ચૂંટેલા શેર ~ હરીન્દ્ર દવે (જન્મદિનઃ 19 સપ્ટેમ્બર) + ગુજરાત સાહિત્ય અકાદમી નિર્મિત Video

1) ગુજરાત સાહિત્ય અકાદમી નિર્મિત સર્જક પરિચય શ્રેણી અંતર્ગત Video YouTube લિંક:

2) ચૂંટેલા શેર

કાશની સીમાઓ
ખતમ થાય છે જ્યહીં
ત્યાંથી શરૂ જે થાય,
એ મારા વિચાર છે
*
તારા ખરીખરીને નિમંત્રણ દઈ રહ્યા
મારીયે એક ખાલી જગા હોવી જોઈએ
*
વું છે એક દી તો આજ
ચાલ્યો જાઉં છું, મિત્રો!
હું મહેફિલમાં નથી આવ્યો
ટકી રહેવાના નિશ્ચયથી
*
ક સફળ કરુણાંતિકા
લખવી હતી એ કારણે
મેં આ જીવન-વારતાનું
સંકલન જોયા કર્યું
*
હું જ્યારે વ્યોમના તારકને
દૃષ્ટિમાં ભરી બેઠો
તમારાથી ગયું બોલાઈ,
`આંખો આસમાની છે!’
*
મંઝિલ ક્યારની ગુજરી ગઈ,
બેધ્યાન હમરાહી!
હવે ખેંચાણના કારણમાં
સુંદરતા નથી હોતી
*
જીવનનો પંથ એકલા કાપી નહીં શકત
એ રાહ ઉપર કંઈક જનારા મળી ગયા
*
ફેંસલો થશે ને શિકાયત નહીં રહે
કાં હું નહીં રહું, કાં મહોબત નહીં રહે
*
હાય, આ કેવી અમારી છે કમનસીબી કે
યાદ છે સારું ભુવન, એનું ભુવન યાદ નથી
*
માનવીનું પણ ક્યાં
નિખાલસ મિલન હવે
નક્કી કવિનો ભ્રમ,
જે નિહાળે સભા બધે
*
ના હૃદયનો ભાર અજાણ્યે વધી જશે
આવી નજર ન નાખશો કોઈ જનાર પર
*
કાયમ ભલે તમારી સભામાં નહીં હશું
દિલમાં નજર કરી જજો, ત્યાંથી ક્યાં જશું?
*
રૂપાળી વાત માંડી જો
સમયનું વ્હેણ રોકો તો
હું વેરાયેલ ક્ષણને
સંકલનનું નામ આપી દઉં
*
નાજુક હવાની બંને ઇબારતઃ છતાં કહો
હું જગના શ્વાસમાં કે જગત મારા શ્વાસમાં?
*
દીવાનું લાલ તેજ છે આઘેની બારીએ
દરવાજે અંધકાર શું ખોટી થયો હશે?
*
રાક હાથ જ્યાં ફેલાયા,
ત્યાં તમે જ હતા
મને તો એમ હતું,
માર્ગમાં નકાબ હશે
*
પાલવમાં તેં સમેટયો સખી,
એ સમય હતો
મુજ પ્રેમને તો અંત નહીં,
આવરણ નહીં
*
દલ્યા કરે છે રંગ ગગન નિત નવા નવા
આદિથી એનો એ જ આ ધરતીનો રંગ છે
*
ગળ શું એ પછી કોઈ
રસ્તો જતો હશે?
તું તો વળાંક પાસે
હસીને વળી ગઈ
*
કૈં ન બોલીને તમે કેવો કરુણ ગાયો છે
આપણો શોક પળેપળ મહીં પથરાયો છે
*
માછલીની વાત ન સમજાઈ કોઈને
દરિયામાં જાળ ન્હોતી છતાંયે ઝલાઈ ગઈ
*
મે બોલ્યા કરો, હું સાંભળું,
બસ સાંભળું કાયમ
પછી જંપી જઉં એ નીંદમાં,
જ્યાં કોઈ ના જાગે!

~ હરીન્દ્ર દવે

(નોંધ: ગઝલનો  શેર બે લાઈનનો હોય, પણ મોબાઈલ પર વાંચવામાં સરળતા રહે એ રીતે કેટલાક શેરમાં ટુકડા પાડ્યા છે એટલે એ ચાર લાઈનમાં દેખાશે. )

આપનો પ્રતિભાવ આપો..