ચૂંટેલા શેર ~ ઉમેશ ઉપાધ્યાય (વડોદરા) ~ ગઝલસંગ્રહઃ હવે થાય તે ખરું

જેવો મૂક્યો પગ ગામમાં, સમૃદ્ધ થઈ ગયો
માટી અડી ભાગોળની ને શુદ્ધ થઈ ગયો
*
હૉટલનું બીલ નવસો એંસી
સો જ લખાવ્યા ગૌશાળામાં
*
વવાનું ક્હે અને આવે નહીં
એમનું આવું વલણ ફાવે નહીં
*
રોજ એનું નવું બહાનું છે
પાછું મારે એ માનવાનું છે
*
ક ભાઈ પાસે મા ને બાપા બીજાની પાસે
નિષ્પક્ષ રહી કરી છે મિલ્કતની વહેંચણીને
*
છોને ઘરમાં કશેય સ્થાન નથી
દસ્તાવેજે તો નામ માનું છે
*
કોઈ ઘરડાં થઈ ગયાં પણ ના જડી
એક બાળકને જડી ગઈ જિંદગી
*
ક વૃક્ષ વાવવાને ભાગી ગયો છે ગામે
થાકી ગયો છે કડિયો, મહેલો ચણીચણીને
*
મકુડી આવે પછી પડશે ખબર
શી રીતે પાણી વિના પલળાય છે
*
ચાલશે બધું જ પણ, એ ધરાર નહીં ચાલે
પ્રેમમાં કોઈ નિયમ કે કરાર નહીં ચાલે
*
લા તો છે કલા, એ વેચવી સારી નહીં કિંતુ
દિવસમાં બે વખત તો ભૂખ પણ લાગે છે, જનાબ
*
ક વિસ્ફોટ થાય એવું છે
લાલસા એટલી ઢબૂરી છે
*
ટાઢક છે આવ્યાની અને ગુસ્સો વિલંબનો
શરદીની સાથે હોય જેમ થોડોક તાવ પણ
*
ડાળથી તૂટયાં પરણ જેવી જ છે
ઉત્તરાવસ્થા મરણ જેવી જ છે
*
હા, બહુ મોટા થવાની લ્હાયમાં
ના ખબર પણ રહી કે નાનો થઈ ગયો
*
રીતે વર્તમાન પણ ખોયો તમે તો હાથથી
આપ શું જોઈને બસ, ઈતિહાસ લઈ બેસી રહ્યા
*
સ્વપ્નને સાકાર કરવું હોય તો
સ્વપ્ન પણ જોવું જરૂરી છે જ ને
*
ફેસલો થઈ ગયો છે પહેલાંથી
નામ પૂરતી તપાસ રાખી છે
*
જાત ના બદલી શક્યું કોઈ અહીં
સૌ કહે, સંસાર બદલાઈ ગયો

~ ઉમેશ ઉપાધ્યાય (વડોદરા)
~ ગઝલસંગ્રહઃ હવે થાય તે ખરું
~ પ્રકાશક અને પ્રાપ્તિસ્થાનઃ
ડી-4, મુરલીધર સોસાયટી
બાલાજી ડુપ્લેક્સ પાસે
વાઘોડિયા-ડભોઈ રોડ
વડોદરા – 390 025.
ફોનઃ +91 98980 35463

આપનો પ્રતિભાવ આપો..