતાં કોઈ પૂછે તો કહું છું મજામાં

~ પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
~ ગઝલસંગ્રહઃ પહેલી સવાર છે
~ પ્રકાશકઃ નવસર્જન પબ્લિકેશન
202, પૅલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ – 380009.
~  ફોનઃ 079 26583787

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments

  1. સવ ખૂબ સુંદર શેર, અભિનંદન પૂર્વીબેન અને હિતેનભાઈ.