ગીત-૨ (છમાંથી) ~ એવું પણ એક ઘર હો ~ મ્યુઝિક આલબમ “મળીએ તો કેવું સારું”

આલબમ: “ મળીએ તો કેવું સારું”

ગીત-૨:
એવું પણ એક ઘર હો

~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~
કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ
~
સ્વરકાર-સ્વર: માધ્વી મહેતા
~ સંગીત સંકલનઃ અસીમ મહેતા

Lyrics:
એવું પણ એક ઘર હો,
જેની ફૂલો મઢેલી છત હો
સેજ સજાવી તારાની હું,
વાંચતી તારો જ ખત હો
…. એવું પણ એક ઘર હો….!

આભ ઝળુંબે શમણાંનું
ને માથે સૂરજનું સત હો
પણ રહે અમાસી રાત સદા
બસ, એ જ એક  શરત હો
…એવું પણ એક ઘર હો..!

સમયના પરપોટામાં ડૂબી
આપણ એવા તે મસ્ત હો
સંગે જીવવું ને સંગે મરવું,
આખો ભવ એક રમત હો
….એવું પણ એક ઘર હો..
***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.