“ફ્યુનરલ-વિષાદ…!” ~ કવિઃ W. H. Auden ~ અનુવાદઃ જયશ્રી વિનુ મરચંટ

( કવિ પરિચયઃ W. H. Auden – (February 21, 1907 – September 29, 1973) – ઑડેન બ્રિટિશ-અમેરિકન કવિ હતા. ઑડેનની કવિતા તેની શૈલીયુક્ત અને તકનીકી સિદ્ધિ, રાજકારણ, નૈતિકતા, પ્રેમ અને ધર્મ સાથેની તેની સંલગ્નતા અને સ્વર, સ્વરૂપ અને સામગ્રીમાં તેની વિવિધતા માટે જાણીતી છે. તેમની કેટલીક જાણીતી કવિતાઓ પ્રેમ વિશે છે, જેમ કે “ફ્યુનરલ બ્લૂઝ”; રાજકીય અને સામાજિક વિષયો પર, જેમ કે “સપ્ટેમ્બર 1, 1939” અને “ધ શીલ્ડ ઓફ એચિલીસ”; સાંસ્કૃતિક અને મનોવૈજ્ઞાનિક વિષયો પર, જેમ કે “ચિંતાનો યુગ;” અને ધાર્મિક વિષયો પર, જેમ કે “ફૉર ધ ટાઈમ બીઈંગ” અને “હોરા કેનોનિકે”. ઓડેનનો જન્મ યોર્ક, ઈંગ્લેન્ડમાં થયો હતો અને બર્મિંગહામમાં એક વ્યાવસાયિક મધ્યમ-વર્ગના પરિવારમાં ઉછર્યો હતા. તેમણે વિવિધ અંગ્રેજી સ્વતંત્ર (અથવા જાહેર) શાળાઓમાં હાજરી આપી અને ક્રાઈસ્ટ ચર્ચ, ઓક્સફોર્ડમાં અંગ્રેજીનો અભ્યાસ કર્યો. 1928-29માં બર્લિનમાં થોડા મહિનાઓ પછી, તેમણે બ્રિટિશ ખાનગી પ્રિપેરેટરી સ્કૂલોમાં ભણવામાં પાંચ વર્ષ (1930-1935) ગાળ્યા. 1939 માં, તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ ગયા; તેઓ 1946માં બ્રિટિશ નાગરિકત્વ જાળવીને અમેરિકન નાગરિક બન્યા હતા. ઓડેને અમેરિકન યુનિવર્સિટીઓમાં 1941 થી 1945 સુધી ભણાવ્યું, ત્યારબાદ 1950 ના દાયકામાં પ્રસંગોપાત મુલાકાતી પ્રોફેસરશીપ આપવામાં આવી.
ઓડેન 1930માં તેમની કવિતાના પ્રથમ પુસ્તક દ્વારા વ્યાપક લોકોના ધ્યાન પર આવ્યા હતા. 1935 અને 1938 ની વચ્ચે ક્રિસ્ટોફર ઈશરવુડ સાથે મળીને લખાયેલા એમનાં ત્રણ નાટકોએ ડાબેરી રાજકીય લેખક તરીકે તેમની પ્રતિષ્ઠા ઊભી કરી. આ પ્રતિષ્ઠાથી બચવા માટે ઓડેન આંશિક રીતે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા, અને 1940ના દાયકામાં તેમનું કાર્ય, જેમાં લાંબી કવિતાઓ “ફૉર ધ ટાઈમ બીઇંગ” અને “ધ સી એન્ડ ધ મિરર”, ધાર્મિક વિષયો પર કેન્દ્રિત હતી. તેમને તેમની 1947ની લાંબી કવિતા “ધ એજ ઓફ એન્ઝાઈટી” માટે પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જેનું શીર્ષક જ આધુનિક યુગનું વર્ણન કરતું એક લોકપ્રિય વાક્ય બની ગયું હતું. 1956 થી 1961 સુધી, તેઓ ઓક્સફોર્ડ ખાતે કવિતાના પ્રોફેસર હતા; તેમના પ્રવચનો વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીમાં લોકપ્રિય હતા.
ઓડેન સાહિત્યિક, રાજકીય, મનોવૈજ્ઞાનિક અને ધાર્મિક વિષયો પરના ગદ્ય નિબંધો અને સમીક્ષાઓના પ્રબળ લેખક હતા, અને તેમણે દસ્તાવેજી ફિલ્મો, કાવ્યાત્મક નાટકો અને પ્રદર્શનના અન્ય સ્વરૂપો પર વિવિધ સમયે કામ કર્યું હતું. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન તેઓ વિવાદાસ્પદ અને પ્રભાવશાળી બંને રીતે લોકપ્રિય રહ્યા હતા. તેમના મૃત્યુ પછી, તેમની કવિતાઓ ફિલ્મો, પ્રસારણ અને લોકપ્રિય માધ્યમો દ્વારા વધુ વ્યાપક લોકો માટે જાણીતી બની.)
“ફ્યુનરલ -વિષાદ ..!.”
સ્થગિત કરી દો બધી ઘડિયાળો
કાપી નાખો ટેલિફોનનાં બધાં જ વાયરો
ફેંકો રસવાળા હાડકાના ટૂકડાને રસ્તા પર,
ને અટકાવો સહુ અવિરત ભસતા કૂતરાને..!
પિયાનોને શાંત કરો અને
હવે ‘મફલ્ડ ડ્રમ’ સાથે શબપેટી બહાર લાવવાનો સમય થઈ ગયો છે
હવે આવવા દો અંદર સહુ વિલાપ કરનારાઓને….!
“તે મરી ગયો છે…” એવો સંદેશ આકાશમાં ચિતરતા વિમાનને
માથા પર અમથા ઘૂમીઘૂમીને ઠાલો વિલાપ કરવા દો
જાહેર કબૂતરની સફેદ ગરદનની આસપાસ “ક્રેપ” ધનુષ** મૂકો,
ટ્રાફિક પોલીસકર્મીઓને કાળા સુતરાઉ મોજા પહેરવા દો.
તે મારો ઉત્તર, મારો દક્ષિણ, મારો પૂર્વ અને પશ્ચિમ,
મારો કાર્યકારી સપ્તાહ અને રવિવારનો આરામ,
મારી બપોર, મારી મધ્યરાત્રિ, મારી વાત, મારું ગીત — બધું જ…..!
મેં વિચાર્યું હતું કે “પ્રેમ કાયમ રહેશેઃ” પણ હું ખોટો હતો.
સિતારાઓની હવે કોઈ જરૂર નથી;
બુઝાવી દો હવે બધા સિતારા..!
ચાંદાને એક કોથળીમાં સાચવીને મૂકી દો,
છૂટા પાડી દો સહુ કળ-પૂર્જા સૂર્યના અને તોડીફોડી નાખો સૂર્યને…
ને આ સમંદરને ક્યાંક જઈ ઢોળી આવો
અને અરણ્યોને વાળીઝૂડીને સાફ કરી દો…!
કારણ, મારા માટે આ બધાંનો કોઈ ઉપયોગ હવે રહ્યો નથી..!
(W. H. Auden’ Poem “Funeral Blues” )
(** ઈસાઈ ધર્મમાં ફ્યુનરલની વિધી કરાવતી વખતે પ્રીસ્ટ કે વક્તા “Put Crepe Bows round the white necks of the Public Doves” કહે છે. W.H. ઑડેન દ્વારા “ફ્યૂનરલ બ્લૂઝ” ની પ્રથમ કડીમાં ઉલ્લેખિત “જાહેર કબૂતર”. એ એક રૂપક છે જેનો ઉપયોગ નુકસાન અને દુઃખની ભાવના વ્યક્ત કરવા માટે થાય છે. આ કવિતા કોઈ પ્રિય વ્યક્તિને ગુમાવવા માટે એક વિલાપ છે, અને “જાહેર કબૂતર” એ સહિયારા દુઃખ અને શોકનું પ્રતીક છે જે વક્તા અનુભવે છે. તેઓ વાસ્તવિક કબૂતર અથવા કબૂતરો નથી, પરંતુ વક્તાની ખોટ અને અલગતાની લાગણીનું પ્રતીક છે. ક્રેપ ધનુષ એટલે કહેવાય છે કે સંબંધો અને શરીરને ક્રેપ કાપડના બનાવેલા ધનુષ જોડે સરખાવીને, એને છેલ્લી મુસાફરી માટે મુક્ત કરવાના પ્રતીક તરીકે આ વાક્યાંશનો ઉપયોગ કરવામાં આવે છે.)