|

કૃતિ-6 (છમાંથી) ~ ફરીથી પાછા નવેસરથી (ગીત) ~ મ્યુઝિક આલબમ “મળીએ તો કેવું સારું”

આલબમ: “ મળીએ તો કેવું સારું”

કૃતિ-૬: ગીત
ફરીથી પાછા નવેસરથી

~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ
~
સ્વરકારસ્વરસંકલનઃ અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ

ફરીથી પાછા નવેસરથી
જો મળીએ તો કેવું સારું
ફરીથી પાછા હું ને તું
હસી લઈએ તો કેવું સારું

ઊઘડું ઊઘડું કરતું આકાશે
અજવાળું ઘેરું ઘેરું
તોય આંખ તો કહ્યા કરે
કે હું અંધારું પ્હેરું પ્હેરું
લઈને હોડી સપનાની
તરીએ તો કેવું સારું
-ફરીથી પાછા હું ને તું …

ઝાકળભીની હવા પીગળે,
હુંફાળી સવારે,
ફૂટે ટેરવાં તડકાને,
પહોંચે શ્વાસોને દ્વારે
સ્પર્શોની પાંદડીએ સાજન,
ઊગીએ તો કેવું સારું!
-ફરીથી પાછા હું ને તું …

(આ સાથે છ ગીતોનું મ્યુઝિક આલબમ “મળીએ તો કેવું સારું” સંપન્ન થાય છે.)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments

  1. ગુજરાતી સાહિત્ય રસીકો ને ગુજરાતી ગઝલો
    ખુબ વ્હાલી હોયછે એમાં પણ આપે જે સુંદર
    ગઝલો વીડિઓ સ્વરૂપે આપીછે એ બધીજ
    ગઝલો ખુબ અર્થસભર છે ને આ આપની એક
    પ્રકારે સેવા જ કહી શકાય
    ખુબ ધન્યવાદ
    કે બી

  2. Excellent lyrics, composing, and above all, the singing and accompanying music. I know how versatile and creative Asimbhai is and that is revealed in each stanza..The perfect surilapan and melodious voice add to the overall listening pleasure.

    .Heartiest congratulations and best wulishes as always…
    Abhijit D.Pathak