સગપણ સાહિત્યનું – મણિલાલ પટેલ (વિડિઓ લિન્ક)
સગપણ શબ્દ સાંભળીને આપણને કોઈ ને કોઈ વ્યક્તિ સાંભરી આવે, કે પછી એ વ્યક્તિ સાથેનો અનુભવ યાદ આવે. પણ ઘણી વાર એ અનુભવો એવી વ્યક્તિઓના પણ હોઈ શકે જેને આપણે કદી મળ્યા નથી અને જે કદાચિત કાલ્પનિક પણ હોય, કોઈ વાર્તા, નાટક કે નવલકથાના પાત્રો હોઈ શકે. અને તે છતાં આપણા માનસપટ પર એ એક અમીટ છાપ છોડી જાય છે અને એમના વિચારો, લાગણીઓ અને અનુભવો આપણા વિચારોને બદલવાની તાકાત ધરાવે છે!
આવું અમૂલું, ઊંડું સગપણ, અને એનો વણબોલ્યો સંગાથ આપણને સાહિત્ય આપે છે, કોઈ માગણી કે આશા વગર…
‘સગપણ સાહિત્યનું’ વિશે મણિલાલભાઈએ આ કાર્યક્રમમાં ખૂબ સુંદર વાત કરી, તે પણ વાર્તા, પાત્રો અને વાચકની અનુભૂતિના આયામોની અદ્ભુત ગૂંથણી થકી.
દરેક સાહિત્યરસિક ગુજરાતીએ અચૂક જોવા જેવો કાર્યક્રમ!
🎦 કાર્યક્રમનું રેકોર્ડિંગ જોવા માટે ક્લિક કરો :
https://www.youtube.com/live/zyETyebEAs4?si=QdSc7orHs2ohGvXX