અગત્યની પ્રેસ નોટ ~ સાહિત્ય અકાદેમી યુવા પુરસ્કાર, ૨૦૨૪ ~ આવેદન મોકલવાની છેલ્લી તારીખ ૩૧ ઑગસ્ટ ૨૦૨૩
૨૦૨૪ના વર્ષ માટે યુવા પુરસ્કાર માટે સાહિત્ય અકાદેમી દ્વારા પુસ્તકો મોકલવા માટે લેખકો અને/અથવા પ્રકાશકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સાહિત્ય અકાદેમી દ્વારા માન્ય કરવામાં આવેલી ૨૪ ભાષાઓમાં યુવા લેખકો દ્વારા પ્રગટ થયેલાં પુસ્તકો મોકલવાં રહેશે. પુસ્તકના લેખકની ઉંમર ૨૦૨૪ની પહેલી જાન્યુઆરીએ ૩૫ વર્ષ કે એનાથી ઓછી હોવી જોઈએ.
પુસ્તકો મોકલવાની છેલ્લી તારીખ ૩૧ ઑગસ્ટ, ૨૦૨૩ છે.
પ્રત્યેક પુસ્તકની બે નકલ મોકલવાની રહેશે અને તેની સાથે જન્મતારીખ અંગેનો પોતાની સહીવાળો દાખલો (આધારકાર્ડ / પાસપોર્ટ / ડ્રાઈવિંગ લાઈસન્સ / વોટરકાર્ડ) મોકલવાનો રહેશે. આ અંગેની વધુ માહિતી સાહિત્ય અકાદેમીની વેબસાઈટ https://sahitya-akademi.gov.in પરથી મેળવી શકાશે.
ભારતીય ભાષાઓમાં લખતા અને ૩૫ વર્ષ કે એનાથી ઓછી ઉંમરના યુવા લેખકોને પ્રોત્સાહન આપવા માટે સાહિત્ય અકાદેમીએ ૨૦૧૧થી યુવા પુરસ્કાર આપવાનું શરૂ કર્યું છે.
આજ સુધીમાં અકાદેમી માન્ય નીચેની ભાષાઓમાં પ્રગટ થયેલાં પુસ્તકો માટે આ પુરસ્કાર આપવામાં આવ્યા છેઃ મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, રાજસ્થાની, સંથાલી, સંસ્કૃત, સિંધી, તમિળ, તેલુગુ અને ઉર્દૂ. દર વર્ષે યોજાતા ભવ્ય સમારંભમાં આપવામાં આવતા આ પુરસ્કારમાં પચાસ હજાર રૂપિયા ઉપરાંત તામ્રપત્ર તથા પ્રશસ્તિ-પત્ર એનાયત કરવામાં આવે છે.

જે જરૂરી વિગતો ભરવાની છે તે માટેના ફોર્મની pdf લિંક અને jpg (બે ઈમેજ) આ સાથે આપી છે. બનેનું મેટર એકસરખું છે. pdf પરથી પ્રિન્ટ સારી આવશે .
https://drive.google.com/file/d/1FpkfOK49MWAtNHMGNG9hfcLlZtdwWlmH/view?usp=sharing

