આજે નદી, તળાવ ને વાદળ વિશે લખો ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ૧૯૯૩થી વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. જળની અછત ધરતીને ઉજ્જડ અને માનવીને જડ બનાવી શકે. ઘણા દેશોમાં પીવાના સ્વચ્છ પાણીની યંત્રણા સુનિયોજિત થઈ શકી નથી. ભારતમાં નલ સે જલ યોજના દ્વારા સરકાર ઘરે-ઘરે પીવાનું પાણી પહોંચાડવા પ્રયાસો કરી રહી છે.

छत्तीसगढ़ में जल जीवन मिशन, लाखों परिवारों को नल कनेक्शन - Jal Jeevan Mission

આજે સજળ સંવેદનોથી જળને નતમસ્તક થઈએ અને અંકિતા મારુ `જીનલ’ની પંક્તિઓ દ્વારા પરથમ પરણામ કરીએ…

જળનો દિવસ છે આજ તો ઝાકળ વિશે લખો
પાણી અને સજીવની સાંકળ વિશે લખો
મૃગજળ, હરણની વારતા કોઈ નવી નથી
આજે નદી, તળાવ ને વાદળ વિશે લખો

પાણીના વિવિધ સ્વરૂપો છે. આંતરિક્ષ જળ એટલે આકાશમાંથી પડતું  વરસાદનું પાણી જેને ડિસ્ટલ્ડ વોટર અથવા વરાળનું પાણી કહેવામાં આવે છે. છે. ઔદ્દભિક જળ એટલે ખડકો અને પહાડોમાં રહેલું પાણી, જેને હાર્ડ વોટર કહેવાય છે.

Hard Water vs Soft Water, Where Comes the Difference?

સાફ ગળણા મારફત વરસાદનું પાણી સીધું વાસણમાં ઝીલી લેવામાં આવે તેને ગાંગજળ કહેવાય છે. ગંગાજળ જુદું અને ગાંગજળ જુદું. દિલીપ ધોળકિયા `શ્યામ’ જળને જીવન સાથે જોડે છે…

બ્રહ્માંડમાં જ્યાં જીવ હો, પાણી પ્રથમ ત્યાં હોય છે
જળ એક જન્મસાર છે, જળ જીવન માનજો
ઝાડ, જંગલ, ફૂલ, પ્રાણી જીવતાં પાણી થકી
જળથી ધરાવિસ્તાર છે, જળ જીવન માનજો

જળસંચયની અનેક યોજનાઓ છેલ્લા અઢી દાયકામાં કાર્યરત થઈ છે. વર્ષ ૨૦૦૦ પહેલાનાં અખબારો ઉથલાવતા ત્યારે દુકાળના અનેક સમાચારો વાંચવા મળતા.

દુષ્કાળની આકારણીઃ હવે પૌરાણિક આનાવારી પદ્ધતિ નહીં પરંતુ આધુનિક પદ્ધતિથી કરાશે | Gujarat News in Gujarati

એ પહેલાના દાયકાઓમાં તો દુકાળને કારણે વિસ્તારો ખાલી કરવા પડતા. હવે સિંચાઈ યોજનાઓ અને ડેમને કારણે રાહત મળી છે. ઝાકળના ટીપાંથી લઈને સાગર સુધી વિસ્તરતું જળ ચૈતન્યનું પ્રવાહી સ્વરૂપ છે. કૃણાલ ભટ્ટી આ વિસ્તારને નિરૂપે છે…

ક્યાંક જાતું નીર થઈને, ક્યાંક પથ્થર થાય છે
રૂપ તારાં જો કિનારે, ખૂબ સુંદર થાય છે
બુંદ થઈને જે પડે છે, પાંદડાની ઓથમાં
સૂર્યના કિરણો અડે ને, અંબર થાય છે

પાણીમાં આકાશનું પ્રતિબિંબ જોવાનો રોમાંચ અનેરો હોય છે. એમાં પણ આકાશમાં વાદળાં સરતા હોય ત્યારે એનું પ્રતિબિંબ પાણીમાં જાણે તરતું હોય એવો આભાસ થાય.

Sky clouds sunlight boat reflection in sea water Stock Photo free download

આકાશેથી વરસતા આંતરિક્ષ જળના ચાર પ્રકાર છે. દિવાવૃષ્ટિ એટલે દિવસે વરસતું પાણી. આ પાણી પાચન માટે ઉત્તમ મનાયું છે. રાત્રિવૃષ્ટિ એટલે રાતે વરસતું પાણી જે પચવામાં ભારે હોય છે. દુર્દિનવૃષ્ટિ એટલે રાત અને દિવસે હેલીના રૂપે વરસતું પાણી. ચોથો પ્રકાર એટલે ચોમાસામાં ગમે ત્યારે પડતો વરસાદ જેને ક્ષણવૃષ્ટિ કહેવાય છે. કવયિત્રી નિશિની પંક્તિ સાથે જળવંદના કરીએ…

ખબર સાવ સૌને નિરાકાર પાણી
તો વરસાદને કોણ લાવે છે તાણી
વહે બંને કાંઠે નદી આસમાની
પરબ આસપાસે દેખી જાણી

આભેથી વરસતું પાણી એ ઈશ્વરની કૃપા છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો અમ્લજ અને ઉદ્દજન એટલે કે ઓક્સિજન અને હાઈડ્રોજન આ બે વાયુથી જળ બને છે.

H2O Building Services sends out a warning over drinking water supplies.

વૈજ્ઞાનિક સાધનોથી એમને છૂટા પાડી શકાય છે. શ્વસનરોગથી પીડાતા દર્દીઓને ઑક્સિજન પૂરો પડાય છે તો હાઈડ્રોજન છૂટો પાડી એનો ઉપયોગ બળતણ તરીકે શરૂ થયો છે.

India's first Hydrogen train: GreenH Electrolysis, Medha Servo to develop production facility in Haryana, ETEnergyworld

ટૂંકમાં પાણી પ્રવાહી સ્વરૂપે હોય તો પણ કામનું અને એનું વિઘટન થાય તો પણ કામનું. દેવેન્દ્ર રાવલ જળની નાતને શબ્દસ્થ કરે છે…

જળ કહો, પાણી કહો પણ જાત એની એક છે
હો ભલે શબ્દો અલગ પણ નાત એની એક છે
રંગ નોખો, સ્વાદ નોખો, ગંધ નોખી હો ભલે
ઠારવાની હો તરસ, ઓકાત એની એક છે

લાસ્ટ લાઈન

વાટકી, ખોબો, હથેળી કાં તો નેવું થઈ જશે
પાણી જેમાં નાખશો એ એના જેવું થઈ જશે
હા, પ્રસંગોપાત હું દરિયો ઉધારે માગું છું
આંખથી વહેશે તો સરભર એનું દેવું થઈ જશે
~ દીપક ઝાલા `અદ્વૈત’

દ્શ્ય પાછા ઝરમરીને આવશે
અશ્રુઓ ઝાકળ બનીને આવશે
હરઘડી તારું સ્મરણ કરતી રહું
યાદ જળ ઉપર તરીને આવશે
~ ભારતી કાંતિલાલ ગડા

બીજું કશું ભણાવો નહીં તો એ ચાલશે
બસ એટલું ભણાવજો પાણી છે કિંમતી
ચાલ્યા અમે તો જિંદગી પૂરી કરીને યાર
કોઈને ના રડાવજો પાણી છે કિંમતી
~ જિગ્નેશક્રિસ્ટી ‘સંગત’ 

બેફામ વાપરી જળ, પહેલાં કરી ઉજાણી
થાશે અછત એ જાણી, બોલે બચાવો પાણી
કૂવા, નદી, તળાવો, સૂકાશે જળ વિના તો
ખારાને મીઠું કરશે જો જો પ્રજા છે શાણી
~ નિરાલી રશ્મિન શાહ `સ્વસા’

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.