ચૂંટેલા શેર ~ સંજુ વાળા ~ કાવ્યસંગ્રહઃ અદેહી વીજ

ઝલ પુરુષજી! કહોઃ આપના હૃદયે કેવી હામ વસે છે?
એ સ્થાનેથી શરૂ કરો છો જેમાં પૂર્ણવિરામ વસે છે
*
જુ નવનાથ, દામોકુંડ, કેદારો, તળેટી, ટૂક…
હજુ કરતાલની રણઝણ નવો પડકાર ફેંકે છે
*
ધા રંગોની ઓળખ હોય હાડોહાડ, એ
અહીં આવે, ને કાળી કામળી નક્કી કરે
*
નાં છે ઘરમાં અજવાળાં એ જ આબરૂ, એ જ અમીરી
ઘરવખરીમાં કવિતા, વત્તા પુસ્તકની એક અલમારી રે!
*
બદબીજને શબદનું સિંચન શબદનીપજ ને સાળ શબદની
શબદ રંગ ને ખુદ રંગારો બીજું તો હું શું સમજાવું?
*
વા સંદર્ભ ઊગે છે સતત એના બગીચામાં
કદાચિત્ ગાઈ લેશે કિન્તુ કલરવમાં નહીં ડૂબે
*
ડછાયા સાથે તારો સંવાદ હો નિરંતર
એ વાત છે અલગ કે પામે નહીં તું ઉત્તર
*
શે તું રાગ-રાગિણીનો કસબી પણ
બધિર છે જગ, જરા સંભાળવું સાહેબ!
*
ના પામ્યાનો નહિ પસ્તાવો
હું ક્યાં છું કોઈ પૂર્ણ પુરંદર
*
પ, તીરથ, તિલ્લક ના ઝંખે ના તન-મનની માળા રે
ના સ્થાપે કોઈ નામ-નિશાનાઃ પીડ પરાઈ જાણે રે
*
જ મારાય હાથ ના પહોંચ્યા
ક્યાં રહી ગઈ કસર બતાવી દે
*
જાતક, અદેહી, અજન્મા, અનાદિ
અલગ રૂપ તથ્યો હતાં, છે ને રહેશે
*
મૂળ સાથે જ વળગી રહેવું છે
માટીનું માત્ર એવું કહેવું છે
*
હુ થાક લાગ્યો છે તૂટે છે અંગો
ઠરીઠામ ઠરવા ન દેતો અજંપો
*
નોટ નકલી બજાર વચ્ચે
એમ ઈશ્વર વિચાર વચ્ચે
*
જેણે ઊંઘ આપી છે, પરંતુ સ્વપ્ન ના દીધાં
બિછાનું, બારી ને એ ઓરડાની વાત કરવી છે
*
સૌ અવાજના સ્તરોને સાંભળી લીધા
પણ નિઃશબ્દ કોઈ ગુંજ ગરવી બાકી છે
*
હોય, પણ પકડી ના શકો એને
સત્ય ચાંદરણું છે એ નક્કી છે
*
ઘડવું જાદુપેટી જેવું એની વાતનું
કર્યું અરધું નિવેદન ને તરત બિડાઈ ગઈ
*
ક-બીજાને આપણે ગમેલાં
તે છતાંયે ક્યાં વ્યક્ત થઈ શકેલાં?
*
કંકાવટી કેસરની લઈને વાટ નીરખશું
તું આવ તો, પહેલું તિલક કરશું તને રાજા!
*
ચંપા-ચમેલી જેમ તારી વેણીએ મહેકી
કરમાઈ જાશું તે છતાં ગમશું તને રાણી!
*
હાથમાં એના દિશાસૂચન મૂક્યું છે વહાણનું
જેમને નૈઋત્ય ને ઈશાન સમજાતા નથી
*
વનથી પાતળી, પાંખી પ્રતીતિ
પ્રગટતી લાખ સંદર્ભો પછી

~ સંજુ વાળા
~ Email: sanjoo.vala@gmail.com

~કાવ્યસંગ્રહઃ અદેહી વીજ
~ પ્રકાશકઃ અકિલા ઈન્ડિયા પબ્લિકેશન્સ, રાજકોટ

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. કવિશ્રી સંજુ વાળાના નવ્યસંગ્રહ ‘અદેહી વીજ’નું સ્વાગત!
    બહુ જ સુંદર ચૂંટેલા શેર