એક પગલું ખોટું ને ખોટો જ આખો દાખલો ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા

સમય એવી તેજ ગતિએ સરી રહ્યો છે કે રાતે સૂઈએ અને સવારે ઊઠીએ એ દરમિયાન દુનિયામાં કોઈ મોટી ઊથલપાથલ થઈ ગઈ હોય. ઊથલપાથલ કરવામાં ડોનલ્ડ ટ્રમ્પનું નામ અગ્રસર રહ્યું છે.

President Donald Trump walks out with Bryson DeChambeau ahead of his afternoon match at the Ryder Cup

રોજ સવારે છાપું ખોલીએ એટલે ટૅરિફની તડાફડી કે વીઝાની વેદના વાંચવા મળે. અમેરિકા-ભારતની દાયકાઓ જૂની સઘન મૈત્રી દાવ પર મુકાઈ છે. ચિનુ મોદી લખે છે…

પથ્થરો પોલા નીકળશે શી ખબર?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ‘તી ખરી
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

રાષ્ટ્રીય દેવું ઓછું કરવા ટ્રમ્પ સરકારે ટૅરિફ પર દાવ લગાવ્યો છે.

Trump stuns with tariff backtrack but punishes China

ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવાનો નિર્ણય વ્યાજબી છે પણ જેઓ કાયદાકીય મર્યાદામાં કાર્યરત છે એવા લોકો પણ નાનામોટા વાંકે આડે હાથે લેવાઈ રહ્યા છે. અમેરિકામાં વસતા પ્રોફેશનલ મિત્રોની સલાહ ભારતના વડીલો સાથે શૅર કરવી છે. એમનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી ટ્રમ્પ છે ત્યાં સુધી સંતાનોને અમેરિકા ભણવા ન મોકલો. મોકલશો તો એમની આશા અનિશ્ચિતતા નીચે કણસતી રહેશે.

નવી નોકરીઓના સર્જનમાં માતબર ઘટાડો થયો છે. ધારો કે નોકરી મળે તોય વિસાના બદલાતા નિયમો મુશ્કેલીઓ સર્જી શકે છે. શ્યામ સાધુ કહે છે એવો અફસોસ આશ્લેષમાં લઈ શકે છે…

ગુલમ્હોર શોધનારી ઉદાસીને શી ખબર
હું પાનખરના નામથી પણ થરથર્યા કરું
આજે તો પેલા મોરના ટહુકાય ક્યાં રહ્યા
પીંછાના જેવો હું ફક્ત ફરફર્યા કરું

ફાર્મા સેક્ટર પર લગાવેલી ભારેખમ ટૅરિફની અસર શેરબજાર પર વર્તાઈ છે. ભારતીય દવાઓની ચાલીસ ટકા નિકાસ અમેરિકા ખાતે થાય છે.

કંપનીઓ હનુમાન ચાલીસા ગણીને પછી અનુમાન ચાલીસા ગણવા બેસી ગઈ છે. જો નિકાસને સજ્જડ માર લાગે તો બેલેન્સ શીટ ઉપરાંત હજારો નોકરીઓ જોખમમાં મુકાઈ જાય. એક દૃશ્યમાન ગણતરી સાથે અદૃશ્યમાન આશંકા વર્તાઈ રહી છે. નયન દેસાઈ ખબરની રાહ જુએ છે…

સાંજ સાંજ હોય તો હું એનું દ્રશ્ય છું
ડૂબતા સૂરજના રંગનું ઝળહળ રહસ્ય છું
રૂંવેરૂંવે ઊગી ગઈ અવકાશની ત્વચા
આપો મને ખબર કોઈ કે હું અદ્રશ્ય છું

વેપાર વૈશ્વિક થઈ ગયો હોવાથી નાનામોટા યુદ્ધોની અસર પ્રત્યેક દેશ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પડવાની. વિચાર કરો, ઈરાન પર મુકાયેલા પ્રતિબંધ પછી ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાની મક્કમતા ન દાખવી હોત તો આપણે ત્યાં ફુગાવો ફુગ્ગાની જેમ ફૂલી ગયો હોત.

Have India's imports of Russian crude peaked?

અમેરિકા સાથે ટ્રેડ-ડીલ માટેની વાટાઘાટો સતત ચાલી રહી છે. કેટલાક મુદ્દે સમાધાન થયું છે તો કેટલાક મુદ્દે રકઝક ચાલી રહી છે. સરકારને આશા છે કે આનો જલદી નિવેડો આવશે. જિતેન્દ્ર પ્રજાપતિ ખબર માટે સતર્ક જણાય છે…

આજ પણ ઉંબરે આવી અને પાછાં ફર્યાં
જો ફરી વેળા સ્મરણ પાછાં ફરે તો દે ખબર
આમ તો વાતને માની જશે; છે ખાતરી
તે છતાં પણ જો ચરણ રકઝક કરે તો દે ખબર

વિદ્યાર્થીઓને વીઝા મેળવવાની પ્રક્રિયામાં રકઝક થાય એ સમજ્યા પણ ત્યાં ભણવા ગયા પછી પણ અનેક રકઝક એમનો શિકાર કરવા ઊભી છે.

Around 150 international students, including those at Harvard and Stanford, lose visas in sudden US crackdown

OPT – ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેનિંગ પ્રણાલી હેઠળ વિદ્યાર્થી એક વર્ષ ઉપરાંત અતિરિક્ત બે વર્ષ એમ કુલ ત્રણ વર્ષ જૉબ કરી શકે છે.

Job offer or US visa risk? F-1 OPT student caught in career crossroads - Trending News | The Financial Express

કરી તો શકે પણ એ માટે જૉબ તો મળવી જોઈએને! વળી જેમની પાસે કામ કરવાની પરમિશન હોય પણ જૉબ ન મળી હોય એમની પૂછપરછ વધી ગઈ છે. આ પૂછપરછમાં કંઈ સંતોષકારક જવાબ ન લાગે તો સરકાર ડિપૉર્ટ કરી શકે છે.

Main pagal nahi hoon': How an Indian youth's deportation shook the US citizen in me

સાંઠથી એસી લાખ રૂપિયા ખર્ચીને આપણે સંતાનને વિદેશ ભણવા મોકલીએ પછી ન કરે ને નારાયણ એને ડિપૉર્ટ કરવામાં આવે તો પૈસા, પરસેવો, પ્રતિષ્ઠા અને પ્રયાસો – આ બધું જ પાણીમાં જતું રહે. મનસુખલાલ ઝવેરી ચેતવે છે…

જિંદગી! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત!
એક પગલું ખોટું ને ખોટો આખો દાખલો

લાસ્ટ લાઈન

કશું કહો નહિ, મને ખબર છે
એ શ્રમ કરો નહિ, મને ખબર છે

પડ્યા છે મારામાં લાખ અવગુણ
તમે ગણો નહિ, મને ખબર છે

જરાક સસ્તું થયું છે માખણ
સતત ઘસો નહિ, મને ખબર છે

નથી હૃદયમાં એ હોઠે લાવ્યા
વધુ બનો નહિ, મને ખબર છે

નથી તમારી તો ભૂલ એમાં
હવે રડો નહિ, મને ખબર છે

તમારી હાલત નથી બરાબર
ભલે મળો નહિ, મને ખબર છે

જવું છે એવું સતત કહો પણ
તમે જશો નહિ, મને ખબર છે

~ કિરણસિંહ ચૌહાણ

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments

  1. There is no need to be so emotional about America’s behavior. Wrong comparison.
    Let us not waste our good poetry on comparing with relations with USA.
    USA was never a friend of India. It was Modi ji who drummed up as “My friend Trump” to get political emotional advantage over Indian voters. India will be good with or without US friendship.

  2. વાહ સુંદર આલેખન અભિનંદન હિતેશભાઈ.