કબીર વાંચનાર કોઈ ના કબીર થયા ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા

ટૂંક સમયના ગાળામાં ભારતની ટ્રેડ ડીલ યુરોપિયન યુનિયન સાથે અને ત્યાર બાદ અમેરિકા સાથે થઈ.

India Trade Deal with the U.S. - Is About China and Survival | IFCM India

આને કારણે ભારતીય ઉદ્યોગજગતે રાહતનો શ્વાસ લીધો. વૈશ્વિક ઉથલપાથલમાં કોઈ પણ દેશને ઈકોનોમી ખોડંગાય એ પોષાય એમ નથી. મરીઝની પંક્તિઓમાં ચડાવઉતાર વર્તી શકાશે…

પહેલાં હતી બધામાં મજા આહ, આહ, આહ
હમણાં હવે કશામાં નથી વાહ, વાહ, વાહ
બરબાદી વિશે પ્રશ્ન હજારો થયા મને
મારો જવાબ એક હતો ચાહ, ચાહ, ચાહ

બરબાદી આપણા બે પડોશી દેશની થઈ રહી છે. પાકિસ્તાન તો નપાવટ હતું, છે અને રહેવાનું. એમાં બાંગ્લાદેશનો ઉમેરો થયો છે. પાકિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સૈનિકો પરના હુમલા વધાર્યા છે.

પાકિસ્તાનના કુલ વિસ્તારમાં ચાલીસ ટકા વિસ્તાર બલુચિસ્તાનનો છે. બીજી તરફ બાંગ્લાદેશની સરકારના કટ્ટરવાદી વલણને હિંદુઓની કત્લેઆમ થઈ રહી છે.

બાંગ્લાદેશને પાકિસ્તાનથી અલગ કરવામાં ભારતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. દૂધ પાઈને સાપ ઉછેરવા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. હરીશ ઠક્કર લખે છે…

એની નજરમાં આવવા વાચાળ જો થયા
એમાં તો કઈકની અમે આંખે ચડી ગયા
રમતું હતું સવારનું અજવાળુ આંગણે
તડકા જુવાન શું થયા, માથે ચડી ગયા

માથે ચડવામાં અને માથે પડવામાં રાજકારણીઓ માહેર હોય છે. પોતાનો કામધંધો ટકાવવા માટે નાહકનો શોરબકોર કરવો, ખોટી આક્ષેપબાજી કરવી એમને ફાવે છે. રાહુલ ગાંધી એમાં શિરમોર છે.

Rahul Gandhi's big warning on Pakistan-China nexus during Op Sindoor, says 'Pak officers embedded in PLA'

લોકસભામાં બફાટ કરી કિંમતી સમય બગાડવો એ એમનો સાંસદધર્મ બની ગયો છે. પ્રધાનમંત્રી ભાષણ ન આપી શકે એ માટે કાઁગ્રેસની સ્ત્રી સાંસદોનો ઉપયોગ હાથા તરીકે કરવામાં આવ્યો.

ગની દહીવાલા અસ્તવ્યસ્ત માહોલનો ઉલ્લેખ કરે છે…

અટકી અટકી શ્વાસના કટકા થયા
હેડકીના ઓરતા પૂરા થયા
રોમે રોમે થઈ અચાનકતા ઊભી
નાડીના ધબકારા પણ અથરા થયા

નાડીના ધબકારા પામી રોગનું નિદાન કરતાં વૈદ્યને જોઈને આપણા શાસ્ત્રો પ્રત્યે માન થાય. કોઈ રીપોર્ટ કરાવ્યા વિના જ નિદાન કરી દે. ભારત સરકારે આ વખતના બજેટમાં આયુષ મંત્રાલયનું બજેટ વીસ ટકા વધાર્યું છે.

Govt cites ease of doing business to omit rule against misleading ads for Ayush medicines

રાષ્ટ્રીય સ્તરના ત્રણ આયુર્વેદ સંસ્થાન માટે મંજૂરી આપી છે. મેડિકલ સુવિધાઓ સાથે વૈકલ્પિક સારવાર પદ્ધતિ વિકસે એ પણ એટલું જ જરૂરી છે. ગિરીશ પરમાર પગભર થવાની વાત કરે છે…

કોઈનો પગરવ થયે વર્ષો થયાં
આંગણે અવસર થયે વર્ષો થયાં
વેદનાનો બોજ ક્યાં ઊંચકાય છે!
આપણે પગભર થયે વર્ષો થયાં

આકરી વેદના જીરવવી ભારે અકારી હોય છે. એમાં પણ અવસ્થાને આધીન જ્યારે શરીર કથળતું જાય ત્યારે જીવન બોજ જેવું લાગે. કોઈના ઓશિયાળા થઈને જીવવું કોઈને ન ગમે.

COMMON PROBLEMS IN OLD AGE ~ Nursing Path

આ કારણે જ ઑલ્ડ ઍજ કમ્યુનિટીનો વિચાર સમાજમાં દૃઢ થતો જાય છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં શાંતિનિકેતન સોસાયટી કાર્યરત છે, જેમાં સેંકડો વરિષ્ઠ નાગરિકો રહે છે.

Shantiniketan Tavares Fl Homes For Sale-The Best Service Online

કૉમન રસોડું હોવાથી રસોઈ બનાવવાની ઝંઝટ નહીં. રોજિંદી ચીજવસ્તુઓ માટે સોસાયટીના સ્ટાફની મદદ મળી રહે. તબીબી સારવાર માટેની યંત્રણા પણ ગોઠવાયેલી હોય. આવી સેવાઓને કારણે વૃદ્વાવસ્થા સહ્ય બને. જો કે અંગત સ્વજનોની દૂરી તો સાલવાની. રમેશ પારેખ ભીનાશની વાત કરે છે…

આમ અછતા થયા આમ ઉઘાડા થયા
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા થયા
એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા થયા

કેટલાક જખમ એવા હોય જે છૂપાવાય પણ નહીં અને બતાવાય પણ નહીં. એ આપણે જાતે જ ઝેલવા પડે. સારવાર ખબર હોવા છતાં એની સારવાર કરી શકાતી નથી. એમાં કોઈ દવા નહીં, સંબંધની ઉષ્મા જરૂરી હોય છે.

New survey says 43 per cent Indians don't believe in monogamy

જેની સાથે સોનેરી સમય ગાળ્યો હોય એના વગર કે એનાથી દૂર રહી જિંદગી ગાળવી અઘરી હોય છે. અગન રાજ્યગુરુ મૈત્રીને યાદ કરે છે…

અળગા થયા તો દોસ્ત! અહેસાસ થઈ ગયો
તારા તરફ લગાવ હજી ત્યાં ને ત્યાં છે
નીકળી ગયો છે તું હવા થઈને બાથથી
મારા તો બેઉ હાથ હજી ત્યાં ને ત્યાં છે

લાસ્ટ લાઈન

પ્રથમ ગરીબ હતા એ પછી અમીર થયા
પીધેલાં પાણી ગયાં પેટમાં, રૂધિર થયાં

થયેલો જન્મ બીજે એથી ના થયા રાજા
કરીને ખૂબ મહેનત પછી વજીર થયા

રહી ગયા છે, હતા એના એ જ દુનિયામાં
કબીર વાંચનાર કોઈ ના કબીર થયા

ઘણીય ગડમથલ ને ગૂંચચણ થયા કરતી
પહેલાં જીવ થયા કે પ્રથમ શરીર થયા!

મિટાવી નાખવી ઓળખ સ્વયમની એ રીતે
ભૂંસાઈ જાય તરત નામ એ ફકીર થયા

~ ભરત વિંઝુડા
~ ગઝલસંગ્રહઃ સ્વપ્નસુખ

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.