પ્રતીક્ષા ~ અછાંદસ કાવ્ય~ રશ્મિ જાગીરદાર

કોઈ ઘરમાં
કોઈ વનમાં
કોઈ બાગમાં તો કોઈ રણમાં …!
પણ હું?
બસ, પ્રતીક્ષામાં
તમારી,
રાત્રે સપનાં સંકોરું
આંખ ઊઘડે કે,
ઉંબરા શણગારું
બારણે તોરણ,
આંગણે સાથિયા સજાવું.
અંદર બહાર ફરતી રહું,
ઊભી રહું,
ભણકારા સાંભળવા…!
હમણાં આવશે-ધડક!
આવશેને? – ધડક!
અરે, આ તો ઘબકારા!
હાથમાંથી છૂટતો સમય
ન સંભળાતા ભણકારા!
દૂર દૂર સુધી
પાંપણના નેજવે
વલખતી, એકાકી નજર
થાકીને મૂંગી મૂંગી વરસતી રહી….!
કદાચ,
મારા ઘરનો રસ્તો 
હિમાલયની કંદરામાં થઈને
તો નહીં આવતો હોય
કે તમે ભૂલા પડી ગયા..?
~ રશ્મિ જાગીરદાર 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.