લેખ: ૨ ~ ચંદ્ર મનનો કારક : કભી ખુશી કભી ગમ ~ લેખક: અનંત પટવા (મુંબઈ) ~ 9820258978

ચંદ્ર નવગ્રહોમાં મંત્રી જેવું કામ કરે છે. ચંદ્રને મન સાથે સાંકળવામાં આવ્યો છે. તે મનનો કારક છે. માણસ મનથી જ સુખી અને દુઃખી થતો હોય છે. ચંદ્રનો સંબંધ મન અને માતા બેઉ સાથે પરસ્પર સંકળાયેલો છે.

Understand the moon's influence on the human mind and body

આધુનિક યુગમાં હતાશા, માનસિક અશાંતિ, ઉદ્વેગ એ સામાન્ય બાબત બની ગઈ છે. કરોડો – અબજોના માલિક હોવા છતાં સતત ઉદ્વેગ સતાવ્યા કરે છે. એની સામે એક સાદી નોકરી કે નાનો ધંધો કરી માણસ નિરાંતે જીવન જીવતો હોય.

આની પાછળનું રહસ્ય શું છે? ચંદ્રનું કુંડળીમાં સ્થાન અથવા ચંદ્રની અન્ય ગ્રહો સાથેની યુતિ.

વાત કરીએ શનિ-ચંદ્ર અથવા રાહ-ચંદ્ર-કેતુના કોમ્બિનેશનની. આવી યુતિ માણસને હતાશા – ડિપ્રેશનમાં લઈ જતી હોય છે. ચંદ્રથી બીજે અથવા બારમે શુભ ગ્રહ ન હોય તો કેમદ્રુમયોગનું નિર્માણ થાય છે. આ પ્રકારના યોગો શારીરિક અથવા માનસિક પીડા તરફ લઈ જાય છે.

Kemdrum Yog

ના, મારે રોદણાં રડવા તરફ આપને નથી લઈ જવા. મારે તો આના ઉપાયો તરફ આપનું ધ્યાન દોરવું છે.

આ બધાથી બચવું હોય તો પહેલા લેખમાં આપણે વાત કરી તેમ ચંદ્રને મિત્ર બનાવી તેના હકારાત્મક પરિણામ મેળવવા. નાના વૈદિક મંત્રો તેમજ નાના ઉપાયોથી જીવનમાં આવી નેગેટિવ એનર્જીને પોઝિટીવ એનર્જીમાં પરિવર્તિત કરવી. નાના ઉપાયો ચોક્કસપણે આવા યોગોના પરિતાપથી બચાવવાનું કામ કરે છે.

આ માટે શું કરવું? ચંદ્રની હકારાત્મક ઉર્જા વધારવા રોજ સવારે  શિવની ભક્તિ ચાલુ કરવી. રોજ શિવજીને જળ અને દૂધ ચડાવવું. ૐ  નમઃ શિવાયના પંચાક્ષરી મંત્રની ત્રણ માળા અચૂક ફેરવવી.

75 Shiva linga ideas | shiva, shiva linga, lord shiva hd wallpaper

દરરોજ માતાના આશીર્વાદ લેવા. દર સોમવારે એક લિટર દૂધ ગરીબોને આપવું. અન્ય એક સરળ ઉપાય છે – નહાતી વખતે પાણીમાં થોડું દૂધ ભેળવીને નહાવું. મનમાં બાર વખત મહામૃત્યુંજયનો જાપ કરવો.

सावन में करना चाहिए महामृत्युंजय मंत्र का जप, इसका धार्मिक, आध्यात्मिक और वैज्ञानिक महत्व भी है | Mahamrityunjaya Mantra: Religious, Spiritual and Scientific Importance of ...

દર બીજે ચંદ્રના દર્શન કરવા. મહિનામાં એક વાર રુદ્રીનો પાઠ શિવજીના મંદિરમાં કરાવવો. દર મહિનાની પૂનમે માતાને ગમતી વસ્તુ ભેટમાં આપવી. વર્ષમાં એક વાર લઘુરુદ્ર અભિષેક કરવો.

लघु रुद्र पूजा - लघु रुद्र पूजा की विधि और महत्व

ૐ  નમઃ શિવાયનું સ્મરણ કરવું અને જરૂર પડે તો શિવલિંગ મોતી જરૂર ધારણ કરવો. આવા નાના ઉપાયો ચંદ્રની નકારાત્મક અસરમાંથી અને આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી ચોક્કસ બચાવી શકે છે.

શાસ્ત્ર પ્રમાણે સૂચવેલા આ ઉપાયોનો શ્રદ્ધાપૂર્વક અમલ કરી, મારી પાસે માનસિક અશાંતિની સમસ્યાઓ લઈને આવતા લોકોએ  સુંદર પરિણામ મેળવ્યું છે. આપ પણ અચૂક મેળવશો જ.

પ્રભુ આપ સૌ વાચકોને પણ હતાશાથી સેંકડો જોજન દૂર રાખે અને મનમાં હાશને પ્રસ્થાપિત કરે એવી અભ્યર્થના.

~ અનંત પટવા (મુંબઈ)
  +91 98202 58978

   anantpatwa@icloud.com

પહેલા લેખની લિંક:
નડતા ગ્રહો આપણા મિત્ર કે દુશ્મન?
http://article-1-anant-patwa/

 

આપનો પ્રતિભાવ આપો..

6 Comments

  1. Very nicely described article and anant uncle always give positive vibes and right suggestion.

  2. Anantbhai’s solutions are simple, do able and beneficial to society. His ideas and principles are based on faith, good karma and prayer to God; all these together for betterment of society visavis self improvement and positive behavior which by itself attracts positivity and growth vibes from the Universe. He has been a guide, teacher and a friend who has encouraged to walk the path of good karma ane evolve as a better human being

  3. I’m 21 age wanted to start my career I met Anantji…a real cool person.He gave me the teaching after reading my horoscope and told to do certain things.Regular things of life to touch my feet of my mother.Today I’m standing at one very good position.Contact one and all Anantji the true mentor.

  4. Anantbhai is a very humble & good human being & his prediction is just perfect. His readings are always accurate.

  5. Anant ji you always brings uniqueness in your articles also it’s help us to understand very easily. Thank you. Keep it up good work .