સંકેતવિજ્ઞાન શિબિર ~ Online Zoom ~ ૨ મહિના : ૨૦ સત્ર  ~ શનિ/રવિ ~ ૨૦ એપ્રિલથી શરુ ~ ફેકલ્ટી : બાબુ સુથાર

સંકેતવિજ્ઞાન શિબિર 
મહિના : ૨૦ સત્ર 
ફેકલ્ટી :
બાબુ સુથાર

સંકેતોનો અભ્યાસ કરતું વિજ્ઞાન તે સંકેતવિજ્ઞાન. આ વિજ્ઞાન પર બે વિદ્યાશાખાઓનો પ્રભાવ છે. એક તે ભાષાવિજ્ઞાન અને બીજી તે ફિલસૂફી.

ભાષાવિજ્ઞાનમાં સૌ પ્રથમ વાર સોસ્યુર (૧૮૫૭-૧૯૧૩) નામના સ્વિસ ભાષાવિજ્ઞાનીએ સંકેતવિજ્ઞાનની વાત કરેલી. એ જ રીતે, ફિલસૂફીમાં સૌ પ્રથમવાર અમેરિકન ફિલસૂફ પિયર્સે સંકેતવિજ્ઞાનની વાત કરેલી (૧૮૩૯-૧૯૧૪).

રસ પડે એવી વાત એ છે કે સોસ્યુર અને પિયર્સ પૂર્વે પણ ઘણા વિદ્વાનોએ સંકેતોની વાત કરી છે પણ એમણે કદી પણ સંકેતોનો અભ્યાસ કરવા માટે વિજ્ઞાન કે શાસ્ત્રની જરૂરિયાત પર ભાર નહોતો મૂક્યો. એ કામ આ બે વિદ્વાનોએ કરેલું.

સંકેતો પણ ભાત ભાતના હોય. આપણે બોલીએ છીએ એ ભાષા પણ સંકેતોની એક વ્યવસ્થા છે, આપણે ખાઈએ છીએ એ ખોરાક પણ સંકેતોની એક વ્યવસ્થા છે, આપણે પહેરીએ છીએ એ વસ્ત્રો પણ સંકેતોની એક વ્યવસ્થા છે અને આપણે જોઈએ છીએ એ ચિત્રો કે એ ફિલ્મો પણ અંતિમે તો સકેતોની જ એક વ્યવસ્થા હોય છે.

કેવળ મનુષ્યોમાં જ નહીં, માનવેતર પશુઓમાં પણ અને યંત્રોમાં પણ એક કરતાં વધારે આગવી સંકેત વ્યવસ્થાઓ હોય છે.

આ સકેતો શું હોય છે? આપણે સંકેતોનું નિર્માણ કઈ રીતે કરતા હોઈએ છીએ? આપણે આ સંકેતોનું અર્થઘટન કઈ રીતે કરતાં હોઈએ છીએ? એટલું જ નહીં, આપણે સંકેતોનો સંવાદમાં/પ્રત્યાયનમાં કઈ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ? આ કોર્સના ઉપક્રમે આ અને આવા બીજા અનેક પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.”

પ્રવેશ ફી :
~ રૂપિયા  ૩૦૦/– (ભારત)
Gpay, Paytm, PhonePe:
+91 98694 39539

~ અમેરિકા અને અન્ય દેશો 
$20
Paypal id:
jayumerchant@gmail.com

આપનો પ્રતિભાવ આપો..