“કપરા દિવસોમાં….” ~ “मुश्किल दिनों में …” ~ મૂળ હિંદી કાવ્યઃ ગગન ગિલ ~ અનુવાદઃ કુશલ રાજેશ્રી-બિપિન ખન્ધાર

પગ અટકી જશે
રેલના
પોતાના પાટાઓમાં

ફસાઈ જશે દાણો
બચાવી રાખેલો
ચકલીનાં ગળામાં
કપરા દિવસોમાં

સૂકાઈ જશે પાણી
ઊંટનાં પેટમાં

રડતી હશે ઈંટ
એના પીપળા માટે
જેને એનામાં
ઊગવાનું હતું
અને નહોતું પણ

ઉતારતી હશે એ
છાલ
પોતાના માથાની
જેથી ફાટી ગઈ હતી
નસ જે
વહી શકે,
નિર્વિઘ્ને

 

આપનો પ્રતિભાવ આપો..