શુક્ર ભાગ-2~ મનમંદિરના ઝરૂખામાં સુવર્ણનો ચળકાટ ~ લેખકઃ અનંત પટવા (મુંબઈ) ~ 9820258978

લેખ-8
પૃથ્વી પર સ્વર્ગનો આસ્વાદ

નભોમંડળનો પાંચમો ગ્રહ શુક્ર સદાય યુવા અવસ્થામાં રહેતો સૌંદર્યવાન, વીર્યવાન, તેજસ્વી ઝળહળતો છે. શુક્રની સરખામણીમાં અન્ય કોઈ ઉર્જાવાન ગ્રહ નથી. શુક્રનું વિવેચન કરવામાં કલમ ટૂંકી પડે.

શુક્ર એટલે સુખોનો સરવાળો અને દુઃખોની બાદબાકી. શુક્ર એટલે સૌંદર્યનો ખજાનો ને કામનો ઉન્માદ. રતિ અને કામદેવની ક્રીડા એ શુક્ર, પણ એક વાત યાદ રાખવી પડેઃ અતિ સર્વત્ર વર્જયેત.

ME & MY THOUGHTS: 1013. Excess should be avoided....!

આ જ શુક્ર જો સમતુલા ગુમાવે તો જીવનની ગાડી પાટા પરથી ઉતરી જાય. જીવનની ધરી ઉર્ધ્વગતિથી અધોગતિ તરફ પ્રયાણ કરતી થઈ જાય.

આજે આપણે એવા કેટલાક સમીકરણોની વાત કરીશું જેમાં જાતક રાતોરાત સફળતાની ટોચ પરથી નિષ્ફળતાની ઊંડી ખાઈમાં ધકેલાઈ જાય છે.

એવા સમીકરણોને કારણે ચારિત્ર્યવાન જાતકને સમગ્ર વિશ્વમાં બદનામીનો સામનો કરવો પડે. પોતાના કર્મોને કારણે સિંહાસન પરથી ઉતરી કારમી સજાના ભોગ પણ બનવું પડે છે.

આજે વાત કરીશું શુક્રના રાહુ સાથે મંગળ સાથેના સંબંધોની. શુક્ર પોતાની નીચ રાશિમાં તેમ જ શત્રુ રાશિમાં રાહુ સાથે સંબંધો બનાવે ત્યારે માણસ પોતાની બુદ્ધિ ગિરવે મૂકી દે છે. સમાજમાં કલંકિત થઈ જવાય એવાં કૃત્યો કરી બેસે છે. મન ચંચળ અને વિહવળ બની જાય અને ચારિત્ર્ય પર મોટું કલંક લાગી જાય.

પુરુષ અથવા સ્ત્રી જાતક બેઉ જ્યારે શુક્રની નીચ રાશિની અસરમાં આવે અથવા રાહુ-શુક્રની ધન, કન્યા, વૃશ્ચિક રાશિમાં અથવા રાહુ – સૂર્ય – શુક્રની યુતિ સર્જાય ત્યારે કામવાસના ભડકે છે. જાતક ધર્મ અને જ્ઞાનના સંસ્કારોને ભૂલી બળાત્કારી વલણ અથવા લંપટતામાં વીંટળાયેલો જોવા મળે છે.

Love and Lust in Balance - Pictured As Balanced Balls on Scale that Symbolize Harmony and Equity between Love and Lust that is Stock Illustration - Illustration of equipoise, equilibrium: 164601027

કેટલાયે કિસ્સાઓમાં પુરુષ અને  સ્ત્રીના લગ્નેતર સંબંધો ખુલ્લેઆમ જોવા મળે છે. સ્ત્રીનું ચરિત્ર એનું મોંઘું આભૂષણ છે. ગ્રહની વિપરીત અસરને કારણે સ્ત્રી લગ્નજીવનમાં ગરિમા જાળવી શકતી નથી અને પાપલીલા આચરી બેસે છે.

A Mumbai woman shares how having an extra marital affair saved her marriage | GQ India

સમાજનાં બંધનોના સીમાડા સ્ત્રી અને પુરુષને રોકી શકવામાં અસમર્થ બને છે અને ઘોર પાપોની પરંપરા સર્જાય છે. જીવનમાં વિકાર અને અતૃપ્ત ઇચ્છાઓ ગુનાઓની હારમાળા સર્જે છે. એના કારણે જેલની ચાર દીવાલોમાં જીવન વિતાવવાની નોબત પણ આવી શકે.

હવે વાત કરીએ વિપરીત પરિસ્થિતિમાં પણ શુક્રની ઉર્જાને બળવાન બનાવી યોગ્ય દિશામાં પરિવર્તિત કરવાની.

જે જાતની કુંડળીમાં શુક્ર નીચત્વની અસરમાં હોય અથવા પાપગ્રહોની સાથે યુતિ થતી હોય ત્યારે નેગેટિવ પરિબળો પડકારતા હોય છે. એને નાથવા આપણે નાના વૈદિક ઉપાયો, મંત્રો, યંત્રો અને ક્યારેક સ્ટોન (નંગ)નો પણ સહારો લઈ શકાય. તો વાત કરીએ આવા નાના પણ અસરકારક ઉપાયોની.

શુક્રના નેગેટિવ પરિબળોને શાંત કરવા દરેક જાતકે રોજ શુક્રની સ્તુતિનો પાઠ કરવો.

કનકધારા સ્તોત્ર તેમજ શિવચાલીસાનો પાઠ પણ રોજ કરી શકાય.

સવારની શરૂઆત પ્રભુની સેવામાં જ વિતાવવાથી મનના વિકારો કાબૂમાં રહે છે. વિશ્વાસ રાખી સત્સંગ અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરવી.

રોજ નહાવાના પાણીમાં હળદર અથવા ક્યારેક એલચીના દાણા નાખી સ્નાન કરવું. શુક્રના દાનમાં ખીર, ચોખા, દૂધનું દાન અવશ્ય કરવું. શક્ય હોય તો દર શુક્રવારે 21 કુંવારી બાળાઓને ભોજન કરાવવું.

મન, વચન અને કાયાથી દર શુક્રવારે બ્રહ્મચર્યનું પાલન કરવું. દર શુક્રવારે માતાજીની મૂતિ અથવા છબિ પર 108 ફૂલ ચઢાવવા. થઈ શકે તો કમળનાં ફૂલથી ભક્તિ કરવી. કાળા કપડાંનો બને એટલો ઓછો ઉપયોગ કરવો.

શુક્રની પીડા ભોગવનાર વ્યક્તિએ તામસી અને માંસાહારી ખોરાકનો ત્યાગ સંપૂર્ણપણે કરવો. કોઈ પણ જાતના વ્યસન દા.ત. દારુ, ગુટકા, તમાકુ, ચરસ, ગાંજા કે મગજને અસ્થિર કરે એવા પદાર્થોનું સેવન કરવું નહીં.

How to Say NO to Drugs!

શુક્રનું યંત્ર (અષ્ટલક્ષ્મી મહાયંત્ર) શુદ્ધ ચાંદીમાં ભરણી નક્ષત્રમાં બનાવી ઘરમાં ઈશાન ખૂણામાં સ્થાપના કરવી.

કેટલાક સંજોગોમાં યોગ્ય માર્ગદર્શન હેઠળ સફેદ પોખરાજ (White Sapphire), Zircon અથવા ક્રિસ્ટલ પણ ધારણ કરી શકાય.

Order Natural White Sapphire (Safed Pukhraj) in Delhi India

આ બધા નંગો અનામિકા આંગળીમાં ચાંદી અથવા પંચધાતુમાં ધારણ કરવા.

શુક્રના પોઝિટિવ ઉપાયો જાતકના જીવનમાં સર્જાયેલી અશાંતિ અને તોફાન શાંત કરી સંસ્કારભર્ય઼ું વાતાવરણ સર્જવામાં મદદ કરે છે.

લગ્નજીવનમાં શુક્રની લહેજત અને મીઠાશ અનુભવાય છે. પ્રભુ શુક્રના પરિતાપમાંથી સર્વે લગ્નગ્રંથિથી જોડાયેલા જાતકોને અને જોડાવા માગતા જાતકોને બચાવી સદબુદ્ધિ પ્રદાન કરે.

શુક્રની ઉર્જા સુખ, શાંતિ અને સમૃદ્ધિ સદભાવના આપનારી બની રહે એ જ પ્રાર્થના.

~ અનંત પટવા (મુંબઈ)
~ 9820258978

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. Interesting article on planet Venus. It is always believed that Venus is only giver of luxury but a different dimension is given here.

  2. Anant ji you are very wise, kind and helpful. I feel incredibly inspired and energized. Keep it good work