નંદિતા ઠાકોર – મળવા જેવા સર્જક, ગીતકાર, સંગીતકાર અને ગાયક ~ નંદિની ત્રિવેદી

૨૮ ઓક્ટોબરને રોજ, આજે, અમેરિકાસ્થિત, સ્વરકાર, ગીતકાર, ગાયક અને સંગીતકાર નંદિતા ઠાકોરને “આપણું આંગણું”ની સમસ્ત ટીમ અને વાચકો તરફથી જન્મદિવસની વધાઈ આપતાં, હું જયશ્રી મરચંટ અત્યંત આનંદ અનુભવું છું.

“સ્વરગુર્જરી” ચેનલના સ્થાપક નંદિની ત્રિવેદી સ્વયં એક સર્જક, સંગીતકાર, ગાયક છે.  નંદિતા ઠાકોરનો એમણે ત્રણ વર્ષ પહેલાં ઈન્ટરવ્યુ લીધો હતો, એની લિંક અહીં મૂકી છે.

આ ઈન્ટરવ્યુ બે ભાગમાં છે. આપ સહુ આ ગીત, સંગીત સાથે નંદિતાના સર્જનો સાથે રૂબરૂ થવાનું ખૂબ ગમશે. નંદિનીબહેન ત્રિવેદી, આપનો ખૂબ આભાર કે આપે આ ઈન્ટરવ્યુ કર્યો અને આજે અમારા વાચકોને એનો લાભ મળશે.

નંદિનીબહેને આપણા ગુજરાતી ભાષાના રત્નો સમા અનેક સર્જકો અને ગીતકારો, ગાયકો અને સંગીતકારોની જીવનયાત્રાનો એમની યુટ્યુબ ચેનલમાં પરિચય કરાવ્યો છે. એને માટે સ્વરગુર્જરી’ સબસ્ક્રાઈબ કરીને દર ગુરૂવારે મુકવામાં આવતા અવનવા વિડિયોઝ માણતાં રહેજો.‌”

“નંદિતા ઠાકોર સાથે એક મુલાકાત” – નંદિની ત્રિવેદી, “સ્વરગુર્જરી” – (ભાગ એક)

પહેલી વાર સાતેક વર્ષ પહેલાં હું મળી હતી. એની ઉંમર ભલે જે હોય તે, પણ તરવરાટ તિતલી જેવો છે. ધરતી પર ભૂલું પડેલું એ આકાશનું પંખી છે. એને બધું જ કરવું છે, બધે જ પહોંચવું છે.

એ કવયિત્રી છે, સંગીતકાર છે, ગાયિકા છે, સંગીત ગુરુ છે, લેખિકા છે, ગોરાણી છે એન્ડ અબોવ ઑલ, કૅરિંગ વાઈફ, લવિંગ મધર, હેતાળ હોમમેકર અને પ્રેમાળ સખી છે.

મૂળ અમદાવાદની, પરણીને મુંબઈ આવી અને અત્ચારે રહે છે અમેરિકાના મૅરીલેન્ડમાં. ચાલો, મળીએ, આ ‘મલ્ટિટાસ્કિંગ’ મહિલા નામે નંદિતા ઠાકોરને.”

“નંદિતા ઠાકોર સાથે એક મુલાકાત”- નંદિની ત્રિવેદી, “સ્વરગુર્જરી” – (ભાગ બે)

“આપણી ગરવી ગુજરાતણ અમેરિકામાં ટેક્સી ડ્રાઈવર હોય એ તમે કલ્પી શકો? એ બિન્ધાસ્ત મહિલા ઉબર ડ્રાઈવર જ નહીં, લગ્નની સીઝનમાં ગોરપદું કરે, અઠવાડિયે ત્રણ દિવસ સંગીત ક્લાસ ચલાવે, ફુરસદના સમયે કઈંક લખવાના રવાડે ચડે, અને કશું ના હોય તો કુદરતનો ખોળો તો છે જ.

અજાણી રાહ પર ચાલતાં રહેવાનું અને પડકારો ઝિલવાનાં! આ જ તો ઝિંદાદિલી છે! કવયિત્રી, સ્વરકાર, ગાયિકા નંદિતા ઠાકોરની મુલાકાતના પ્રથમ ભાગને માણ્યાં પછી આજે જુઓ ભાગ બે.

નંદિતાની મજેદાર વાતો અને મનભાવન ગીતો સાંભળવા “સ્વરગુર્જરી”નો એપિસોડ સાંભળવો ચૂકશો નહીં.”

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.