પ્રકરણ:46 ~ સ્કેન્ડલ્સ: ડિસ્ટ્રિકટના હાડમાં ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી

આ બધી બાબતોમાં બોટમ લાઇન એ હતી કે જો સીએફઓ હા પાડે તો પ્રોજેક્ટ થાય અને ના પાડે તો ન થાય.  આને કારણે વોશિંગ્ટનના “મોસ્ટ પાવરફુલ માણસો”માં મારી ગણતરી થવા માંડી!

2007ના “વોશિંગ્ટોનિયન્સ ઓફ ધ ઈયર”માં પણ મારી ગણતરી થઈ અને એને માટે અહીંની પ્રખ્યાત વિલાર્ડ હોટેલમાં યોજાયેલ સમારંભમાં મારું સમ્માન થયું.

વિલાર્ડ હોટેલ

મને આ જે વિઝિબિલીટી મળી એ કારણે હું એક ઈઝી ટાર્ગેટ પણ બની ગયો. ડિસ્ટ્રિકટ સરકારમાં કોઈ પણ ઠેકાણે કંઈક પણ બગડ્યું તો પહેલાં મને હોળીનું નાળિયેર બનાવવામાં આવે.

ગરીબ લોકોની હોસ્પિટલ બંધ કરવી પડે તો કહેવાય કે સીએફઓને ગરીબ લોકોની પડી નથી. એ તો માત્ર પૈસાનો જ વિચાર કરે છે.

પોલિસ ડિપાર્ટમેન્ટને કહ્યું હોય કે એમનું ઓવર ટાઈમનું બજેટ ખલાસ થઇ ગયું છે, તો કહેશે કે ઓવરટાઈમ બંધ કરશું તો શહેરમાં ગુનેગારી અને ખૂનામરકી વધશે. સીએફઓને લોકોની સહીસલામતી કરતાં પૈસા વધુ વ્હાલા છે.

એવું જ રોડ રિપેરનું, લાઈબ્રેરીઓનું, રીક્રીએશન સેન્ટર્સનું, અને ખાસ તો સ્કૂલો – આ બધી પ્રવૃત્તિઓ આમ જનતાના કલ્યાણ માટે છે. આ પ્રવૃત્તિઓના બજેટમાં કાપ મૂકવો કોઈ પણ પોલિટિશિયન માટે અઘરું છે. એ અણગમતું કામ સીએફઓને જ કરવાનું રહ્યું.

દર વર્ષે બધા જ ડિપાર્ટમેન્ટ એમના બજેટથી વધારાનો ખર્ચ ન કરે તો જ વરસને અંતે આખા ડિસ્ટ્રિકટનું બજેટ બેલેન્સ્ડ થાય.

ડિસ્ટ્રિકટ આખાનું બજેટ બેલેન્સ કરવાની વાત તો વરસને અંતે આવે છે. સીએફઓની ફરજ છે કે એણે તો જેવું વરસ શરૂ થાય કે તરત જ એકે એક ડિપાર્ટમેન્ટનો ખર્ચ નિયમિત ચેક કર્યા કરવાનો.

હું આ બાબતની મિટિંગ દર મંગળવારે બોલાવું. જેમાં દરેક ડિપાર્ટમેન્ટના ખર્ચની તપાસ થાય. જે ખર્ચ થઈ રહ્યો છે એ જો ચાલુ રહે તો વરસને અંતે ડિસ્ટ્રિકટ એનું બજેટ બેલેન્સ કરી શકશે?

ડિસ્ટ્રિકટને બજેટ કરતાં વધુ ખર્ચ કરવાનો રોગ જરૂર લાગેલો છે. પરંતુ 12 બિલિયન ડોલરના અનેક ક્ષેત્રે પથરાયેલ  બજેટમાં અણધારો ખર્ચ ગમે ત્યારે આવી પડે અને બજેટ કરતાં વધુ ખર્ચ થાય. દાખલા તરીકે 2001ના સપ્ટેમ્બરની 11મી એ અલ કાયદાનો અમેરિકા ઉપર જે હુમલો થયો તેમાં એક પ્લેન વોશિંગ્ટનના પેન્ટાગન પર પણ ત્રાટક્યું.

The National 9/11 Pentagon Memorial: What to Know Before You Visit > U.S. Department of Defense > Story

આ હુમલાને કારણે ડિસ્ટ્રિકટની ઈકોનોમી ઉપર જબ્બર અસર થઈ. 323 મિલિયન ડોલરની ટેક્સની આવક ઓછી થશે એવો મારો એસ્ટીમેટ હતો. એવી જ અણધારી ઘટના 2011ના ઓગસ્ટની 21મીએ બની – 8.5 રિક્ટર સ્કેલના ધરતીકંપે ડિસ્ટ્રિકટને ખળભળાવી દીધું.

Quake rocks Washington area, felt on East Coast | The Arkansas Democrat-Gazette - Arkansas' Best News Source

આવી ઘટનાઓને કારણે અણધાર્યો ખર્ચ તો આવી પડે, પણ સાથે સાથે ડિસ્ટ્રિકટની આવક ઉપર પણ અસર થાય. અને છતાં બજેટ તો બેલેન્સ કરવાનું જ.

બધે પોલિટિશિયનોની જેમ ડિસ્ટ્રિકટમાં પણ પોલિટિશિયનોને બજેટ કરતાં વધુ ખર્ચ કરવાની ટેવ પડી છે. આગળ જણાવ્યું તેમ ડિસ્ટ્રિકટમાં સ્પેન્ડીંગની ડિસિપ્લીનનો બહુધા અભાવ. સ્કૂલો, હોસ્પિટલ, પોલિસ વગેરે જગ્યાએ તો ખાસ. એ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ બજેટ કરતાં વધુ ખર્ચ કરવામાં પાછું  વળીને જુએ નહીં.

“અમે તો આમ જનતાને સર્વિસ આપવાનું અગત્યનું કામ કરી રહ્યા છીએ. જનકલ્યાણના કામમાં પૈસા ન જોવાય. તમે અમારા માટે પૈસા ઊભા કરો, એ કામ તમારું છે. અમારું કામ તો લોકોને સર્વિસ આપવાનું છે. બજેટ કી ઐસી તૈસી.”

હું 2000માં સીએફઓ થયો ત્યારથી જ મેં મારા સ્ટાફને સ્પષ્ટ સૂચના આપી હતી કે આપણે માથે બહુ મોટી જવાબદારી છે – ડિસ્ટ્રિકટની નાણાંકીય સદ્ધરતા જાળવવાની, એમાં કોઈ ખામી ન આવવી જોઈએ.

એ માટે બજેટથી વધારે ખર્ચ ક્યાંય પણ ન ચલાવી લેવાય. જેવી આપણને ખબર પડે કે એવું ક્યાંય થઈ રહ્યું છે તો એની જાણ આપણે મેયર અને કાઉન્સિલને તરત કરવી, જેથી એ પ્રશ્નનો ઉકેલ થઈ શકે. કોઈ પણ પ્રોબ્લેમને  છુપાવવાથી એનો નિકાલ નથી આવતો.

“Bad news first and fast,” એ ન્યાયે મેં નિયમિત સ્પેન્ડીંગ રિપોર્ટસ મોકલવાનું શરૂ કર્યું. છાપાંવાળાઓ પણ આ રિપોર્ટસનો ઢંઢેરો પીટાવે.

આ ઓવરસ્પેન્ડિંગ હોવા છતાં વરસને અંતે સીએફઓને બજેટ બેલેન્સ કરવાનું હોય તો શું કરવું? એને માટે જો એક અકસીર ઉપાય હોય તો એ કન્ઝર્વેટીવ રેવન્યુ એસ્ટીમેટશનનો.

The heart of good forecasting: Be conservative – The Business of Social Games and Casino

ડિસ્ટ્રિકટના પોલિટિશિયનોને, છાપાંવાળાઓને જ્યારે જ્યારે મને કન્ઝર્વેટીવ રેવન્યુ એસ્ટીમેટશનની અનિવાર્યતાની સમજાવવાની તક મળી છે તે મેં જવા દીધી નથી.

ડિસ્ટ્રિકટમાં આખરે તો સીએફઓ જ એસ્ટીમેટ નક્કી કરે કે આ વરસે ટેક્સની આવક કેટલી થશે. અને સીએફઓ જ મેયર અને કાઉન્સિલને એ એસ્ટીમેટથી વધુ બજેટ બનાવતા અટકાવે.

પોલિટિશિયનોને જો ધારેલી કરવેરાની આવક કરતાં ઓછી બતાડો તો એ ખર્ચ ઓછો થાય. બજેટ પ્રમાણમાં સહેલાઈથી બેલેન્સ થાય. વરસને અંતે બજેટ સરપ્લસની શક્યતા વધે. ડિસ્ટ્રિકટના ફંડ બેલેન્સમાં વધારો થાય.

1997માં જ્યારથી હું ડિસ્ટ્રિકટનો ટેક્સ કમિશ્નર થયો, ત્યારથી ઠેઠ જ્યારે 2014માં નિવૃત્ત થયો ત્યાં સુધી દર વરસે ડિસ્ટ્રિકટનું બજેટ બેલેન્સ્ડ થયું, અને ઉત્તરોત્તર સરપ્લસ વધતું ગયું. જે ફંડ બેલેન્સમાં $535 મિલિયનની ખાધ હતી ત્યાં 2014માં $1.7 બિલિયનની સિલક થઈ!

વોલ સ્ટ્રીટમાં એક જમાનામાં અમારી આબરૂના કાંકરા થયા હતા ત્યાં હવે અમારી વાહ વાહ થવા માંડી. અને અમારા બોન્ડ્સનું રેટિંગ જે “જન્ક” કેટેગરીમાં હતું તે હવે AA અને AAA સુધી જઈ પહોંચ્યું હતું!

AAA: Definition as Credit Rating, Criteria, and Types of Bonds

સીએફઓનું કન્ઝર્વેટીવ રેવન્યુ એસ્ટીમેશન ડિસ્ટ્રિકટના પોલિટીશીયનોને સ્વાભાવિક રીતે જ ન ગમે. એમને તો હમણાં જ, આ વરસે જ ખર્ચ કરવો હોય. કન્ઝર્વેટીવ રેવન્યુ એસ્ટીમેટશન એમને રોકે છે. એમ પણ કહેવાયું કે સીએફઓ અહીં રમત રમે છે.

ડેવિડ કટાનિયા નામના એક ઉછાંછળા કાઉન્સિલ મેમ્બરે મારી સામે ઝુંબેશ ઉપાડી.

undefined
David Catania

એની અને મારી વચ્ચે આ દલીલબાજી મારા આખાયે ડિસ્ટ્રિકટના ટેન્યર દરમિયાન ચાલુ રહી. અને પછી તો એવું થયું કે હું જે કાંઈ કહું તો કટાનિયા એનો વિરોધ કરવા હાજર જ હોય.

હોસ્પિટલ, ટેક્સ કટ, રીયલ પ્રોપર્ટી ટેક્સેશન, રેવન્યુ એસ્ટીમેશન, મેરીડ ગે કપલનું જોઈન્ટ ટેક્સ ફાઈલિંગ – એમ એકે એક વાત પર એ મારો સખત વિરોધ કરે. એટલું જ નહીં પણ જ્યારે જ્યારે સીએફઓ તરીકેનું મારું નોમિનેશન આવે ત્યારે કાઉન્સિલમાં  એનો જ એક વોટ મારી વિરુદ્ધ હોય.

કન્ઝર્વેટીવ રેવન્યુ એસ્ટીમેશન જેટલું કોઈ કાઉન્સિલ મેમ્બરને કઠે એટલું જ મેયર અને એના સ્ટાફને પણ કઠે. રેવન્યુ જો ઓછું એસ્ટીમેટ થયું હોય તો મેયરને પણ જે ખર્ચ કરવો હોય તે ન થઈ શકે.

2012ના માર્ચ મહિનામાં મેયર ગ્રેએ મારા રેવન્યુ એસ્ટીમેશન સામે વાંધો ઉઠાવ્યો. કહ્યું કે જે એસ્ટીમેટ થયો છે તે બહુ કન્ઝર્વેટીવ છે. બદલાવો!

Vincent C. Gray

છાપાઓમાં હોહા થઈ ગઈ. કોઈ પણ ઠેકાણે, પણ અમેરિકામાં ખાસ, કોઈ મોટું ઓર્ગેનાઈઝેશન, પ્રાઇવેટ કે પબ્લિક – સંસ્થા, ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન, યુનિવર્સિટી – એફીસીયન્ટલી ચલાવવું હોય તો વર્કીન્ગ સિસ્ટમ્સ જોઈએ. કશો પણ નિર્ણય લેતાં પહેલાં તમારી પાસે વ્યવસ્થિત માહિતી જોઈએ.

આ માહિતી, આંકડાઓ, સીનેરીઓસ જુદી જુદી સિસ્ટમમાંથી મળી શકે, જેવી કે ફાઇનાન્સિઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, એકાઉન્ટીન્ગ સિસ્ટમ, પર્સોનેલ સિસ્ટમ, પે રોલ સિસ્ટમ, પ્રોક્યોરમેન્ટ સિસ્ટમ વગેરે.

આ બધી સિસ્ટમ્સ એકબીજી સાથે અબોલા લે તે ન ચાલે. એટલે કે એનું ઈન્ટીગ્રેશન થયું હોવું જોઈએ. તો જ મોટા ઓર્ગેનાઈઝેશનને વ્યવસ્થિત રીતે ચલાવી શકાય. અને તો જ એને જે સર્વિસ આપવાની છે, જે કામ કરવાનું છે તે વ્યવસ્થિત રીતે કરી શકે.

વ્યવસ્થિત અને વેલ ઓઇલ્ડ મશીન જેવા જીએઓમાં વીસ વરસ કામ કરીને હું જ્યારે ડિસ્ટ્રિકટ ગવર્નમેન્ટમાં ટેક્સ કમિશ્નર તરીકે જોડાયો ત્યારે તેની અંધાધૂંધી મારા માટે આઘાતજનક હતી. જે સરકાર એના ટેક્સ ડિપાર્ટમેન્ટની અવગણના કરે એ કેવી રેઢિયાળ હશે?

આખરે ટેક્સ ડિપાર્ટમેન્ટ જો બરાબર ચાલતું હોય તો ટેક્સ કલેક્શન થાય, સરકારે આમ પ્રજાને જે અસંખ્ય સર્વિસ આપવાની છે – રોડ રીપેર કરવાના છે,  નવા રોડ બાંધવાના છે, સ્કૂલો ચલાવવાની છે, લાઈબ્રેરી અને રીક્રીએશન સર્વિસ આપવાની છે, પબ્લિક સેફટી માટે પોલિસ અને ફાયર ડિપાર્ટમેન્ટ ચલાવવાના છે, પે રોલ અને વેલ્ફેર રોલ સમયસર ચૂકવવાના છે – તે પૈસા વગર થોડી અપાવાની છે?

લાંચ રુશ્વત, ચોરી અને બેદરકારીની જે હવા ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પ્રસરી હતી તે ડિસ્ટ્રિકટ ગવર્ન્મેન્ટમાં થોડે ઘણે અંશે બધે જ હતી. કર્મચારીઓનું વલણ વાડીને પૂછીને ચીભડાં ઉઠાવતા ચોર જેવું હતું: “લઉં કે એક બે ચીભડાં?” “અરે ભાઈ, લે ને ચાર પાંચ!”

કોઈ પણ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં નાની મોટી ચોરી સ્વાભાવિક અને માનવસહજ છે. પણ ડિસ્ટ્રિકટનો ટેક્સ ડિપાર્ટમેન્ટ એટલો તો પડી ભાંગેલો કે લુચ્ચા અને ગઠિયા કર્મચારીઓને ચોરી કરતાં પકડવાની અમારી પાસે નહોતી કોઈ સિસ્ટમ કે નહોતા કોક સાધનસામગ્રી.

નાના મોટા કર્મચારીઓ આનો લાભ લેતાં. આમાં હેરીએટ વોલ્ટર્સ નામની એક કર્મચારી બાઈએ હદ કરી. એણે રીઅલ પ્રોપર્ટી ટેક્સના રિફંડની સ્કીમમાં લગભગ $50 મિલિયનની ઉઠાંતરી કરી!

Harriette Walters (D.C. govt. photo)

જો કે આમાં એ એકલી ન હતી. અંદર અને બહારથી બીજા લોકોની એને મદદ હતી. વીસેક વરસથી એ ખોટા રિફંડ વાઉચર ઊભા કરી પોતાના બેંક અકાઉન્ટમાં જમા કરાવતી હતી. ડિસ્ટ્રિકટના ઇતિહાસમાં આવી મોટી અને આટલા લાંબા સમય સુધી કોઈ કર્મચારીએ ચોરી કરી નહોતી. આખરે એ નવેમ્બર 2007માં પકડાઈ અને એને 17.5 વરસની જેલ થઈ.

https://dcist.com/story/09/06/30/harriette-walters-sentenced-to-175/

વોલ્ટર્સ છડે ચોક ડિપાર્ટમેન્ટમાં પૈસા ઉડાડતી. કોઈને પણ પૈસાની જરૂર પડી તો એની પાસે પહોંચી જાય અને “મધર વોલ્ટર્સ” પાસેથી જેટલા પૈસા જોઈતા હોય તેટલા મળે.  એ  ધોળે દિવસે પૈસા વેરતી. સેંકડોની સંખ્યામાં ડિઝાઈનર્સ શૂઝ, ફેશનેબલ ડ્રેસીસ, મોંઘી કાર જેવી કંઈક ખરીદી કરતી.

આશ્ચર્યની વાત તો એ છે કે એ બાબતમાં ડિપાર્ટમેન્ટમાં કોઈ વિચાર પણ ન કરે કે એક સામાન્ય સરકારી કર્મચારી આ પૈસા ક્યાંથી કાઢે છે?

આ વોલ્ટર્સ સ્કેન્ડલમાં ડિસ્ટ્રિકટમાં કર્મચારીઓમાં પ્રવર્તતી નૈતિક અંધતા તો છે જ, પણ સાથે સાથે મેનેજમેન્ટની પણ સદંતર નિષ્ફળતા હતી.

આ બાબતમાં મેં આગળ પ્રવેશકમાં વિસ્તારથી લખ્યું છે તેમ વોલ્ટર્સ સ્કેન્ડલ એ મારી પ્રોફશનલ કરિયરની મોટામાં મોટી ક્રાઈસિસ હતી. દુઃખની વાત તો એ છે કે અમે ટેક્સ ઓફિસમાં અનેક પ્રકારના કંટ્રોલ્સ દાખલ કર્યા, નવી સિસ્ટમ્સ ઈમપ્લીમેન્ટ કરી, નૈતિક વ્યવહારની બધાને ફરજિયાત ટ્રેનીંગ દર વરસે આપી. અરે, અનેક લોકોને કામમાંથી રજા આપી, છતાં હું ડિસ્ટ્રિકટ ગવર્નમેન્ટમાંથી નીકળ્યો ત્યાં સુધી ઓછાવત્તા પ્રમાણમાં અમારા પ્રોબ્લેમ્સ તો ચાલુ જ રહ્યા!

પ્રામાણિકતાથી પોતાનું કામ કરવા પ્રત્યેની ઉદાસીનતા અને નૈતિક અંધતા ટેક્સ ઑફિસના કેટલાક કર્મચારીઓના હાડમાં એટલી હદે ઊતરેલી હતી કે એ કેમ દૂર કરવી એ જટિલ પ્રશ્ન હતો.  જો કે બહુમતી કર્મચારીઓ યથાશક્તિ અને મતિથી પોતાનું કામ કરતા જ હતાં, અને એમના પ્રયત્નોથી જ ડિસ્ટ્રિકટના ટેક્સ ડિપાર્ટમેન્ટમાં સુધારાવધારા થઈ શક્યા હતાં.

છતાં જેમને ચોરી કરવી જ છે, તેને કેમ અટકાવવા એ પ્રશ્ન દરેક ટેક્સ ડિપાર્ટમેન્ટને હંમેશ પજવે છે. કન્ટ્રોલ્સ, ઓડિટ, ઇન્વેસ્ટીગેશન, પ્રોસિક્યુશન, એથીકલ ટ્રેનીંગ વગેરેનું ઈમ્પ્લીમેન્ટેશન કર્યા પછી પણ ચતુર ચોર લોકો એમનું કામ કર્યા જ કરવાના છે.

છસો જેટલો ટેક્સ સ્ટાફ હોય તો એમાંથી પાંચ છ તો એવા નીકળવાના જ કે જેમની દાનત ખોરી હોય, જેમનું ચિત્ત કામ કરવા કરતાં ચોરી કરવામાં પ્રવૃત્ત હોય છે.

વધુમાં જ્યાં જ્યાં પૈસા હોય છે – ટેક્સ, લોટરી, ટ્રેઝરી વગેરે ડિપાર્ટમેન્ટમાં આ ચોર લોકોને વધુ તક મળે છે. પ્રશ્ન એ છે કે આવી તક કેમ ઓછી કરવી. ચોરી કરવાની દુરિત વૃત્તિને સદાને માટે નાબૂદ કરવી એ અશક્ય છે.

આ સ્કેન્ડલમાંથી જો કોઈ એક પાઠ હું ભણ્યો હોઉં તો એ છે કે આપણી આજુબાજુ દુરિત છે તે માનવસહજ છે અને રહેવાનું જ છે, પણ એમાંથી બચવું હોય તો સદા જાગૃત રહેવું, ચેતતા રહેવું. જો ચોરી કે બીજા કોઈ પ્રકારનું સ્કેન્ડલ થયું તો એની જવાબદારી લેવી, એવું કાંઈ ફરી વાર ન થાય તેવા પ્રયત્ન કરવા. બાકી બીજું શું કરી શકાય?

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.