गङ्गा की ध्वनि ~ “ગંગાથી રાવી સુધી” (લેખમાળા: બે )~ गंगा का माहात्म्य – પ્રકરણ: ૩ ~ પૂર્વી મોદી મલકાણ

ગંગાની સંસ્કૃતિને, ગંગા કિનારે વસેલી સંસ્કૃતિને નજીકથી નિહાળતા નિહાળતા ચાલો મિત્રો ફરી આપણે ગંગાજી, ભગવતી ગંગા, માતા ગંગા પાસે જઈએ જ્યાં બે સખીઓ વાત કરી રહી છે. પણ આ સ્થાન ક્યુ હશે તેની કલ્પના તો આપને જ કરવી રહી.

એક સખી કહે છે કે; સખી હું ગંગા પૂજન કરવા માટે શૃંગાર સજીને જઈશ કારણ કે આ ગંગા એ તો મને માતાપિતા સમ પ્યારી છે તેથી જ તે મારા હૃદયે વસી છે
सखी री मैं तो पूजन जाऊँ गंगा
सब कहें गंगा दूर बसी हैं
पर मोरे हिरदय आय लगी हैं
मातु पिता सम मुझको प्यारी
करतीं मोरा मन चंगा
ત્યાં બીજી સખી કહે છે કે;
                                             सखियाँ हम हू गंगा तिरवाँ जइबे,
                                             कलस भरी अमृत लइबै
                                             अपने भोला कौ नहवउबै,
                                              हरहर बोली के ना ।
અર્થાત્:- ખી, હું પણ ગંગા તીરે જઈશ, અમૃત સમાન નીરને કળશમાં ભરીશ, પછી આપણાં ભોળાનાથને હર-હર બોલી નવડાવીશ.

આમ ઉપરોક્ત સખીઓએ ગંગા સાથે જેમ નાતો જોડ્યો છે, તેમ અન્ય એક દીકરીએ પણ ગંગા સાથે સંબંધ જોડ્યો છે. ઉપરોક્ત અને આ લોકગીતમાં ફર્ક એ છે કે; ઉપરની સખીઓને ગંગા માતપિતા જેવી લાગે છે અર્થાત સારૂપ્ય સંબંધ છે. જ્યારે આ દીકરી માટે તો આજ માતા છે અર્થાત સાયુજ્ય સંબંધની અહીં વાત કરવામાં આવી છે. આમ સારૂપ્ય અને સાયુજ્ય ભાવ વચ્ચે ફર્ક હોવાને કારણે અહીં સંવેદનામાં યે કવિએ ફર્ક બતાવતાં કહ્યું છે કે; જુઓ આ દીકરી પોતાની માતા પાસે આવી પોતાનું હૃદય ખાલી કરી રહી છે.
                                        ऊंची कगार पै माई कै आले-बांसे छाबा,
                                        ओहि तर ठाढ़ी तिरीयवा विलखि के वोह रोवई ।
                                        गंगा माई दइ मो लहरिया, डूबी मरी जाइत,
                                        इतना सुनी जब गंगा माईने, लहरिया अपनी एक फेंकडी ।।
                                       ओहि तर ठाढ़ी तिरीयवा विलखि के वोह रोवई ।
                                       गंगा माई दइ मो लहरिया, डूबी मरी जाइत,
                                       इतना सुनी जब गंगा माईने, लहरिया अपनी एक फेंकडी ।।
અર્થાત્ઃ –દીકરી કહે છે કે;હે માતા ! મારે ત્યાં કોઈ સંતાનસુખ ન હોવાને કારણે સગાસંબંધીઓ આવી મારું અપમાન કરે છે, ગૃહનાં પરિજનો પણ મારાથી પ્રસન્ન નથી.હે માતા રોજે રોજ હું આ રીતે પરિજનો દ્વારા તિરસ્કૃત થાઉં એના કરતાં તો તારી ગોદમાં આવીને ડૂબી મરું. દીકરીની મરવાની વાત સાંભળી ગંગા માતા અત્યંત ક્રોધિત થયાં આથી આપે દીકરીની વાત પર ગુસ્સો કરતાં, પોતાની એક લહેરને ઉડાડી દીકરી પર ફેંકીને કહ્યું કે; આ રીતે નિર્બળ ન થવાય.

જ્યાં આ એક દીકરી જ્યાં સંતાન સુખથી વંચિત હોવાને કારણે સાસરિયાંથી દુઃખી છે ત્યાં બીજી દીકરી માતા ગંગાને કહે છે કે;
                                     ए गंगा मइया के ऊंची अररिया तिरीयवा एक रोवेली हों,
                                     मइया मोहे अपने लहर मोहे देतु त हम धँसी मरती हो
                                     किया तोरा ए तिरिया नइहर दुख… किया ससुर दुख हो,
                                     ए गंगा मइया नाहि मोरा कन्ता बिदेशवा, कोखिय दुखवा रोवेनी हो 
અર્થાત્:-હે માતા, તું મને તારી ગોદમાં એટલાં માટે જગા દે કારણ કે; પિયરમાં હું એકલી છું. મારો પતિ વિદેશે વસે છે ને તેને જેમ મારી એકલતા દેખાતી નથી તેમ મારા સાસરિયાંમાં પણ કોઈને દેખાતી નથી. મારો પતિ, મારો સસરો બધાં સુખી છે એક મને છોડીને.

આપણાં શાસ્ત્રોએ દીકરીને તુલસી જેવી નિર્મળ અને પવિત્ર ગણી છે તેથી દીકરીની પીડા તરફ નજર જાય તે સ્વાભાવિક છે, પણ તુલસીની યે કોઈ પીડા છે તે ક્યારેય વિચાર્યું નથી. નીચેનાં અવધિ ગીતમાં તુલસીએ પોતાની પીડા વર્ણવતાં કહ્યું છે કે; રાધે જેવુ સૌભાગ્ય મને મળ્યું નથી. ભલે મે શ્રી હરિ સાથે ભલે વિવાહ કર્યા હોઈ પણ તેનાં સેજની સ્વામિની હું નથી બની શકી કારણ કે હું ક્યારેય ગંગા નાહી નથી. જ્યારે રાધેએ ગંગા ન્હાઈ હોઈ તે શ્રી હરિનાં સાનિધ્યની અને સેજની તે સ્વામિની બની છે.
                                    “काहें के राधा रानी जरि से ऊखरबिउ,
                                     काहें के देबू गंगा म बहाय ।
                                     कृस्न की सेजियाँ परग नाहीं दैबै,
                                     ना होइबै राधा रानी ! सवति तुहारि ।“

બબ્બે દીકરીઓ સાથે તુલસીની પીડા જોઈ હવે આપણે ઉત્તરાખંડનાં પહાડોમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જઈએ જ્યાંનાં લોકજીવનમાં તો ઉપનયન, સગાઈ, વિવાહ આદી સંસ્કારોમાં તેમજ બાળક જન્મે ત્યારે, બાળકની પહેલી મુંડન ક્રિયા કે અન્ય મંગલ કાર્યમાં પહેલું નિમંત્રણ પહાડોની કન્યા ગંગાને અથવા તીર્થરાજ પ્રયાગની ત્રિવેણીને જે રીતે આમંત્રણ આપવામાં આવે છે તેનું સટીક પ્રમાણ આ રીતે જ
                                     “पहले नेवता पेठाई मइया गंगा,
                                     दूसरे में गंगाधारी हो*
                                     जइसे बहत रहे गंगा के धार,
                                     ओइसे बढ़ले एहऽबात हो।”
અર્થાત્:- હેલી મીઠાઇ મૈયા ગંગાને પાઠવી, બીજી મીઠાઇ ગંગાધારી શિવ ) ને પાઠવી. કારણ કે આ ગંગાધારી પાસેથી જેમ ગંગા વહે છે તેમ અમારા ગૃહમાંથી પણ આનંદ- ખુશી એવી રીતે વહે.

આમ સમાજનો કોઈકને કોઈક સંબંધ ગંગા સાથે છે તેથી કોઈક સખીઓ જેનું પૂજન કરી રહી છે, કોઈક પોતાનાં સંતાન જન્મવાની ખુશીમાં ગંગાને આમંત્રણ આપી રહ્યું છે, ને કોઈક દીકરી જેની પાસે પોતાની પીડા ખાલી કરી રહે છે તે જગોધ્ધારિણી ગંગાની યાત્રાએ સરળ ને સ્થિર નથી. તેથી ગંગા ક્યાંકથી દોડતી જાય છે, ક્યાંકથી વહેતી જાય છે, ક્યાંકથી ધસતી જાય છે, ક્યાંકથી ઢરકતી જાય છે, ક્યાંકથી પડતી જાય છે, ક્યાંક રોકાતી ને ક્યાંક સમાતી જાય છે. ભક્ત ગંગા- ભગવતી ગંગાની આ ક્રિયાને વર્ણવતાં કવિ શ્રી જગન્નાથદાસ રત્નાકરજીએ લખ્યું છે કે;
                                      इंहि बिधि धावति धंसति, ढरति, ढरकति सुख-देनी ।।
                                      मनहुँ सँवारति सुभ सुर-पुर की सुगम निसेनी ।।
                                      बिपुल बेग बल बिक्रम के ओजनि उमगाई ।।
हरहराति हरषाति सम्भु-सन्मुख जब आई ।।
અર્થાત:- સ્થાન અનુસાર ક્યાંક રોકાતી, દોડતી, ધસતી, સરકતી, વહેતી, સમાતી સર્વેને સુખ દેવાવાળી ગંગા અદ્ભુત છે. જેને જોઈ એવું લાગે છે કે; તેણે સ્વર્ગલોકમાં રહેલ જે આનંદ આભા જોયેલી, તે જ આનંદ આભાને લઈ તે નીચે પૃથ્વી પર ઉતરી રહી છે. જેથી કરીને પૃથ્વીને પણ સ્વર્ગ સમાન કરી શકાય. આગળ વધતાં કવિ જગન્નાથજી કહે છે કે; પૃથ્વી આવતી આ ગંગા વિપુલ બળથી આવી રહી છે અર્થાત વેગથી એ રીતે આવી રહી છે જે જોતાં એવું લાગે છે કે; જાણે કોઈ વીરતા ભરેલ નારી દોડતી, ધસમસતી, હરસાતિ, હરણીની જેમ હરહરાતિ-અવાજ કરતી આવી રહી છે. પણ મોટા ધ્વનિ સાથે આનંદથી ઊછળતી ગંગા જેવી શંભુ શિવ પાસે પહોંચી કે તરત જ તે પોતાના સ્વર અને સ્વભાવને મંદ કરી વહેવા લાગી જે જોઈ એવું લાગી રહ્યું છે કે; તે પોતાની મંદ ગતિ સાથે પોતાને ધારણ કરનાર પ્રભુની સ્તુતિ ગાઈ રહી છે. 

કવિ જગન્નાથજીનો ભાવ અને તેમનું ગંગાવતારનું વર્ણન જેટલું મનોહરકારી છે તેટલું જ મનોહર વર્ણન હિમાલયની પહાડી પ્રજાએ પણ કરેલું છે, પણ કૈંક અલગ ભાવમાં.
                                    “प्रात: दरसन दीय ए शुध्धौ गंगा मइयाप्रातः दरसन दीय,
                                     रात्रि की नींद में भीए गंगा मइया तू ही दरसन दीय ।।”
(સવારનાં સમયે ગવાતી પરાતી.)
અર્થાત્:- ઉપરોક્ત લાઇનમાં ઉપયોગ કરેલો ‘શુધ્ધૌ’ શબ્દનાં બે અર્થ છે. એક અર્થ શુદ્ધ -ચોખ્ખુંમાં થાય છે અને બીજા અર્થમાં આત્મા, મન, હૃદય સાથે જોડાયેલ તે રીતે કરવામાં આવ્યો છે. અહીં કહે છે કે; મારા આત્મા, મન, હૃદય સાથે જોડાયેલ એ ગંગા મૈયા આપ મને પ્રાતઃ સમયમાં દર્શન આપો જ, પણ એટલું જ નહીં રાત્રિની નીંદરમાં ( સ્વપ્નમાં ) પણ આપ મને દર્શન આપો.

આ પહાડોમાંથી વહેતી બાલકુમારી ગંગાની જેમ પરાતી ગવાય છે, તેમ ગંગા જ્યારે પહાડોમાંથી નીચે ઉતરે છે ત્યારે ગવાય છે કે;  
                                    “भोरे उठि भजु गंगा-गंगा
                                     जनम सुफल करि ले रे
                                     दरसन, ध्यान, नेहान, विमल जल
                                     नीर पियो इनके रे ।”
અર્થાત્:- પ્રભાતે ઉઠીને ભગવતી ગંગાનું ધ્યાન, દર્શન, સ્મરણ કરો અને આપનું પવિત્ર વિમલ જળ પીને જન્મ સફળ કરી લો.

ગંગા અને ગંગા કિનારા પરનાં ધ્યાન, દાન, વંદન, સ્મરણ, કે પવિત્ર જળની જ વાતો આપણાં શાસ્ત્રો અને લોકસમાજે નથી કરી બલ્કે આપના નિર્મળ જળનાં ધ્વનિની વાત કરતાં કહ્યું છે કે;
                                     “कल कल करती बहेती गङ्गा की ध्वनि,
                                      विष को अमृत में बदलती बानि उसकी*

ગંગાનું જળ કેવું છે તે માટે બીજું લોકગીત જોઈએ, જે મૂળ લખનવી ભાષાનું છે. જેમાં કહે છે કે; ગંગા તું અમારી માતા, અમે તારા બાળકો અને એમાં તારું અમૃત સમાન નિર્મળ જળ અમારું જીવન પાવન કરી દે છે.
                                     “अमृत सा निर्मल है तेरा जल,
                                       हे! ऐई पावन गंगा नदीया।
                                       हम सब तेरे बालक हैं,
तुम ही हो हमरी मंगला गंगा मइया।”

હવે આ અન્ય લોકગીત જોઈએ જેને બે અલગ અલગ ભાષામાં, અમુક અલગ શબ્દોમાં ગાવામાં આવ્યું છે જેથી તેનાં બંનેનાં અર્થ બદલાઈ જાય છે.  રાજસ્થાની ભાષામાં ગાયું છે કે;
                                   “मोतीयाँ समाण नीर गङ्गा के, सोहणा लागे फिकका हो ढोला जी
                                    रतण बेनमुन गंगा के, चाँदी को कोई नाम नहीं ढोला जी ।”
અર્થાત્:- પરિણીતા પોતાનાં પતિને કહે છે કે; મોતી સમાન ગંગાનાં નીર પાસે સોનું ફિક્કું લાગી જાય છે ને રત્ન સમાન ગંગાને જોઈએ ત્યારે ચાંદીનું કોઈ નામ પણ ન લે.

હવે લખનવી ભાષાનું આજ લોકગીત જોઈએ જેનાં શબ્દો થોડા ભિન્ન છે.
                                    “मोतीयाँ समाण नीर गङ्गा के, भक्ति द्वार दिखावै,
                                     भक्ति द्वार दिखाय कै, मुक्ति द्वार लै जावै !
અર્થાત્:- મોતી સમાન ગંગાનાં નીર એ પહેલાં ભક્તિદ્વાર બતાવે છે, પછી તે મુક્તિદ્વાર પાસે લઈ જાય છે.

અગર અમૃત સમાન નીર ધરાવતી આ લોકમાતાઓની પવિત્રતાની વાત કરવામાં આવે તો માતાઓની અમૃતધારા પવિત્ર કેટલી? તો આનાં જવાબમાં કહે છે કે;
                                   “गङ्गा तेरा पानी अमृत, जो युगो से झर झर बहेता जाये,
                                    युग युग से इस देश की धरती, तुझ से ही जीवन पाये ।
                                    तेरी शरण मिले मैया तो, जीवन मेरा सफल हो जाये,
                                    हर हर गंगे कहके दुनिया तेरे आगे झुकती जाये ।
                                    गङ्गा तुज से हम सब जीवन पाते, और तुज से ही मुक्ति,
                                    गङ्गा तेरा पानी अमृत, जो युगो से झर झर बहेता जाये ।
                                    युग युग से इस देश की धरती, तुझ से ही जीवन पाये ।
                                    तेरी शरण मिले मैया तो
                                    तेरी शरण मिले मैया तो, जीवन मेरा सफल हो जाये,
                                    हर हर गंगे कहके दुनिया तेरे आगे झुकती जाये ।
                                    गङ्गा तुज से हम सब जीवन पाते, और तुज से ही मुक्ति,
                                    गङ्गा तेरा पानी अमृत, जो युगो से झर झर बहेता जाये !
 અર્થાત્: –  જેનાં નીર અમૃત સમાન છે તે ગંગા કંઠલ ક્ષેત્રમાં અને કુરુક્ષેત્રમાં સરસ્વતી પુણ્યસલિલા છે. પરંતુ જ્યારે પવિત્રતાની વાત કરવામાં આવે તો, ગામ હોય કે જંગલ હોય દરેક જગ્યામાં ગંગા, યમુના, નર્મદા, કાવેરી, ગંડકી, ગોદાવરી, ગોદા અને સિન્ધુ જેવી લોકમાતાઓનાં નીર પવિત્ર જ હોય છે. જ્યારે શુદ્ધતાની વાત કરવામાં આવે તો નર્મદા, કૃષ્ણાનું જળ જ્યાંથી -જ્યાંથી વહે છે તે દરેક ક્ષેત્રમાં ગમે તે સમયે શુદ્ધ જ હોય છે, જ્યારે યમુના, ગંડકી, ગોદાવરી વગેરે વિષ્ણુપ્રિયાઓનું જળ તીર્થરૂપા છે તેથી જ્યાં જ્યાં આ તીર્થરૂપાનું સ્મરણ થાય છે તે તે સ્થળોમાં આ નદીઓનું જળ શુદ્ધ થઈ જાય છે, સિન્ધુનું જળ જે પ્રાંતમાંથી વહે છે ત્યાં તે શુદ્ધ બને છે અને ગંગાજળ એ પ્રત્યેક ક્ષણમાં શુધ્ધ અને પવિત્ર છે.

જોવાની વાત એ છે કે; આ નદીઓ તો નિરાળી છે જ પણ આપણે ત્યાં એક બ્રહ્મપુત્ર નદી પણ છે જે શુદ્ધતા અને પવિત્રતામાં આ નદીઓ સમાન જ કાર્ય કરે છે આથી કહ્યું છે કે;
                                     “गंगा सरस्वती सिन्धु ब्रह्मपुत्रश्च गंडकी
                                      कावेरी यमुना रेवा कृष्णा गोदा महानदी ।”

અગર આપણે આ નદીની શુદ્ધતા અને પવિત્રતાની જો વાત કરતા હોય તો તેની સાથે તેના અવિરત પ્રવાહની પણ વાત કરવી જોઈએ.
આથી જ કહ્યું છે કે;
                                     “बूँद-बूँद संगृहीत कर अपना
                                      वजूद ये बड़ा बनाती है,
                                      आगे बढ़ना ही जीवन है
                                      नदिया यही तो हमें सिखाती है।”
                                                          (देवशी बंधु)

આમ ગંગા અને ગંગાનીરનો મહિમા તેની વાર્તાઓ, તેનાં ગીતો અપાર છે, પણ આજે અહીં જ ગંગાની લહરો પાસે જ અટકીએ.

Copyright ISBN-978-1500299901
© પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ – ૩-૯- ૨૦૨૩

purvimalkan@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..

One Comment