गंगा का माहात्म्य – પ્રકરણ: ૪ ~ “ગંગાથી રાવી સુધી” (લેખમાળા: બે )~ પૂર્વી મોદી મલકાણ
સમય, સભ્યતા અને સંસ્કૃતિની વાત કરીએ ત્યારે ગંગા યાદ ન આવે તો ગંગાનો મહિમા અધૂરો રહી જાય છે.
ऐसे दगादार, मेरे पातक अपार तोहिं,
गंगा की कछार में पछार -छार करीहौं
(ગંગાસ્તવન -કવિ પદ્માકરજી)
અર્થાત્:- મારા કરેલાં પાપો અપાર છે અને અંતિમ સમયે દગો આપનાર છે, જેને હું ગંગાના કિનારે, ગંગા તીરે અને ગંગાનાં નીરમાં પછાડી પછાડી પવિત્ર કરી નાખું તો જ મારો ઉધ્ધાર થશે અન્યથા નહીં.
કવિ પદ્માકરજીએ ગંગાસ્તવનમાં જેમ પોતાનાં પાપોને જેમ પવિત્ર કરવાની વાત કરી છે તે અદભૂત છે અને દરેક ભારતીય માટે લાગુ પડે છે. અગર અન્ય વિશ્વ સરિતાઓ સાથે ભારતીય નદીઓની વાત કરીએ તો આપણી નદીઓ એવી છે જેને કિનારે સદીઓથી વિવિધ પ્રકારનાં ધાર્મિક-કાર્મિક સંસ્કારો પૂરા કરવામાં આવે છે. આપણી નદીઓની આ વાસ્તવિકતા જોઈને યાદ આવે છે કે; એક સમયે દૂર દૂરથી ઋષિ મુનિઓ અને મહારાજાઓ ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, ગંડકી વગેરે નદીઓનાં જળની કાવડીઓ, રેત અથવા શિલાઓ મંગાવી (સ્થળ મુજબ) તેનો ઉપયોગ કરતાં હતાં અને અમુક હદે આજે પણ કરે છે.
ઋષિ મુનિઓની આ પ્રક્રિયા સરયૂવાહક ગણાતી હતી, જેણે ઘણાં ઈતિહાસો રચ્યાં હતાં. પણ આ બધાંમાં ગંગા, ગંગા સંસ્કૃતિ અને ગંગાનાં ઈતિહાસોની એક અલગ જ ગાથા છે. તેથી લોકોએ કહ્યું કે; શિવની જટામાંથી નીકળેલી ગંગા, (जटा सो बहत गंग, भूमि पर पाटत है।) પતિતપાવની, પાપ નિવારિણી છે. જેના ઉચ્ચાર એવં સ્પર્શ માત્રથી સમસ્ત પાપ-તાપનો નાશ થાય છે.
हो गङ्गा मैया अगम लहराय, शिव की जटाजूट से निकरी
पाप औ ताप नसाय, एक लहर हमे देहु वरदानी कल्याणी,
जुग-जुग जीवन केरि सुमाता, जो पावै तरी जायँ ।
આ તાપ-પાપ નિવારિણી ગંગાનું મહત્ત્વ, પૂજન, સ્નાનનો મહિમા જેટલો હિન્દુઓમાં છે તેટલો જ મુસ્લિમોમાં પણ છે. આથી કહ્યું છે કે;
अल्लाह मोरे अइहैं, मुहम्मद मोरे अइहैं
जिहाँ आगे गंगा थामली, जमुना हिलोरा लेयँ,
बीचे रेतु माँ खड़ी बीबी फातिमा, उम्मंत बलैया लेयँ।
અર્થાત્:- મારા અલ્લાહ આવો, મારા મુહમ્મદ આવો. આગળ ગંગા ઊભી છે અને બાજુમાં જમુના હિલોળા લઈ રહી છે. ગંગા અને જમુનાની મધ્યે બીબી ફાતિમા બલૈયા લેવા ઊભી છે. –
પૂર્ણ અર્થ :- અહીં એક મુસ્લિમ બિરાદર કહી રહ્યો છે કે; હે અલ્લાહ આપ અને હે મુહમ્મ્દ આપ આવો- પણ ક્યાં? જે જગ્યામાં ગંગા ઊભી છે અને બાજુમાં જમુના હિલોળા લઈ રહી છે તે જગ્યામાં આવો. આ બંને જગ્યા – ગંગા અને જમુનાની વચ્ચે રેતનો બેટ છે, ત્યાં બીબી ફાતિમા ઉમંગ સાથે આપના બલૈયા લેવા ઊભી છે ત્યાં આપ આવો.
એકબાજુ અલ્લાહ અને મુહમ્મદને ગંગા અને યમુનાની મધ્યેનાં બેટમાં બોલાવવાની વાત ચાલે છે ત્યાં અકબરી આયનામાં કહ્યું છે કે; અકબર બાદશાહ ખુદ પ્રત્યેક માસની પૂનમે જ્યાં રહેતાં હોય તે સ્થળમાં (સિક્રી, આગ્રા અને દિલ્હી) ગંગાની પવિત્ર શિલાઓને કંતાનમાં લપેટી શીતગાર વાહનો દ્વારા મંગાવતાં અને તે જ જળનો ઉપયોગ કરતાં.
આમ જે ગંગા પવિત્રતાથી ભરી છે તે ગંગાની સમીપમાં રહી જે તેને પામી લે છે તેનાં માટે સ્વર્ગનાં દ્વાર ખૂલી જાય છે. જન સમાજની આજ ભાવનાને વ્યક્ત કરતાં કહ્યું છે કે;
पावन बा तोहरी लहरिया ए गंगाजी, पावन बा तोहरी लहरिया ।
तभी राजा भगीरथ कठिन तप कइले, सरग से तोहरा धरा पर ले अइले,
पावन हो गइले धरतिया ए गंगाजी, पावन बा तोहरी लहरिया
अंत समय नर करे तोर आसा, एक बूंद पनिया मिटावे जनत्रासा,
खुलि जाला सरग दुअरिया ए गंगाजी, पावन बा तोहरी लहरिया ।
અર્થાત્:- તમારી લહેરો અતિ પાવન છે ગંગાજી, આથી જ રાજા ભગીરથે તપ કરીને આપને મેળવ્યાં છે અને આપને પૃથ્વી પર લાવ્યાં છે. હે ગંગાજી! આપના આવવાથી આ ધરતી પાવન થઈ ગઈ છે. પણ, જે જીવ જીવનની અંતિમ ક્ષણે તેનાં એક બિંદુથી પોતાની તરસ અને જીવનની તરસને પૂર્ણ કરે છે, તે જીવને માટે સ્વર્ગનાં દ્વાર ખૂલી જાય છે.
આમ જ્યાં એકબાજુ ગંગાજીનાં એક બિંદુનો મહિમા બતાવ્યો છે ત્યાં બીજી તરફ સ્ત્રીઓનું એક ટોળું મળીને ગંગા મૈયાને ચુંદડી ચઢાવવા નિકળ્યું છે.
सखि सबन मिलि चलु गंगा दरसन कौ,
आपण हाथे डारी पिकाक फूलन की बारि
हाथे साड़ी सेनुर लेइ कै,
पियरी चुनरी चढ़ान चलु गंगा दरसन के
एहन असीस देहु हे गंगा मैया,
जुगे जुगे बढ़इ अहिवात गंगा दरसन के ।
અર્થાત્:- સખીઓ સર્વે મળીને ચાલો ગંગા દર્શન માટે જઈએ. આપણાં હાથમાં પિકાકનાં ફૂલોની ડાળીઓ બાંધીને કે પકડીને, હાથમાં સિંદૂરી સાડી લઈને, પીળા રંગની ચુંદડી ગંગાને ઓઢાડવા ને ચાલો સાથે સાથે જઈએ. જ્યારે આ સખીઓએ આ બધી જ વિધિ ગંગાજીને કિનારે પૂર્ણ કરી પછી બધી સખીઓએ ગંગાજીને વિનંતી કરી કે; હે માતા અમને ‘આસીસ’ આપો કે જુગ-જુગમાં (દરેક સમયે) અમે અહીં આવી તારા દર્શન કરી શકીએ.
આમ એકબાજુ સ્ત્રીઓનું આ ટોળું અલગ પ્રાર્થના કરી રહ્યું છે ત્યાં બીજી તરફ કોઈ બીજી સ્ત્રી પ્રાર્થના કરે છે કે,
सबन सखियन के साथ सोहाग झरीय झुरी जाइ रे,
आ गंगा माई के सोहाग जनम जनम अहिवात रे ।
અર્થાત્:- બધી જ સખીઓ સાથે સોહાગની શુભકામના માંગુ છું, એ ગંગા માઈ મારો સોહાગ પણ મને જનમ જનમ મળે. જેથી કરી તેની સાથે હું તારા દર્શને આવી શકું.
ઉપરોક્ત કહી તે સોહાગણ સ્ત્રીઓની વાત છે, જે પોતાનાં સુહાગ સાથે સસુરાલમાં ખૂબ સુખી છે અને હૃદયે તેમને રાખી રહી છે પણ તેમ છતાં એ તેઓ પોતાનાં માયકાને- પિયરને અને પોતાનાં ભાઈભાંડુઓને ભૂલતી નથી. તે બાબતનું પ્રમાણ આપણને નીચેના ગીતમાં જોવા મળે છે.
गङ्गा मैया धीरे धीरे बहिए, धीरे धीरे चलिए, मंद मंद रहिए
पास तेरे मेरा मायका, पास तेरे मेरा भाई रहेता है यह मत भूलिए ।
અર્થાત્:- હે ગંગા આપ મંદ ગતિએથી જ વહેશો અને ચાલશો કારણ કે આપની નજીક મારું માયકું છે, જ્યાં મારો ભાઈ રહે છે. ટૂંક સંદેશો આપનાર આ ગીતમાં ગંગાનાં ત્રણ સ્વરૂપ પ્રગટ કરવામાં આવ્યાં છે.
૧) પહેલાં કહે છે કે; ધીરે વહો. ગંગા એ નદી છે, પણ સ્ત્રી છે. એને પોતાનાં સોહાગ સાગરને મળવાની જલદી છે તેથી તે ઉતાવળી થતી નીકળી પડી છે. પોતાની ઉતાવળમાં તેને ખબર નથી કે તેની ગતિ કાબૂમાં ન લેવાય તેવી થઈ ગઈ છે. આ કાબૂમાં ન રહેવી તેવી નદીની ગતિને પ્રલય તરીકે ઓળખી શકાય. તેથી અહીં પોતાની ગતિ પર કાબૂ લેવાનું કહેવામાં આવ્યું છે.
૨) ધીરે ચાલવાનું કહે છે, જેથી કરી માનવવસ્તીને ગંગાનો સાથ મળે અને ગંગાને માનવવસ્તીનો. જ્યારે બે વ્યક્તિને સાથ મળે છે, સાથે સાથે તેઓ ચાલે છે ત્યારે તેઓ એકબીજાને સારી રીતે જાણી શકે છે, નિકટતા અનુભવી શકે છે, તે ભાવને પ્રસ્તુત કર્યો છે.
૩) ત્રીજા ભાવમાં ગંગાને મંદ મંદ રહેવાનું કહ્યું છે, મંદ એટલે કે મંદ હાસ્ય સાથે ધીરેથી, નિરાંતે ચાલતી વહેતી નદીને જોઈ જે સકારાત્મકતાને ભાવના આવે છે, તેનાથી પ્રકૃતિ અને માનવ બંનેને ફાયદો થાય છે. ઉપરાંત નદીનાં પાણીની મંદ ગતિ એટલે જે માનવો તેને કિનારે બસેરો કરે છે, એમને નદી માતા પાસે સલામત હોવાનો ભાસ થાય છે.
અગર કાબૂમાં ન રહે તેવી રીતે વહેતી નદીપ્રલયની વાત કરીએ તો આપણે શ્રી ભૂપેન હઝારીકાજી ને યાદ કરવા જોઈએ. એમણે ગંગા જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તે કેવો હાહાકાર મચાવે છે તેનું વર્ણન કરતાં ગાયું છે કે;
બિસ્તિરનો દૂપારે અસંખ્ય માનુષેર
હાહાકાર સુનેઓ નિઃશબ્દે નિરાબે
ઓ ગંગા તુમી, ગંગા બોઈછો કેનો
ઉપરોક્ત ગીતને હવે હિન્દીમાં જોઈએ.
विस्तार है अपार, प्रजा दोनों पार
करै हाहाकार
निःशब्द सदा
ओ गंगा, ओ गंगा तुम बहेती हो क्यूँ?
इतिहास की पुकार, करे हुंकार
ओ गंगा की धार, निर्बल जन को
सबल-संग्रामी, समग्रोगामी
बनाती नहीं हो क्यूँ ?
विस्तार है अपार, प्रजा दोनों पार..
આ જ્યારે જળની વાત કરી જ રહ્યાં છીએ ત્યારે જેનું ખેતર ગંગાને કિનારે છે તેવો ખેડૂત શું કહે છે તેય જાણી લઈએ.
हारल थाकल घरे चली अइनी, तोहरे हवाले करी खाद,
मुदई के नईया डुबा द मझदार में, इहे बाटे हमरो गोहार, ए गंगा मईया।
અર્થાત્- આખા દિવસનો થાકેલો એવો હું ઘરે જાઉં છું તે સમયે એવું ન થાય કે તારા જળનાં મઝધારમાં આવેલી નાવ જેમ ડૂબી જાય છે તેમ મારા ખેતરને તું ડૂબાવી દે. માટે તું મારા ખેતરની રખેવાળી કરજે હોં, ગંગા મૈયા, બસ મારી આટલી ગુહાર તું સાંભળી લે એ મૈયા.
આમ જ્યાં એકબાજુ આ ખેડૂત પોતાનાં ખેતરને અતિ ગંગાજળથી બચાવવાની વાત કરે છે ત્યારે તે ભૂલી ગયો છે કે; જે ગંગાથી તે ડરી રહ્યો છે તે ગંગાની ચીકણી માટીથી તો આ પ્રકૃતિ, અનેક માનુષ દેહ અને અનેક દેવસ્થાનોનાં ચોરાઓ સંવર્યા છે આથી કહ્યું છે કે;
माई गंगा की चिक्कन मटीया, ओही मटीया से निपलों हमरे देहिया ।
ओही गंगा की मटीया से निपलों हे राम ठाकुर देव के पीढ़िया,
माई ओही मटीये निपलों पाँचों देइ के चौरिया और सब देव के पीढ़िया ।
હવે જ્યાં ગંગા કિનારા, નીર, માટીની વાત થાય ત્યાં ગંગાની બાલુ રેત કેમ રહી જાય? આથી કહ્યું છે કે;
गङ्गा, अलकनंदा, भागीरथी के तेही रे बीचे पड़ी हे रेतु,
ओही रेतु चंदन सी पवितर सो ओही सो करू असनान ।
આમ શાસ્ત્રોએ અને જનસમુદાયે ગંગા નદીનાં પ્રત્યેક અંગ પવિત્ર માનીને તેને ભગવતી નામ આપી તેની પૂજા આરાધના કરી જ છે, તેમ છતાં યે આપણે ભગવતી, માતા સ્વરૂપીણી ગંગાનું ધ્યાન રાખવામાં ઊણા ઉતર્યા છીએ આ વાત ને ધ્યાનમાં રાખી એક આધુનિક કવિએ કહ્યું છે કે;
आज की गंगा की मैं क्या बात करूँ, जो उदास है बड़ी।
वह जूझ रही है, खुद से और अपने संतानों से,
क्यूंकी गंगा के पास जीवनदायिनी का बिरुद तो है पर ।
अब ना रंगरूप और जल है, ना जल की मिठास है ।
असहाय है, लाचार है, मजबूर है गंगा,
अब हैसियत से अपनी बहुत दूर है गंगा ।
दौड़ा रहे हैं लोग इसे खेत के खेत में,
मछली की तरह स्वयं वह तड़पती है रेत में।
ऊपर से चाय की कुल्हड़ और चाट के पत्ते पड़े है घाट पे
यह कम था सो गंगा अब फसी है बाँधो-नहेरो की जाल में ।
सिर अपना पीट -पीट रो रही शहेरो के गंदे धुंए में,
धुंए का कालापन भी कम था सो पान खाके थूकनेवाले भी सता रहे है,
इसी लिये आज की गंगा की मैं क्या बात करूँ, जो उदास है बड़ी।
क्यूंकी उसकी जिन्दगी भी एक दीन जिन्दगी थी,
अब तो बस
अब तो बस गंदगी से ही रंगी है-
(कवि -कैलाश गौतम)
કવિ શ્રી કૈલાશ ગૌતમની જેમ ગંગાને સત્ય અર્થમાં પ્રેમ કરનારા માને છે કે; જે ગંગાને કિનારેથી ભારતીય સંસ્કૃતિ વિકસિત થઈ છે તે ગંગાને જીવનની નિરંતરતા અને પ્રેમની સનાતનતાની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવી છે. આ ગંગા જ છે જે સાહિત્ય બનાવે છે, પરંપરા બનાવે છે, સુખ-દુઃખને રીતિ-રિવાજ બનાવે છે ને વ્રત ને ઉત્સવો બનાવે છે. તેથી ગંગાનાં સંતાન રૂપે માતા ગંગા, મૈયા ગંગા સાથેનાં સુખમય સાંનિધ્ય માટે તેનું સંરક્ષણ, તેની સ્વચ્છતા, તેનાં જીવન માટે આપણું કર્તવ્ય વધી જાય છે. કારણ કે ગંગા રહેશે તો ગંગાનાં અમૃત સમા નીર બચ્યાં રહેશે. જો નીર બચશે તો ઋતુચક્ર અને જીવનચક્ર બચશે. જો જીવનચક્ર બચશે તો ગંગાનો મહિમા અને કથાઓ બચશે. અન્યથા ગીતા- ગાયત્રી સમાન પુણ્યોદયા ગંગાનું અસ્તિત્ત્વ પણ રાવી-સરસ્વતીની જેમ આપણને ગ્રંથચિત્રો અને સ્મૃતિમાં વિશેષ અને જીવનમાં ઓછું દેખાશે.
© પૂર્વી મોદી મલકાણ -યુ.એસ.એ
purvimalkan@yahoo.com
ISBN-10:1500299901
Totally, Totally Amazing Article Purviben. હું કોઈ શબ્દોમાં ગંગાની ભાવનાનું વર્ણન કરી શકતો નથી. Looking for more Ganga yatra.