ગુરુ: જ્ઞાનની પાઠશાળા – અધ્યાત્મનો ઉર્જા સ્ત્રોત ~ લેખકઃ અનંત પટવા (મુંબઈ) ~ 9820258978

લેખ-૪ 

નવ ગ્રહોમાં ગુરુનું સવિશેષ મહત્ત્વ છે. કુંડળીમાં હજારો દોષ હોય છતાં પણ જો ગુરુનું બળાબળ મજબૂત હોય, તો એ બધાં દોષોની અસર નાબૂદ કરી નાખે છે.

ગુરુને જ્ઞાનનો ઘૂઘવતો મહાસાગર કહેવામાં આવે છે.

2022 pic

એની કૃપાથી અજ્ઞાની પણ જ્ઞાની બની જાય. છતાં ગુરુથી બનતા કેટલાક એવા દોષો પણ છે જે સફળતાની ટોચ પર પહોંચેલી વ્યક્તિને અંધકારની ઊંડી ખાઈમાં ધકેલી દે.

જ્ઞાન એ વિશ્વ તરફ ઊઘડતો એક એવો રસ્તો છે, જે તમને અધ્યાત્મ કે વ્યવહારિક જગતમાં સફળતાનાં સોપાનો ચઢાવે છે. અનાદિ કાળથી ગુરુનો મહિમા અદ્ભુત છે. ગુરુની શક્તિ અગાધ છે, અસીમ છે, અચિંત્ય છે.

An image of Jupiter taken by NASA's Hubble Space Telescope
2019 pic

હવે વાત કરીએ આપણો જે ઉદ્દેશ  છે – ખરાબ યોગને કારણે ગ્રહોની થતી નકારાત્મક અસરમાંથી બહાર નીકળવાનો અને એને હકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરવાનો.

નભોમંડળમાં ઊંચું સ્થાન ધરાવતો ગુરુ ગ્રહ કર્ક રાશિમાં ઉચ્ચનો થાય છે. મીન અને ધન રાશિમાં પોતાના ઘરનો થાય છે. મકર રાશિમાં નીચનો થાય છે. ગુરુ જ્ઞાન, શિક્ષણ, સંતાન, મોટા ભાઈ, ધર્મ, ધન, દાન, પુણ્ય અને ભાગ્યનો કારક માનવામાં આવે છે.

ગુરુ જ્યારે મકર રાશિમાં હોય ત્યારે ગુરુ – રાહુની યુતિ ચંડાળ યોગ સર્જે છે.

Buy Original Energized Guru Rahu Chandal YOG Yantra | Handmade by - Vyasji Astro Online at Low Prices in India - Amazon.in

આ પ્રકારના યોગો માણસને આખી જિંદગી સંઘર્ષમાં રાખે. જિંદગીને ઉપરતળે કરી નાખતા ઝંઝાવાતો સર્જી દે. જ્ઞાનનો અક્ષર જીવનમાં કોઈ કામ આવતો નથી એવી અનુભૂતિ કરાવે. માણસને નીચ તેમજ પાશવી કાર્યોમાં આનંદ આવે. વડીલોનો સહવાસ ન ગમે. વાણીમાં કર્કશતા આવી જાય અને બિભત્સ વાતો સિવાય બીજું કંઈ નીકળે નહીં. નરસા યોગોને લીધે આવું થાય. સંતાનસુખમાં ઉણપ વર્તાય. લગ્નજીવનમાં અવરોધ સર્જાય. નાણાંકીય સ્થિતિ હંમેશાં અધઃપતન તરફની દિશા બતાવે.

ખરાબ યોગ માણસને શાંતિથી ઝંપવા દેતો નથી. જ્ઞાન મેળવવાની પ્રબળ ઇચ્છા હોવા છતાં પણ સંજોગોવસાત્ અજ્ઞાની બનીને રહી જવું પડે. આવા સંજોગોમાં ચોક્કસપણે ગુરુ મહારાજની ભક્તિ રણમાં મીઠી વીરડીની જેમ કામ કરે છે.

ગુરુ પોતાનાથી પાંચમી, સાતમી અને નવમી દૃષ્ટિએ જુએ છે. ગુરુની દૃષ્ટિ હંમેશાં અમૃત સમાન હોય છે. શાપિતને પાવન કરે અને હળાહળ વિષને પણ અમૃત બનાવે.

60 વર્ષો બાદ પૃથ્વીની નજીક આવી રહ્યો છે ગુરુ ગ્રહ, જાણો કેટલીક રોચક બાબતો | jupiter comes closest to earth in 60 years today know some interesting facts

નાના ઉપાયો ચોક્કસપણે પહાડ જેવા સંકટમાંથી બચાવીને ગુરુનું શુભ ફળ આપવાની શરૂઆત કરે છે.

હવે વાત કરીએ આવા ઉર્જાવાન ઉપાયોની.

દર ગુરુવારે જાતકે ગુરુવારનું વ્રત કરવું અને શક્તિ અનુસાર ચણાની દાળ, ગોળ, રોટલી, પીળાં કેળાનું દાન કરવું. ગુરુવારે શક્ય હોય તો પીળી વાનગી જ ભોજનમાં લેવી.

Eat yellow foods for good health | Femina.in

દરરોજ વિષ્ણુસહસ્ત્રનામ અથવા યમુનાષ્ટકનો પાઠ કરવો.

દરરોજ ઘરમાં વડીલો, માતાપિતાના આશીર્વાદ લેવા. દરરોજ પાણીમાં થોડી હળદર નાખીને નહાવું.

દર પખવાડિયાના પ્રથમ ગુરુવારે હળદરનો ગાંઠિયો પીળા કપડામાં નાડાછડીથી બાંધીને તમારા તકિયા નીચે મૂકી દેવો. પંદર દિવસે તેને પાણીમાં પ્રવાહિત કરી દેવો અને એની જગ્યાએ હળદરનો નવો ગાંઠિયો મૂકવો. આ નાનો ઉપાય કારગત નીવડશે.

રોજ પીળા રૂમાલનો ઉપયોગ કરવો. સૂવાની અને અને ઓઢવાની ચાદર પણ બને ત્યાં સુધી પીળા રંગની રાખવી. રોજ હળદરનું અથવા કેસરવાળું દૂધ પીવું.

Cup containing turmeric milk

આવા નાના ઉપાયો ચોક્કસ ગુરુની ઉર્જા વધારવામાં મદદરૂપ થશે.

જો જરૂર લાગે તો ગુરુજનની સલાહ અનુસાર રિયલ પોખરાજ – ગુરુનું નંગ ધારણ કરવું. તર્જની આંગળીમાં સોનામાં ધારણ કરવું.

ABHISHEK FASHION Real yellow sapphire 10.25 ratti Certificed (pukhraj) Gemstone superb quality Stone Sapphire, Topaz Ring Price in India - Buy ABHISHEK FASHION Real yellow sapphire 10.25 ratti Certificed (pukhraj) Gemstone superb

ગુરુવારે ગૌમાતાની સેવા કરવી. દરરોજ ગાયના ઘીનો દીવો કરવો. ગુરુ મહારાજની છબી સામે રાખવી અને ગુરુજનની આજ્ઞામાં રહેવું. શરાબ અને પરસ્ત્રીગમનથી દૂર રહેવું. માંસાહાર ત્યજવો અને શાકાહારી બનવું.

13 Best Vegetarian Recipes | Easy Veg Recipes - NDTV Food

આવા નાના ઉપાયોના માધ્યમથી ગુરુની ઉર્જામાં વધારો થશે અને જીવનની ચડતીપડતીમાં પોઝિટિવ ઓરાનો અનુભવ થશે.

અંતે એક જ વસ્તુ લખીશ. ગુરુ જીવન છે. ગુરુકૃપા માટે લખવું એ સૂર્યને દીવો બતાવવા જેવું છે. ગુરુ માટે કહી શકાયઃ

મા વિનો સૂનો સંસાર
ગોળ વિના સૂનો કંસાર
ગુરુ વિના સર્વત્ર અંધકાર

વાચકો ગુરુકૃપાના નાના ઉપાયોથી આપની મોટી આપત્તિ ટળે એવી ઈશ્વર પાસે અરજી મૂકી મારી કલમને વિરામ આપું છું.

~ લેખકઃ અનંત પટવા (મુંબઈ)
~ 9820258978

આપનો પ્રતિભાવ આપો..

7 Comments

  1. I had his personal consultation recently and was amazed with the accuracy of the predictions. Very knowledgeable person.

  2. અનંતભાઈ, એક નમ્ર વિનંતી. આટલી સરસ માહિતી સાથે કોઈ એકાદી કુંડળીમાં આવા યોગ થયા હોય તો એની ચર્ચા થઈ શકે ખરી? દા.ખ. નામી કલાકાર અથવા બિઝનેસમેન કે કોઈ બીજા ક્ષેત્રના જેમ કે, રાજકરણી, વગેરે. અને ઓફ કોર્સ, નામ જાહેર કર્યા વિના જ. આ તો એક સૂચન છે. થેંક્યુ ભાઈ.

  3. Anantbhai’s predictions are very accurate & his guidance has always helped us to keep our lives healthy & bring prosperity & opportunities.