એ ઘડીથી સપનું સહિયારું થયું છે ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે. એટલે હિસાબનીશો વાર્ષિક લેખાજોખા સરભર કરવાની તજવીજ કરશે. માત્ર વેપારીએ નહીં, વ્યક્તિએ પણ પોતાના વાર્ષિક દેખાવ અંગે અવલોકન કરવું જોઈએ. કોઈને બતાવી દેવા માટે નહીં પણ આપણને જ એક ડગલું આગળ વધારવા આવો આયામ ઉપયોગી નીવડે. ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ તારણ રજૂ કરે છે…

શું થયું જો ચાલવામાં સહેજ આગળ થઇ ગયા
એમની સાથે થવા પાછા ફરીશું આપણે
વ્યાજ માફક એય બસ વધતી જ વધતી જાય છે
આપણી નારાજગીનું શું કરીશું આપણે?

અનેક તબક્કે નારાજગી પ્રવર્તી રહી છે. કિસાન આંદોલન સરકાર સામે જંગે ચડ્યું. ભારતમાં ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશો છે, પણ મસલ પાવર સાથેની ટસલ માત્ર પંજાબના કિસાનો જ કરે છે.

Kisan Andolan: दिल्ली मार्च टला, शुभकरण की याद में आज कैंडल मार्च... जानें 29 फरवरी तक क्या है किसानों का प्लान - farmers delhi march postponed candle march today in memory of

આ બધાનો દોરીસંચાર કોણ કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે એના મૂળિયા ઘણા ઊંડા વિસ્તરેલા હશે. ડૉ. કિશોર મોદી કુતૂહલને વિસ્તારે છે…

હસ્તરેખામાં જવાનું મન થયું
જે નથી તે જાણવાનું મન થયું
ધૂળની ચપટી લઇ પગલું ગયું
આંગણાને ચાલવાનું મન થયું

આપણને ઘણું બધું કરવાનું મન થતું હોય છે. અભિનેતાને પડકારજનક ભૂમિકાઓ ભજવવાની ઇચ્છા હોય.

10 Sanjeev Kumar films that you can't do without | Filmfare.com

પત્રકારને કૌભાંડ ઊઘાડું પાડનારી કોઈ સનસનીખેજ સ્ટોરીની તલાશ હોય. સારા શિક્ષકને વિદ્યાવિકાસ માટે અવનવી પદ્ધતિ અજમાવવાની હોંશ હોય. કવિને પોતાની કવિતા સાચા ભાવકો સુધી પહોંચે એની ખેવના હોય. જિંદગીને સાર્થક કરવાનો પ્રયાસ બધા જ ઓછેવત્તે અંશે કરતા હોય છે. જો કે વિપરીત સંજોગો અને સણકાભેર સમસ્યાઓ અવારનવાર આપણો રસ્તો રોકવામાં માહેર છે. તે છતાં રઈશ મનીઆર શ્રદ્ધા દર્શાવે છે…

મરી જવાનું થયું મન, એ ક્ષણ વિતાવી લીધી
પછીની ક્ષણમાં ઘણું જીવવા સમું નીકળ્યું
તળાવ થઇ તું પહાડોની ભીંસમાં જીવ્યો
મળ્યો જો ઢાળ તો તારું નદીપણું નીકળ્યું

નદીની જેમ જિંદગી વહેતી રહે એમાં મજા છે. આમ તો કોઈ પણ રીતે જળસંચય થાય એ જરૂરી છે. કેટલાયે દેશો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે.

Global Drought Could Impact More Than 75% of World Population by 2050: UN Report | Earth.Org

વૈશ્વિક તાપમાનમાં આવતા અચાનક ફેરફારો વરસાદને વામણો કે વિરાટ બનાવવા સક્ષમ છે. ક્યાંક ટીપાં માટે તરસવું પડે તો ક્યાંક પૂર સામે લડવું પડે. ગઈ સદીની સરખામણીમાં પૃથ્વીનું તાપમાન ૧.૩૬ ડિગ્રી વધ્યું છે. સામાન્ય માણસને કદાચ આમાં કોઈ મોટો ફેરફાર ન લાગે પણ વૈજ્ઞાનિકો લાલબત્તી ધરે છે. ગૌરાંગ ઠાકર વિષમતાની કલ્પના કરે છે…

આ પવન તો ખેરવી ચાલ્યો ગયો
પાન ડાળે મૂકવાનું મન થયું
આ તરસ સૂરજની છે કહેવાય ના
અમને નદીઓ ઢાંકવાનું મન થયું

તાજેતરમાં ટર્કીના ફોટોગ્રાફરે લીધેલી સૂર્યની તસવીરને ખગોળશાસ્ત્રમાં કાર્યરત રોયલ ઓબ્સર્વેટરી ગ્રીનવીચ સંસ્થા આયોજિત સ્પર્ધામાં પ્રથમ ઈનામ જાહેર કરવામાં આવ્યું.

Our Sun The Great Solar Flare

આ તસવીરમાં દેખાતી સૂર્યની જ્વાળાઓ અંદાજે સાત લાખ કિમી લાંબી છે. સૂર્યને શાતા આપવી હોય તો પચાસેક ગંગા નદી કે સોએક નાઈલ નદી છાંટીએ તોય છમકારામાં ઊડી જાય. સૂર્ય સળગે છે તો આપણે જીવીએ છીએ. સાહિલ વિરોધાભાસોને તારવે છે…

સાવ સાચુકલી નદી પણ સાવ નિર્જળ નીકળે
ઊઘડે જો રેતની મુઠ્ઠી તો કૂંપળ નીકળે
શું થયું જો કોઈ ઘટનાના પુરાવા હોય ના
જ્યાં હયાતીના બધા દાવાઓ પોકળ નીકળે

કેટલીક ઘટનાના પુરાવા મળતા નથી અને કેટલીક ઘટનાના પુરાવા દબાવી દેવામાં આવે છે. બંગાળના સંદેશખાલીમાં તૃણમૂલ કૉન્ગ્રેસના બાહુબલી નેતા શેખ શાહજહાંની ગેંગ દ્વારા સ્ત્રીઓનું જે રીતે શારીરિક શોષણ કરવામાં આવ્યું છે એ ઘૃણાસ્પદ છે.

Sandeshkhali Documentary: 'बंगाल में महिलाओं पर हुआ जुल्म..', BJP ने दिखाई डॉक्यूमेंट्री; जानें- कौन है शाहजहां शेख, जिस पर हैं दरिंदगी के आरोप - Bharat Express Hindi

મનફાવે ત્યારે જે પસંદ પડે તેનો ઉપભોગ કરીને સત્તાને લજવનારાઓ ભાગતા ફરે છે. આમાં સંડોવાયેલા તમામ ગુનેગારોને આપઘાત કરવાનું મન થાય એવી તાલીબાની સજા થવી જોઈએ. વાત લાચાર સ્ત્રીઓની આબરૂની તો છે જ, સાથે દેશની આબરૂની પણ છે. મહેન્દ્ર સમીર ઉઘાડમાં છૂપાયેલી ઉદાસી દર્શાવે છે…

આહો, રૂદન અમારા છુપાયા ન રાતથી
ઝાકળ રૂપે નિશાની સવારે રહી ગઈ
સારું થયું હે કાળ! સમય સાચવી ગયો
અમ આબરુ તો તારા પ્રહારે રહી ગઈ

લાસ્ટ લાઈન

શું કહું કે કેટલું સારું થયું છે
ભીડની વચ્ચે કોઈ મારું થયું છે

ખાસ કંઈ નહોતો પરિચય તે છતાંયે
બહુ સરળતાથી કોઈ પ્યારું થયું છે

છે કરામત એવી એની આંખમાં કે
બંધ દિલના દ્વારમાં બારું થયું છે

એ ભલે રીસાયા પણ મારા તરફથી
કામ ખુશ કરવાનું એકધારું થયું છે

જે ક્ષણે નજરું મળી’તી એમની બસ
એ ઘડીથી સપનું સહિયારું થયું છે

~ અંજુ ગોસ્વામી ‘અંજુમ આનંદ’

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.