ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે ~ શાયર: ખલીલ ધનતેજવી ~ સ્વરકાર/ગાયક: આલાપ દેસાઈ ~ YouTube Video
ગઝલ
ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે,
ઝેર તો હું પી ગયો,
આ બધાને એ જ વાંધો છે
કે હું જીવી ગયો.
હું કોઈ નું દિલ નથી,
દર્પણ નથી, સપનું નથી,
તો પછી સમજાવ કે હું
શી રીતે તૂટી ગયો.
કંઈક વખત એવું બન્યું કે
છેક અંતિમ શ્વાસ પર,
મોત ને વાતોમાં વળગાડીને
હું સરકી ગયો.
માછલીએ ભરસભામાં
ચીસ પાડીને કહ્યું,
તે મને વીંધી છે,
મારી આંખ તું ચૂકી ગયો.
જેને માટે મેં ખલીલ
આખી ગઝલ માંડી હતી,
એ જ આખી વાત કહેવાનું
તો હું ભૂલી ગયો.
~ શાયર: ખલીલ ધનતેજવી
~ સ્વરકાર/ગાયક: આલાપ દેસાઈ
નોંધ: મોબાઈલ સ્ક્રીન પર વાંચવામાં સરળતા રહે એ માટે પંક્તિઓના ટુકડા પાડ્યા છે.