ચૂંટેલા શેર ~ સુરેશ પરમાર ‘સૂર’ ~ ગઝલસંગ્રહઃ દિલને બહુ ગમી છે તું

રામનો અવતાર પણ ના આટલું સમજી શકે?
સાવ સોનાનું હરણ અસ્તિત્વમાં હોતું નથી
*
દાસ-કબીર તો જાગીને વણતા હતા ચદરિયા
તુંય વણે છે? તો તપાસ, કંતાન તો નથી ને?
*
ફૂંક મારીને દુખાડી પાંસળી
તોય તારાથી ન વાગી વાંસળી
*
રોજ ઊઠી મારાથી ભાગું
ક્યાં પહોંચું દરરોજ કબીરા?
*
થાપ કોણે ખાધી? એ ના પૂછશો
સાચું કહું? થોડી તમે, થોડી અમે
*
ડીભર હું જ મારા દેહમાં આઘો ખસી જઉં છું
મરણ વરવું પડે ના, હું હવે એવી દશામાં છું
*
જ ડર છે, તું તને નુકશાન ના પહોંચાડી દે
મારા પર નહિ તારા પર, તું ક્રોધ ના કરતો સખા
*
ર્ણ, જ્ઞાતિ, કુળ, ગોત્ર, મોતને પૂછી તો જો
જન્મ પહેલાં જે હતી એ જાત પાછી આપશે
*
પૂછો નહીં કોઈ મને કે શાનું દર્દ છે?
કહેવાય પણ કેવી રીતે? આ છાનું દર્દ છે
*
તું પાણીકળો હો, જરૂરી નથી કંઈ
તરસ ખુદ કૂવા લગ લઈ જાય કાયમ
*
ગઝલમાં મારે કંઈ કહેવું હતું, તે રહી ગયું
આ ગઝલમાં પણ, કશું એવું જ અધ્યાહાર છે
*
હું સદા તારાથી અંજાયા કરું
એટલો રૂઆબ લઈને આવ તું
*
જેવા આંખો મીંચી બેસો
વિચારોનું લશ્કર આવે
*
હો ઔષધિ કામ શી રીતે લાગે?
હું માની લીધેલા મરજમાં રહું છું
*
ડે સાચું વિધવા છતાં ના જીતે
જો સામે પ્રદર્શન રૂદાલી કરે
*
થૈ શકે અટકળ ઉલા-મિસરાની પણ
સાનીમાં તો ના થવાનું થાય છે
*
પ્રેમ, આત્મા, ધ્યાન ને આનંદ સાથે માંહ્યલો
આ બધા શબ્દો ઉપર પ્રતિબંધ હોવો જોઈએ
*
દૂર નીકળી જાઉં તો ઈશ્વરને સુદ્ધાં ના મળું
જો ઊભો રહી જાઉં તો તદ્દન નજીક પણ હું જ છું
*
રીરમાં રહું છતાં શરીર હું નથી
હિરણ્યગર્ભ છું કંઈ કથીર હું નથી
*
ફાટી ગયા સહુ રંગ ને ફીટી ગઈ છે ભાત
કાચું સૂતર લઈ ઊંઘમાં ચાદર વણી હતી
*
ભો છું જાત સાથેના, બધા સંપર્ક છોડીને
બધુંયે છે ફકત હોવાપણનો, મર્મ છોડીને
*
દેહ ને મનના જ કિલ્લામાં રહે વહીવટ
હું તો એવી સલ્તનતને કેદ સમજું છું
*
ક્ત ઊંઘાડે ને ઉઠાડે તને
ઓ પ્રભુ તું એટલો કમજોર છે?
*
છાતી ફૂલાવી આયના સામે ઊભો તો રહું
પણ બે જ ક્ષણમાં માનશો? તરડાઈ જાઉં છું
*
ધું છે બોલનારાની મનોસ્થિતિ ઉપર નિર્ભર
જખમ લાગે કોઈ વેળા, કોઈ વેળા મલમ લાગે
*
ક આવું ગીત ગાવાની તમન્ના શેષ છે
‘સૂર’ લય કાયમ રહે ને ધ્રુવ-પંક્તિ હોય નહિ

~ સુરેશ પરમાર ‘સૂર’
ગઝલસંગ્રહઃ દિલને બહુ ગમી છે તું
પ્રકાશકઃ રન્નાદે પ્રકાશન
ફોનઃ 079-22110081 / 64

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. સુરેશભાઈના અતિ ઉત્તમ શેર…… શેર કરવા બદલ આભાર અને અભિનંદન

  2. સમૃદ્ધ ગઝલસંગ્રહના સમૃદ્ધ શેઅર, અભિનંદન હિતેનભાઈ અને સુરેશભાઈ.