પાબ્લો પિકાસોને ~ Paul Eluard (French) ~ Eng : Joseph T. Shipley ~ ભાવાનુવાદ: મેધા ત્રિવેદી
પાબ્લો પિકાસો વિશે
મૂળે સ્પેનિશ ચિત્રકાર પાબ્લો પિકાસો (25 October 1881 – 8 April 1973) વિશ્વના મહાન ચિત્રકારોમાંનો એક છે. એ સમયે જ્યારે પ્રભાવવાદી ચિત્રશૈલીની બોલબાલા હતી અને દિગ્ગજ ચિત્રકારોએ આ શૈલી આત્મસાત કરી હોવાથી એવી માન્યતા ચલણી બની હતી કે ચિત્રકલા આનાથી વિશેષ હોઈ શકે નહીં,
આવા વાતાવરણમાં પાબ્લોએ કયુબિઝમ ચિત્રશૈલી ચિત્રના ક્ષેત્રમાં દાખલ કરી આખું ક્ષેત્ર હચમચાવી નાખ્યું.
શરુઆતમાં તે ફક્ત નીલરંગી ચિત્રો દોરતો હતો અને તે ચિત્રો બ્લ્યુ પીરિયડ (૧૯૦૧-૧૯૦૪) તરીકે જાણીતા બન્યા હતા.
ત્યારબાદ એના ચિત્રોમાં બદલાવ આવ્યો અને એના ચિત્રોમાં ક્યુબિઝમ, શિલ્પ, અને કૉલાજનો સમાવેશ થવા માંડ્યો. ચિત્રકલાનું એવું એક પણ ક્ષેત્ર નહીં હોય જેમાં પાબ્લોએ ચાંચ બોળી ના હોય.
૧૯૩૭માં તેણે ગુરનિકા નામનું યુધ્ધને વખોડી નાખતું ચિત્ર દોર્યુ અને દુનિયા આફરીન પોકારી ગઈ., તેની ખ્યાતિ દુનિયામાં ફેલાઈ ગઈ.
તેણે ૯૩ વર્ષ સુધી ચિત્રો દોર્યા અને સ્થાપિત કર્યુ કે કલાનું માધ્યમ એ માનસિક ચેતોવિસ્તાર છે, તેને ઉંમર સાથે સબંધ નથી.
એના વિશે પુષ્કળ પુસ્તકો, લેખો, કવિતાઓ મળે છે. એમાંની અમુક કવિતાઓનો અંગ્રેજીમાં અનુવાદ થયો છે જેનો ભાવાનુવાદ અહીં પ્રસ્તુત કર્યો છે.
~ મેધા ત્રિવેદી, મુંબઈ
mugdha1221@gmail.com
(નોંધ: મોબાઈલ વાંચન માટે પંક્તિઓના ટુકડા પાડવામાં આવ્યા છે. – સંપાદક)
૧.
“કેટલાંક નિરસતા વાવે છે,
તો કેટલાંક આનંદ,
જેઓ જીવનના ઝંઝાવાતના કોટને
ઓઢે છે
તેઓ પતંગિયાને અને પંખીઓને
અગ્નિમાં હોમે છે,
અને તેઓ તિમિરમાં જ
ઓગળી જાય છે
તે દ્રષ્ટિપાત કર્યો છે,
તેમના રાહ તરફ,
પ્રકૃતિની મધ્યમાં, દરેક અવસ્થાએ,
તે કુદરતની લણણી કરી છે
અને સમયને તે રોપ્યો છે,
તેઓએ તેમના યોગક્ષેમથી
તારા શરીરને અને તારા આત્માને
ઉપદેશ આપ્યો હતો
તેમના શરીરને તે
પાછું મસ્તક અર્પ્યું છે
તેં આશીર્વાદ પામેલી
સુંદરતાના અન્નને દઝાડી,
તેમની વીંધાયેલી જીભને
અતિતૃપ્ત કરી છે
એકલ હ્રદયે,
આદર્શ અને તેના ગુલામને
ગતિ બક્ષી છે,
અને તારા બલિની વચ્ચે
તે અવિરતપણે કાર્ય કર્યુ છે,
નિર્દોષતાથી એમ કરીને
તેં આનંદને અંતે વ્યથાને
સમાવિષ્ટ કરી છે.”
૨.
ઓકના જેવું ટેબલ સરળ હોય ત્યારે,
વિથીકાને અંતે કોઈ પણ શક્યતા
અંતિમ હોઈ શકે,
ભીક્ષુઓના પહેરવેશનો રંગ
આશાઓનો રંગ,
તેથી જ આપણા ક્ષેત્રમાં
હીરાનો નાનો અણુ પણ,
તારાઓનું પ્રતિબિંબ ઝીલે છે.
મેધધનુષની શૈલી પછી કશું પણ,
આપણે પ્રાણીઓ અને
મનુષ્યના મિત્રો છીએ,
આપણી ચાહ,
મોતીની માતા જેવી છે (માછલી),
તે અંકુરને અને પૂર્ણતાને
વારાફરતી દાહકતામાં કે શીતળતામાં
બદલી શકે છે,
એકધારી રીતે નહીં
પરંતુ તેજસ્વિતાથી અને કરકમળથી
જેને આપણે જાણીએ છીએ,
એ આપણા નથી.
(ગેબી શક્તિ હોઈ શકે)
આપણે નજરથી બધું જ
સ્પર્શી જઈએ છીએ,
સ્ત્રી જેવા આસમાનને પણ,
આપણે આપણા કરને
આંખો પર અડાડીએ છીએ
અને દ્રષ્ટિ નવી બની જાય છે.
૩.
વંટોળના કાન ઉજાસ પર છે,
જ્યાં વેરાન ઈમારત પર
ઘવાયેલો સૂર્ય,
અંતરના સૂર્યને અજવાળી રહ્યો છે,
દીવાલોને
શોભાયમાન કરતી જાગ્રતતાએ
નિદ્રા પર વિજય મેળવ્યો છે.
૪.
શું માટી,
ફાટેલા વર્તમાનપત્રોથી પણ વધારે
વ્યધંત્વ ધરાવે છે!
જેનાથી તું અરૂણોદય પર
વિજય મેળવવા નીકળ્યો છે.
વિનયશીલ સુપ્રભાત,
જેને તેં પ્રેમથી સંવાર્યુ છે,
તે તેની ઓળખની રાહ જુએ છે,
તેં અવકાશમાં ભાત ચીતરી છે,
જે સામાન્યજન કરી શકતું નથી.
જેને તેં, ઉદારતાથી
અદ્યતન શૈલીમાં કંડાર્યુ છે.
તારા હાથની તલપે
શીશીમાં રંગ ભર્યા છે,
દુનિયા
બાલ્યાવસ્થાના સપનાઓમાંથી
બહાર આવી રહી છે,
પંખીઓ અને ગિટારમાંથી
સૂરાવલી રેલાઈ રહી છે,
ત્યારે એકનિષ્ઠ ભાવનાઓ,
નદીનું તળ અને વૃક્ષની છાલ?
એક નવો જ વાઈન ગોચર માટે!
જ્યારે નાહનારના પગોએ
ભરતી અને ઓટ સહન કર્યા છે,
ત્યારે
સવારના ખુલેલા તારા નીલા શટર
રાત્રિએ બંધ થશે?
ચાસમાં પંખીએ દાણા સૂંઘ્યા છે,
પ્રાચીન ઋતુઓનો પ્રકાશ
આ ખેડાણનું બ્યુગલ વગાડે છે
ખેડૂત સ્ત્રીઓ માળાના સૂનકારને
ભીનાશમાં ફેરવી રહી છે,
ઉમરાવો, તેમના સૂર્યાસ્તમાં
આ કડવો ઘૂંટ પી રહ્યા છે.
સવારના અજવાળામાં
લીલા ફળો ઝગમગી રહ્યા છે,
દાણા ચણનાર હૈયાઓને
તેં વીજળીનો આંચકો આપ્યો છે,
આંગળીઓની વચ્ચે
તેં જ્યોત જલાવી છે.
અને તેં વિગ્રહની જેમ
ચિત્રોને ચિતર્યા છે,
અંતે આ જયોત જ
અંતરની જ્યોતને મુક્ત કરશે.
૫.
હું, સ્ત્રીના બદલાતા
વ્યક્તિત્વને ઓળખી શકું છું,
માતૃત્વના આત્મવિશ્વાસથી,
બહારવટું કરતા,
બે તારાઓ
પ્રતિબિંબોને વહાવી રહ્યા છે.,
(ખ્રિસ્તી ધર્મમાં આવતા
દેવદૂત અને શેતાન)
રણની શુષ્કતા
અને વિસ્મૃતિને ભૂસી નાંખવા
તે, દિવસને અજવાળું આપે છે
અને તેના લોહીને લોહી આપે છે.
સાંભળ, તું એનું જ ગીત ગાઈ રહ્યો છે
તેના અનેક કાલ્પનિક ઘાટ,
તેના રંગો,
અણઘડતાને તળ બક્ષે છે.
ત્યારબાદ તે
રાત્રિના મૃગજળમાં ભળી જાય છે.
અને જ્યારે સૌમ્યતા
ઉડાન ભરે છે ત્યારે
અગાધ હિંસકતા
પાછળ રહી જાય છે,
થાકેલી તેમની પાંખો સાથે
અપમાન રહી જાય છે,
અને તેમના નસીબને
ખાઈ જતી એકલતાને
તેઓ કરુણાતમ્કતામાં
રૂપાંતરિત કરે છે
જ્યાં કશું જ નથી
ત્યાં નાટ્યાત્મકતા નિહાળે છે,
અને સ્વને બચાવે છે,
અને સ્વથી ઉપર શું!
તમે તેમને નષ્ટ કરી શકતા નથી,
તમારી આંખો તળે જ
તમે ફરીથી જન્મ લો છો
તે પણ તમારી યાદદાસ્તના સહારે,
ના, તો સભ્યતા વિના
કે ના તો સરળ અસભ્યતા વિના
એમ જ્ઞાનને માન અર્પણ કરો છો.
***
Vaah… ઉત્તમ.. 🌹🌹🌹🌹