ચાલું હું એ દિશામાં, મારો મુકામ આવે ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

પ્રત્યેક જણ એમ વિચારે છે કે જીવનમાં એક એવો મુકામ આવે જે ટર્નિંગ પૉઈન્ટ સાબિત થાય. એમાં પ્રાપ્તિ પણ હોય અને તૃપ્તિ પણ હોય.

Turning Points in Life Can Create a Mess or a Miracle, You Choose

એવી ઉપલબ્ધિ હોય જેને મન વર્ષોથી ઝંખતું હોય. એવી સંતુષ્ટિ હોય કે આંખો હર્ષાશ્રુથી ઊભરાઈ આવે. આ માર્ગ ધીરજનો છે. બીજ વાવે એના બીજે દિવસે ફળ નથી ઊગી જતું. વિપુલ માંગરોલિયા `વેદાંત’ આ ધીરજ બંધાવે છે…

આજ નહીં તો કાલ થવાનું
વહેલું મોડું ભાન થવાનું
અડચણ તો થોડી આવે પણ
થાય શરૂ જો કામ, થવાનું

Mumbai Metro Line 3 Corridor Project Tunneling Work To Be Done By September 2020 - Metro Rail News

જે કામ કરે એની ભૂલ થાય. હાથ જોડીને બેસી રહીએ અને અન્યોનું વિવેચન કરતાં રહીએ એનાથી કોઈ ફાયદો નથી. હા, કામ જ વિવેચનનું હોય તો એમાં પણ પૂર્વગ્રહ વગરની નિષ્ઠા જોઈએ. કોઈ આપણી ભૂલ બતાવે તો આપણને ન ગમે.

How to Deal With Criticism - Wondermind

ગમે નહીં તોપણ એ નિર્દેશ સમજવા પ્રયાસ કરવો જોઈએ. શક્ય છે કે કોઈ નવી વાત શીખવા મળે. સ્નેહી પરમાર શીખવે છે એ અર્થ ગહન છે…

એનાથી મોટો શો વૈભવ
તડકો સીધો ઘરમાં આવે
સાર બધા ગ્રંથોનો એક
પાથરીએ તે પગમાં આવે

Most Popular Holy Books from Different Religions in The World

ધર્મગ્રંથોને આપણે માથે મૂકીએ છીએ, પગે લાગીએ છીએ પણ સાર ગ્રહણ કરતાં નથી. આદર્શનો પથ સહેલો નથી હોતો. એમાં કાંટાઓ આવવાના. અનેક પ્રલોભનો ચલિત કરવા આવે ત્યારે જાતને સંભાળવી અઘરી હોય છે. આમ જુઓ તો બધાના જીવનમાં સર્વસામાન્ય ઘટનાઓ આકાર લે છે. પાત્રના નામ બદલાય, પરિસ્થિતિ એ જ હોય. ભગવતીકુમાર શર્મા આ સામાન્યતાનો સહર્ષ સ્વીકાર કરે છે…

બહુ છાનેમાને આવે છે
મોત નાજુક બહાને આવે છે
ક્યાં મને એકલાને આવે છે?
સુખ અને દુઃખ બધાંને આવે છે

How to Be Happy for Other People When You're Miserable

બધાના જીવનમાં કોઈ ને કોઈ દુઃખ હોવાનું. ન હોય તો આપણે જાતે ઊભું કરવા સક્ષમ છીએ. આપણને ગ્લાસ અડધો ભરેલો હોવાનો આનંદ નથી હોતો, અડધો ખાલી હોવાનું દુઃખ હોય છે.

Is the glass half empty or half full? - Wikipedia

આપણને એ ખ્યાલ નથી આવતો કે કેટલાય કમનસીબ લોકો એવા છે જેમના જીવનમાં પાણીય નથી હોતું ને ગ્લાસ પણ નથી હોતો. બધું માગીભીખીને ચલાવવું પડે. આવતીકાલે રોટલો મળશે કે નહીં એની બાંહેધરી ન હોય એવા માણસના ચહેરા પર નિરાંત જોઈએ ત્યારે આપણી શ્રદ્ધાની કસોટી થાય.

This Doctor treats beggars for free. Support him with medical supplies! | DonateKart

હર્ષદ ત્રિવેદી દાર્શનિક વાત કરે છે…

કે અંતરમાં જ્યારે ઉમળકો આવે છે
બહુ ઊંડેથી દોસ્ત, સણકો આવે છે
કથા માળા કે જિંદગીની છે સરખી
કે એમાં મેર પછીય મણકો આવે છે

વિશ્વભરમાં સુવિધાઓ આધુનિક થઈ રહી છે તો સાથે સણકાઓ પણ આધુનિક થઈ રહ્યા છે. લડાકુઓ સાથે લેબનોનના નાગરિકો પણ ઈઝરાયલ અને હિજબુલ્લા વચ્ચે છેડાયેલા યુદ્ધનો ભોગ બની રહ્યા છે.

230,000 Lebanese left Lebanon in 4 months: NGO

હમાસ સામે છેડાયેલો સંઘર્ષ હિજબુલ્લાના નામે પુનરોક્તિ પામી રહ્યો છે. પ્રત્યેક દેશને પોતાની સુરક્ષાનો હક છે એ ન્યાયે ઊખડી જવાની નોબત આવે એ પહેલા દુશ્મનને ઊખાડી નાખવાની પદ્ધતિ ઈઝરાયલે અપનાવી છે.

Colonel Rohit Dev (RDX) 🇮🇳 on X: "When Israel has Destroyed Hamas and allied Terror Ecosystem substantially, it should do the following:- 1. Extend Buffer Zone in Gaza 2. Have 2-tiered Fence (

આંધણમાં આંધી ઉમેરાઈ ગઈ છે. બાબુલાલ ચાવડા આવા વસમા વખતની વાત કરે છે…

દિવસો જ્યારે વસમા આવે
હસવા જઈએ, ડૂસકાં આવે
સુખ આવે તો એકલદોકલ
દુઃખનાં ધાડેધાડાં આવે

Amid Rohingya refugee crisis, women emerge as heroes | United Nations Population Fund

જીવનમાં અનેક દિવસો આપણી કસોટી કરવા આવતા હોય છે. એમની સામે ઝીંક ન ઝીલીએ તો તૂટી જઈએ. કેટલોક સમય પસાર થઈ જવા દેવો પડે. આવી પરિસ્થિતિ માટે કોણ કારણભૂત છે એની તપાસ થાય ત્યારે પહેલું નામ ઓળખીતાઓનું જ આવે એ ચિંતાજનક છે. શૈલેશ ગઢવી તપાસમાંથી તારણ તરફ લઈ જાય છે…

તપાસ થાય પછી
સત્ય બ્હાર આવે છે
પ્રયાસ થાય પછી
સત્ય બ્હાર આવે છે
પ્રથમ નજરથી તમે
જેને ખાસ માનો છો
ખાસ થાય પછી
સત્ય બ્હાર આવે છે

We've seen an alarming spike in domestic violence reports:' For some women, it's not safe to leave the house OR stay home - MarketWatch

લાસ્ટ લાઈન

મારાં બધાં જ કાર્યો લોકોને કામ આવે
એવું કરું કશું કે, મારામાં રામ આવે

દર્શન કરું હું જયારે, મનમાં જડું એ મૂરત
આંખો મીચું ને મનમાં, ચારેય ધામ આવે

રખડી લીધું ઘણુંયે ખોટી દિશામાં જઈને
ચાલું હું એ દિશામાં મારો મુકામ આવે

દોડું સમયની સાથે, વહેતું રહે જીવન આ
માગું હવે તો એવું, વચ્ચે વિરામ આવે

વર્ષો થયાં, સૂનાં છે મંદિર ને હૈયે સૌનાં
હરખો હવે બધાંયે, નિજ ધામે રામ આવે

મતલબ તો છે ખુદાથી, પડતો ના ફેર એથી
છે કોણ એ સહાયક, છો રામ-શ્યામ આવે

~ રશ્મિ જાગીરદાર
~ સંયુક્ત ગઝલસંગ્રહઃ આંગણું ગઝલનું

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. સરસ.મિડ ડે માં આવતી આ કટાર કવિતાના કામણ કરીને મીઠા હુમલા કરવામાં સફળ રહે છે.