માતૃવંદના ~ ચાર ગઝલ ~ દીપક ઝાલા “અદ્વૈત” (નૈરોબી)
1) તારણ હતી “મા”
અમારી ખુશીઓનું કારણ હતી “મા”
બધા દર્દનું એક નિવારણ હતી “મા”
શિરે ધોમધખતો લઈ તાપ હસતી,
મળે સૌને ટાઢક એ ઠારણ હતી “મા”
મિટાવી શકે જે ધડીભરમાં સઘળાં,
હતા લાખ ઝખ્મો ને મારણ હતી “મા”
વહાવ્યો સદા સ્નેહ આંખોથી એણે,
મીઠું વ્હેણ ગંગાનું ઝારણ હતી “મા”
હતી જિંદગી ક્યાંક વૈશાખ જેવી,
જીવન બાગમાં પોષ-ફાગણ હતી “મા”
હ્રદયની ધરા પર અમી છાંટણા સમ,
ગમે સૌને એ ઋતુ શ્રાવણ હતી “મા”
કદી આંગળી ચીંધતું કોઈ સામે,
સહે ઘાવ સઘળાં એ વાઘણ હતી “મા”
કદી ચૂકવી ના શકું વ્યાજ જેનું,
ખરેખર અમારી તું થાપણ હતી “મા”
તમે “દીપ” એના વિના છો અધૂરા,
જીવનનું તમારા તો તારણ હતી “મા”
*
2) “મા” સહે છે
ક્યાં કશું એ તો કહે છે?
“મા” તો ફોટામાં રહે છે.
યાદ જ્યારે “મા”ની આવે,
આંસુ એકધારા વહે છે.
આ હૃદય વ્યાકુળ થઈને,
હાજરી “મા”ની ચહે છે.
સ્મિત હોઠો પર સજાવી,
દર્દ લાખો “મા” સહે છે.
“મા” વિનાના “દીપ”ને તો
આગ અંદર પણ દહે છે.
*
3) તારા વગર મમ્મી…
તારા વગર મમ્મી,
તારા વગર મમ્મી.
આપતી’તી તું,
તારા વગર મમ્મી?
પડ્યા છે એકલા જો ને,
તારા વગર મમ્મી.
પરોવી તો લઈશું, પણ
તારા વગર મમ્મી.
તો ફરી પાછી તને માગું
તારા વગર મમ્મી.
અંધારા મળે સામે,
તારા વગર મમ્મી.
તો રોકી હું લઉં પાસે,
તારા વગર મમ્મી?
રોતો બસ રહું છું હું,
તારા વગર મમ્મી.
‘દીપક’ને સાચવે સારું,
તારા વગર મમ્મી.
*
4) કમી લાગે છે મા
બહુ આકરી લાગે છે મા,
આટલી વિશાળ દુનિયા
સાંકડી લાગે છે મા.
ફેરવ્યો’તો હાથ માથા પર
તેં મારા એ પછી,
આખી દુનિયાની દુઆઓ
વામણી લાગે છે મા.
રોજની ઘટમાળમાં
ખુદને પરોવી રાખું છું,
પણ બધું હોવા છતાં
તારી કમી લાગે છે મા.
ના, જરા પણ એવું ના
વિચારતી હું ખુશ નથી,
ખુશ રહું છું પણ ખુશીઓ
વાંઝણી લાગે છે મા.
હા સમય સાથે બધું
થાળે જ પડતું હોય છે,
પણ સમયને મારી સાથે
દુશ્મની લાગે છે મા.
એમ વલખાં મારું પાણી બહાર
જાણે માછલી,
હું જે રીતે જીવું છું એ
વાજબી લાગે છે મા?
મસ્ત ફોટોફ્રેમમાં
રાખી મઢાવી તે છતાં,
જોઈ લે મારા વગર
તું એકલી લાગે છે મા
~ દીપક ઝાલા “અદ્વૈત” (નૈરોબી)
dipak.zala@gmail.com