|

કૃતિ-3 (છમાંથી) ~ સંબંધો બધાયે ભલે કાચ જેવા (ગઝલ) ~ મ્યુઝિક આલબમ “મળીએ તો કેવું સારું”

આલબમ: “ મળીએ તો કેવું સારું”

કૃતિ-૩: ગઝલ
સંબંધો બધાયે ભલે કાચ જેવા

~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ
~
સ્વરકાર-સંકલનઃ અસીમ મહેતા
~ સ્વર: હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ
~ સંગીત નિયોજનઃ રાઘવ દવે

Lyrics:
સંબંધો બધાયે ભલે કાચ જેવા
અમેયે સતીના છીએ શ્વાસ જેવા

વસંતો વિચારો બનીને છો આવે
અમે બારમાસી સુક્કા વાંસ જેવા

મથ્યાં ખૂબ તોયે જુએ ના એ સામે
અમે અંધ સામે થતા નાચ જેવા

છે “ભગ્ન” છતાંયે શું રૂઆબ એનો
હો રાજાના તૂટ્યા કોઈ તાજ જેવા

***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. વાહ સુંદર ગઝલ , સુંદર કોમ્પોઝિશન અને મીઠો સ્વર સુ મધુર કોમ્બિનેશન !