પ્રકરણ:47 ~નિવૃત્તિ લેવાનો નિર્ણય ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી

સીએફઓનું મિશન એક હાથે સિદ્ધ નથી થતું. એ માટે હું બધા જ કર્મચારીઓને જવાબદાર ગણું છું. એમાંય ઉચ્ચ અધિકારીઓને તો ખાસ. એટલા માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓને રજા આપવાની જવાબદારી મેં મારી પોતાની રાખી. ખાસ કરીને ટેક્સ સ્કેન્ડલ પછી ટેક્સ ડિપાર્ટમેન્ટ અને એના રિયલ એસ્ટેટ સેક્શનના બધા જ ઉચ્ચ અધિકારીઓને એકસાથે જે દિવસે સ્કેન્ડલ બહાર પડ્યું તે જ દિવસે રજા આપી.

જે કેટલાકને મેં ફાયર કર્યા તેમને મેં પોતે જ હાયર કરેલા. એમની આંખ નીચે આવડું મોટું સ્કેન્ડલ થયું એનું પરિણામ એમણે ભોગવવું જ પડે. આ બાબતમાં મેં મારી જાતને પણ બાકાત નહોતી રાખી.

જેવું સ્કેન્ડલ બહાર પડ્યું કે તરત જ મેં એની જવાબદારી સ્વીકારી લીધી, અને મેયર અને કાઉન્સિલને મારું રાજીનામું આપવાની તૈયારી બતાવી.

બીજી અગત્યની વાત એ હતી કે દરેક કર્મચારીને, ખાસ કરીને ઉચ્ચ અધિકારીઓને બરાબર ખબર હતી કે એમની જવાબદારી શું હતી, એમણે શું કરવાનું હતું, અને જો એ ન થાય તો શું પરિણામ આવે.

જો ડિસ્ટ્રિકટને ઓડિટર પાસેથી “ક્લીન ઓડિટ”નું સર્ટીફીકેટ ન મળે તો કમ્પ્ટ્રોલરને રાજીનામું આપવું પડશે, તે સ્પષ્ટ હતું. તેવી જ રીતે વોલ સ્ટ્રીટમાં અમારુ રેટિંગ ઘટ્યું તો તે બાબતમાં ટ્રેઝરરે જવાબ આપવો પડશે. જો અમારું બજેટ બેલેન્સ ન થયું તો બજેટ ડાયરેકટરે એ બાબતની જવાબદારી સ્વીકારવી પડશે અને એનું પરિણામ ભોગવવું પડશે. આ બધી જવાબદારી સ્પષ્ટ હતી.

હું અમારી મિટિંગોમાં વારંવાર ભાર મૂકીને એ વાત સમજાવતો. એ મુજબ મેયર, કાઉન્સિલ મેમ્બર્સ, કોંગ્રેસ, રેટિંગ એજન્સીઓ, છાપાંઓ વગેરેને ઓવર સ્પેન્ડીંગની, ઓવર બોરોઇંગની, ડિસ્ટ્રિકટની ઇકોનોમીની મુશ્કેલીઓની નિયમિત જાણ કરીને હું ચેતવતો.

ઑફિસમાં કે બહાર મેં ટ્રાન્સપેરન્સી રાખી હતી – છુપાવવાની વાત જ નહીં. એ જ પ્રમાણે કોઈ સુષ્ઠુ સુષ્ઠુ “સ્યુગર કોટિંગ” પણ નહીં કરવાનું.

“Bad news first and fast” એ ન્યાયે કોઈ પણ નાની મોટી મુશ્કેલી આવી રહી હોય તેની જાણ થવી જ જોઈએ જેથી એનો નિકાલ કરવાના પ્રયત્નો કરી શકાય.

ટ્રાન્સપેરન્સીની આ પ્રેક્ટિસને કારણે મારી એક સ્પષ્ટવક્તા તરીકેની ક્રેડિબિલીટી બંધાઈ ગઈ.

No April Fools Here: Why Being Transparent in Business is Beneficial - Focal Point

લોકોને ખાતરી હતી કે ધાર્યા મુજબ જો કંઇ ન થયું તો તે બાબતનું જે કોઈ આકરું પગલું ભરવાની વાત મેં કરી હતી તે ભરાશે જ.

મને ઘણી વાર પૂછવામાં આવે છે કે ડિસ્ટ્રીકટની નાણાંકીય પરિસ્થિતિમાં જે ધરખમ ફેરફાર થયા એ કેવી રીતે થયા? એની પાછળ શું કીમિયો હતો? એ ક્યાં પ્રકારનો જાદુ હતો?

હા, જન્ક બોન્ડના સ્ટેટસમાંથી AA and AAA સુધીના બોન્ડ રેટિંગ પર આટલી ઝડપથી પહોંચવું એ અમેરિકન મ્યુનિસિપલ ફાઈનાન્સ ક્ષેત્રે ખરેખર જ અસાધારણ ઘટના હતી. પણ એની પાછળ કોઈ જાદુ કે કીમિયો નહોતો. ખરું પૂછો તો એ કોમન સેન્સની વાત હતી.

જેટલી આવક હોય તેટલું જ ખર્ચવું, રેવન્યુ એસ્ટીમેશન સંભાળીને કન્ઝર્વેટીવ થઈને કરવું, બોરોઇંગ પણ સંભાળીને કરવું કે જેથી એ બાબતનું વ્યાજ નિયમિત ભરી શકાય, ઈમરજન્સીમાં બહુ મુશ્કેલી વગર સિટી મેનેજ કરી શકાય તે માટે સારા પ્રમાણમાં રિઝર્વ રાખવું, પંચવર્ષીય બેલેન્સ્ડ બજેટ બનાવવા – વગેરે નીતિનિયમોમાં કશું નવું નથી, કે નથી કોઈ જાદુ. એ બધું તો દીવા જેવું ચોખ્ખું છે.

Financial Discipline - How to avoid impulsive spending - InvestSmall

આ નીતિનિયમો જો જૂના અને કોમન સેન્સ જેવા સરળ અને સીધા છે, જો દીવા જેવા ચોખ્ખા છે તો પછી ડિસ્ટ્રિકટનું ફંડ બેલેન્સ $500 મિલિયન જેટલી જબ્બર ખાધમાં કેમ ગયું હતું? શા માટે વોલ સ્ટ્રીટ અને બીજે બધે એની આબરૂના કાંકરા થયા હતા?

પ્રશ્ન અહીં નીતિનિયમોનો નથી, એમના પાલનનો છે, એમને અમલમાં મૂકવાનો છે. ડિસ્ટ્રીકટના પોલિટિશીયનો, બધા પોલિટિશીયનોની જેમ બજેટીંગના આ સાદા અને સરળ નિયમો સમજવા છતાં, એમને અમલ મૂકવા તૈયાર નહોતા.

બજેટ બેલેન્સ કરવું હોય તો ગમે તેમ ખર્ચો ન થાય તે વાત લોકોને કહેવા એ તૈયાર નહોતા. લોકોને ગમતો હોય તે પ્રોજેક્ટ નહીં થઈ શકે એવી સ્પષ્ટ વાત કરવી અઘરી છે. એનાથીય વધુ અઘરી વાત છે જરૂર પડે ત્યારે ટેક્સ વધારવાની. જો ખર્ચો કરવો છે પણ એને જરૂરી આવક ઊભી કરવા માટે ટેક્સ વધારવો નથી, તો પરિણામે ખાધ આવે એમાં કશું નવું નથી.

આનો અર્થ એવો નથી કે જે ખર્ચ કરવાનો છે તે અયોગ્ય છે કે જરૂરી નથી, પણ જો એને પૂરતી આવક ન હોય તો એ ખર્ચ ન જ થઈ શકે એ કડવી વાત કોણ કહે?

આ વાત કહેવાથી પતતું નથી, પણ એને અમલમાં કોણ મૂકે? ડિસ્ટ્રીકટમાં આ કડવું કામ સીએફઓને માથે હતું. તે મેં મારી સમજ મુજબ કર્યું. તે માટે સીએફઓ પાસે પોતાના મિશન માટેની સ્પષ્ટ સમજ તો હોવી જરૂરી છે જ, પણ સાથે સાથે એનો અમલ કરવાની હિંમત પણ હોવી જોઈએ.

5 CFO skills that will help finance leaders meet today's new challenges

લોકોને ગમતા કોઈ પ્રોજેક્ટ માટે ખર્ચો કરવાની ના પાડો એ કડવી વાત પોલિટિશીયનોને ગમવાની નથી. એ તો લોકોને પ્રોમિસ આપીને બેઠા છે, તેમને તો ચૂંટાવું છે. એ બધા તો તમારે માથે માછલાં ધોવાના છે, તમારો હુરિયો બોલાવવાના છે.

હોસ્પિટલ જેવી લોકોની અત્યંત જરૂરિયાતનાપ્રોજેક્ટની પૈસાના અભાવે ના પાડો તો પણ લોકો તમારો જ વાંક કાઢવાના છે. પોલિટિશીયનો તો એમ જ કહેવાના છે કે અમારે તો હોસ્પિટલ ચાલુ રાખવી છે, આ દુષ્ટ સી.એફ.ઓ. આડે આવે છે!

1997-2013 સુધીના મારા ડિસ્ટ્રીકટના ટેન્યર દરમિયાન તેની આર્થિક અને નાણાંકીય પરિસ્થિતિમાં ધરખમ ફેરફાર થયા. તેમાં મેં જે કાંઈ નાનો મોટો ભાગ ભજવ્યો એ મારા પ્રોફેશનલ જીવનની મોટી ધન્યતા હતી. ડિસ્ટ્રીકટની આવી અસાધારણ નાણાંકીય સદ્ધરતા પ્રાપ્ત કરવામાં કન્ટ્રોલ બોર્ડ, મેયર્સ, કાઉન્સિલ, વગેરેનો હિસ્સો જરૂર મોટો.

ટેક્સ કમિશ્નર (1997-2000) અને પછી સીએફઓ (2000-2014) તરીકે મેં પણ અગત્યનો ભાગ ભજવ્યો. પરંતુ એ હોદ્દાઓમાં મને મારા વફાદાર, કુશળ અને શક્તિશાળી સ્ટાફની ખૂબ મદદ મળી. હું તો ત્યાં સુધી કહીશ કે એ સ્ટાફ વગર મેં જે કાંઈ કર્યું તે ન જ કરી શક્યો હોત.

Team Thank You, Employee Appreciation Card, Corporate Thank You, Employee Recognition, Greeting Card, Instant Download - Etsy

છતાં સીએફઓ ઑફિસના હેડ તરીકે હોળીના નાળિયેરનું જેમ થાય છે તેમ જ્યારે જ્યારે ડિસ્ટ્રીકટના ફાઈનાન્સની વાત થતી, ત્યારે મારું નામ આગળ ધરાતું.

કોઈનું રિયલ પ્રોપર્ટી અસેસમેન્ટ બરાબર ન થયું, કોઈને ટેક્સ રિફંડ ટાઈમસર ન મળ્યું, કોઈનો પે રોલ ચેક ગુમ થઈ ગયો એવા સામાન્ય પ્રશ્નોથી માંડીને ડિસ્ટ્રીકટના ફંડ બેલેન્સની સિલક વધી કે ઘટી, સરપ્લસ થયું કે નહીં, સ્ટેડિયમ બંધાશે કે નહીં, હોસ્પિટલ બંધ થશે કે ચાલુ રહેશે એવા મોટા પ્રશ્નો સુધી આંગળી સીએફઓ તરફ જ ચીંધાતી.

સીએફઓના હાથમાં જો ડિસ્ટ્રીકટના ફાઈનાન્સની બાબતમાં અસાધારણ સત્તા હોય, તો તેને માથે એને અનુરૂપ જવાબદારી હોય એમાં નવાઈ શી? એટલે જ કદાચ વોશિંગ્ટનનોનિયન મેગેઝિને મને “Dr. No” તરીકે નવાજ્યો.

https://www.washingtonian.com/2005/09/01/dr-no-the-districts-natwar-gandhi/

1995માં ડિસ્ટ્રીકટના ફંડ બેલેન્સમાં $530 મિલિયનની જો ખાધ હતી તે 2013માં તે સિલક થઈ અને $1.7 બિલિયન સુધી પહોંચી! જે લોકોએ 1990ના દાયકામાં ડિસ્ટ્રીકટની વણસેલી નાણાંકીય પરિસ્થિતિના અત્યંત કઠિન દિવસો જોયા છે, તેમને માટે જાણે કે આ સોનાનો સૂરજ ઊગ્યો હતો. કોંગ્રેસમાં આ જબ્બરદસ્ત ફેરફારની ખાસ નોંધ લેવાઈ.

સેનેટ અપ્રોપ્રિએશન સબકમિટીના ચેરમેન મેરી લેન્ડરોએ ડિસ્ટ્રિકટના બજેટ હિયરીંગમાં કહ્યું પણ ખરું:

“I would also like to recognize the extraordinary work of the Chief Financial Officer Natwar Gandhi for his efforts to ensure that the City has accurate information about the status of its finances, so that we can examine the budget with the confidence, and for creating a true picture of the City’s fiscal health… Natwar Gandhi and his team have fixed a broken revenue system and are doing a terrific job advising the Mayor and the Council on the City’s overall fiscal health.”

ડિસ્ટ્રીકટની અસાધારણ નાણાંકીય સદ્ધરતા અને એ બાબતમાં પ્રવૃત્તિઓને કારણે મને એકે પછી એક એમ એવોર્ડ અને માનસમ્માન મળવાના શરુ થયાં.

વોશિંગ્ટન સિટી પેપરે મને “મિરેકલ વર્કર” (Miracle Worker) કહ્યો. વોશિંગ્ટનનોનિયન મેગેઝિને 2007માં “વોશિંગ્ટનનોનિયન ઓફ ધ ઈયર,” અને 2008માં “મોસ્ટ પાવરફુલ પીપલ”માં મારી ગણતરી કરી.

જાન્યુઆરી 18, 2007માં મને કેફ્રીટ્ઝ ફાઉન્ડેશન તરફથી મેરીટોરીયસ લીડરશીપ એવોર્ડ અને એસોશિએશન ઑફ ગવર્નમેન્ટ અકાઉન્ટનટ્સનો એવોર્ડ મળ્યો  (“strong leadership and dedication to bring the district’s government finances out of an extreme financial crisis”).

એ જ અરસામાં અમેરિકાની નેશનાલાઈઝ થયેલી પેસેન્જર રેલવે Amtrak તરફથી એનો સીએફઓ થવાનું વધારે પગાર સાથે આમંત્રણ આવ્યું. પણ મેયર અને કાઉન્સિલ મને એમ ડિસ્ટ્રિકટ છોડવા દેવા માંગતા ન હતા. તેમણે Amtrakની ઓફર કરતા વધુ પગાર આપી ડિસ્ટ્રિકટમાં જ રહેવાનો આગ્રહ કર્યો.

2013ના ફેબ્રુઆરીમાં મેયરને મેં કહ્યું કે હું હવે નિવૃત્ત થવા માગું છું. મેયર ગ્રે આ વાત માની જ ન શક્યા. એ કહે કે હજી મારા કોન્ટ્રેક્ટને પૂરા થવાને બીજાં ચાર વરસ બાકી છે. ગયા વરસે કેટલા બધા ઉત્સાહથી મારી નિમણૂક થઇ હતી!

કાઉન્સિલમાં બીજા પાંચ વરસનું મારું નોમિનેશન કન્ફર્મેશન માટે આવ્યું ત્યારે પ્રેસ, લેબર યુનિયન, બિઝનેસ કમ્યુનિટી, વોલ સ્ટ્રીટ, કોંગ્રેસ બધેથી એને વધાવી લેવામાં આવ્યું.

કાઉન્સિલમાં પણ એક કાઉન્સિલ મેમ્બર જે મારી સાથે છેલ્લા તેર વરસથી વેર લઈને બેઠો છે તે સિવાય બીજા બારે બાર મેમ્બર્સનો મને ટેકો હતો. આમ 12-1ના મતથી નોમિનેશન કંફર્મ પણ થયું. મારી સાથે કામ કરતાં લોકોને રાહત થઈ કે સીએફઓની ઑફિસ અને એમનો જોબ બીજા પાંચ વરસ સહીસલામત છે.

આ જ સમયે મેયર ગ્રેની ઈલેકશન કેમ્પેનમાં ગેરકાયદેસર $650,000નો ખર્ચ થયો છે એવો ગંભીર આક્ષેપ મુકાયો. એ બાબતમાં યુ.એસ.અટર્નીએ ઇન્વેસ્ટીગેશન શરૂ કર્યું હતું. કાઉન્સિલમાં હિયરીંગ શરૂ થયા. છાપાંઓમાં હોહા થઈ ગઈ.

પ્રેસવાળા અને કેટલાક કાઉન્સિલ મેમ્બર્સ મેયરનું રાજીનામું માગવા માંડ્યા. એટલું ઓછું હતું તે કેટલાક કાઉન્સિલ મેમ્બર્સ સામે પણ લાંચ રુશ્વત અને ગેરકાયદેસરના વર્તનના આક્ષેપ મુકાયા. આ કારણે કાઉન્સિલ ચેરમેને રાજીનામું આપવું પડ્યું, અને જેલમાં જવાને બદલે એને ઘરે  બેસી રહેવાની સજા (house arrest) થઈ.

બીજા બે કાઉન્સિલ મેમ્બર્સને તો જેલમાં જવું પડ્યું. આમ ડિસ્ટ્રિકટનું રાજકારણ ડહોળાઈ ગયું. એવા સમયે હું બીજા પાંચ વર્ષ રહેવાનો છું એ વાતથી વોલ સ્ટ્રીટ, બિજનેસ કમ્યુનીટી અને કોંગ્રેસમાં ધરપત થઈ હતી. મેયર કે કાઉન્સિલનું જે થવાનું હોય તે થાય, પણ જ્યાં સુધી ડિસ્ટ્રિકટમાં વિશ્વાસપાત્ર સીએફઓ છે, ત્યાં સુધી એની નાણાંકીય સદ્ધરતા માટે ચિંતા કરવાની જરૂર નથી.

મારી જો ડિસ્ટ્રિકટમાં આટલી બધી ક્રેડીબિલિટી હોય તો પછી હું શા માટે નિવૃત્ત થતો હતો?

બે કારણ હતાં. વરસો પહેલાં દેશમાં, હું જો ભૂલતો ન હોઉં તો, વિખ્યાત ક્રિકેટર વિજય મર્ચન્ટે ક્યારે રીટાયર થવું એ માટે કહ્યું હતું: “One should retire when people would ask, “why?,” rather than “why not?”

No photo description available.
વિજય મર્ચન્ટ

એ વાત મારા મનમાં રહી ગયેલી. 1997માં હું જયારે ડિસ્ટ્રિકટમાં જોડાયો ત્યારે એની આર્થિક અને નાણાકીય પરિસ્થિતિ વણસેલી હતી, તે અવદશા હવે ન હતી. 2013માં ડિસ્ટ્રિકટ અસાધારણ નાણાંકીય સદ્ધરતા ધરાવતું હતું. આ સદ્ધરતા પ્રાપ્ત કરવામાં મેં અગત્યનો ફાળો આપ્યો હતો. મને થયું કે મારું કામ પૂરું થયું.

Reasons for early retirement for employees and business owners Ontario

1957થી માંડીને ઠેઠ આજ સુધીના લગભગ 60 વરસ હું સતત કંઈક ને કંઈક પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઇમ કામ કરતો જ રહ્યો છું. અમેરિકામાં નિવૃત્તિ ઉંમર 65ની ગણાય. મેં જ્યારે  નિવૃત્તિની વાત કરી ત્યારે મને 73 વર્ષ થયા હતાં.

મને મનગમતી વાંચન, લેખન, અને સાહિત્યની પ્રવૃત્તિ હું મુખ્યત્વે વિકેન્ડમાં જ કરી શકતો. હવે તે મારે ફૂલ ટાઈમ કરવી હતી. વધુમાં ડિસ્ટ્રિકટના સીએફઓ તરીકે મેં તેર વર્ષ કામ કર્યું.

અમેરિકાના કોઈ મોટા શહેરના સીએફઓ તરીકે ભાગ્યે જ કોઈ આટલો લાંબો સમય ટક્યું હોય. વોશિંગ્ટનમાં આવા સ્ટ્રેસવાળા જોબમાં લોકો બહુ બહુ તો બે ત્રણ વરસ ટકે, જ્યારે હું તેર વરસ ટક્યો એનું મને જ આશ્ચર્ય હતું.

પણ નિવૃત્તિ લેવાનું મુખ્ય કારણ હતું: પન્ના નાયક! નલિનીના દુઃખદ મૃત્યુને હવે પાંચ વરસ થવા આવ્યાં હતાં. પન્નાના પતિ નિકુલના મૃત્યુને સાતેક વરસ થયાં હતાં. પન્ના ગુજરાતી સાહિત્યની એક પ્રતિષ્ઠિત કવિયત્રી.

પન્નાનું ઘર ફિલાડેલ્ફીઆનું સંસ્કૃતિધામ હતું. રવિશંકરથી માંડીને અનેક કલાકારો, સાહિત્યકારો, દેશના અગ્રણીઓ એના ઘરે આવતા.

રવિશંકર સાથે પન્ના નાયક

1979માં પન્ના અને નિકુલ ગુજરાતી કવિ સુરેશ દલાલને લઈને વોશિંગ્ટન આવેલા. અમે વોશિંગ્ટનના કેટલાક સાહિત્યરસિક મિત્રોએ એમના કાવ્યવાચનનો કાર્યક્રમ રાખેલો. એ અમારો પહેલો પરિચય.

પન્ના, નિકુલ અને સુરેશ દલાલ

પછી તો સુરેશ દલાલના સૂચનને અનુસરી ઇસ્ટ કોસ્ટ પર વસતા કેટલાક મિત્રોએ ગુજરાતી લિટરરી અકાદમીની સ્થાપના કરી. એમાં પન્ના મુખ્ય. એ એની એક વાર પ્રમુખ પણ થઈ હતી. હું પણ જોડાયો હતો.

અકાદમીની મિટિંગો અને કાર્યક્રમોને કારણે હું અને નલિની ઘણી વાર ફિલાડેલ્ફીઆ જતા. આમ અમારી કૌટુંબિક મૈત્રી બંધાઈ તે લાંબો સમય ચાલી.

અમે બન્નેએ લાંબું લગ્નજીવન ભોગવેલું: પન્નાનું નિકુલ સાથે 50 વરસનું અને મારું નલિની સાથે 47 વરસનું. આવા સુદીર્ઘ સહવાસ પછી જીવનસાથીના નિધને અમને એકલવાયા કરી મૂક્યા. અમને બન્નેને એ એકલતા વસમી લાગી.

2013માં અમે અમારું બાકીનું જીવન સાથે ગાળવાનું નક્કી કર્યું. દેશમાં આ વાત છાપે ચડી. એક બાજુથી એવો પ્રતિભાવ આવ્યો કે જતી જિંદગીએ આ તમે શું આદર્યું? મોટી ઉંમરે આ તમને શું સૂઝ્યું? તમે તો હવે દાદા થયા છો. સંતાનોને ઘેર સંતાનો થયાં છે. તમારાથી આવું થાય?

બીજી બાજુએ એમ કહેવાયું કે તમે તો આ નવી કેડી શરૂ કરો છો. આપણે ત્યાં વિધુર અને ખાસ કરીને વિધવાઓથી પુનર્લગ્નનો વિચાર જ ન થાય, ત્યાં તમે નવો દાખલો બેસાડો છે અને તે પણ આ ઉંમરે તે બીજા લોકોને માર્ગદર્શક બની રહેશે.

આટલું ઓછું હતું તો અમારી ઉંમર વચ્ચે જે તફાવત હતો તે પણ ચર્ચાનો એક વિષય બની ગયો.  એ સમયે પન્નાની ઉંમર 80ની અને મારી 73ની. આપણે ત્યાં સંબધોમાં કાં તો સ્ત્રી પુરુષ સમવયસ્ક હોય, અથવા પુરુષ ઉંમરમાં મોટો હોય. અમારી બાબતમાં ઊંધું થયું.

મને આ બધા વિષે દેશમાં જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે મારો જવાબ સ્પષ્ટ હતો: “લોકોને જે માનવું હોય તે માને, અને કહેવું હોય તે કહે, I don’t give a damn!”

મેં મેયરને કીધું કે હવે મારાં જે કોઈ થોડાં વરસો બાકી રહ્યાં છે તે પન્ના સાથે ગાળવાં છે. અમારે સાહિત્યનું સહિયારું કામ કરવું છે, દુનિયા ભમવી છે.

૨૨ જાન્યુ. ૨૦૨૪, મુંબઈ (સર્જક સાથે સંવાદ કાર્યક્રમમાં)

આ સીએફઓનો જોબ તો 24/7નો દિવસરાતનો છે. એ મારી કલ્પનાના નવજીવનને અનુરૂપ નથી. એટલે મારો રિટાયર થવાનો નિર્ણય અફર છે. પરંતુ એકાએક જ આવતી કાલે કે આવતે અઠવાડિયે હું હાથ ખંખેરીને ઊભો નથી થઈ જવાનો. નવા સીએફઓ સાથે વ્યવસ્થિત ટ્રાન્સીશન  કરીને જઈશ.

મેયર મારા નિર્ણયની અફરતા સમજ્યા. એમણે મારી નવા સીએફઓ સાથે ટ્રાન્સીશન થયા પછી જવાની વાતને બિરદાવી.

રાજીનામાની ખબર છાપાંઓમાં પડે એ પહેલા મેં સિટી હોલમાં, કોંગ્રેસમાં, અને શહેરમાં કેટલાક શુભેચ્છક મિત્ર સલાહકારોને જાણ કરી. બધાંને આશ્ચર્ય થયું પણ મારું કારણ સમજી શક્યા.

https://www.washingtonpost.com/local/dc-politics/district-cfo-natwar-gandhi-prepares-to-exit-after-13-years-of-successes-and-setbacks/2013/12/29/2a3015b4-6a5f-11e3-ae56-22de072140a2_story.html

છાપાં અને ટીવીમાં રાજીનામાના સમાચાર અગત્યના ન્યૂઝ તરીકે ચમક્યા. વોશિંગ્ટન પોસ્ટમાં તો પહેલે પાને ‘અબોવ ધ ફોલ્ડ’ ફોટા સાથે સમાચાર આવ્યા. સાથે સાથે એડિટોરીયલ પણ આવ્યો. ડિસ્ટ્રિકટને નાણાંકીય રીતે સદ્ધર કરવામાં મેં જે અગત્યનો ભાગ ભજવ્યો હતો તે એડિટોયલે બિરદાવ્યો.

મેયરને નવો સીએફઓ શોધતા અને એને કાઉન્સીલમાં કન્ફર્મ કરતાં ધાર્યા કરતાં બહુ લાંબો સમય થયો.  મારી અપેક્ષા હતી કે બહુ બહુ તો ત્રણેક મહિના થશે. એને બદલે નવ મહિના થયા.

2013ના જૂનને બદલે 2014ના જાન્યુઆરીમાં હું ડિસ્ટ્રિકટ છોડી શક્યો.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.