ચૂંટેલા શેર ~ ભાવિન ગોપાણી (અમદાવાદ) ~ ગઝલસંગ્રહઃ ઓરડો

ણી મેં શોધ કરી છે સ્તવનમાં સ્તુતિમાં
મળ્યો છે આખરે ઈશ્વર સહાનુભૂતિમાં
*
ક્ષરો પડશે કદી એ આશમાં વીતી ગઈ
કંઈક કોરા કાગળોની જિંદગી ટેબલ ઉપર
*
કોઈનો જો આપવો હો છાંયડો
આપણે તડકે ઊભા રહેવું પડે
*
મેય થઈ શકો કવિ, શરત છે આટલી જ બસ
અવાજ જોઈ જો શકો, પ્રકાશ સાંભળી શકો
*
કાઢવા એને પછી પ્હોંચી જવાયું કોર્ટમાં
એક વીંટી આંગળીમાં કઈ હદે નડતી હશે?
*
ન અગર મક્કમ હશે પ્હોંચી શકાશે ક્યાંય પણ
આ બધું બોલી શકો પ્હોંચી ગયાને એટલે
*
કિલ્લાની જેમ આપણો વિશ્વાસ આખરે
અડધો પડી ગયો અને અડધો ઊભો હતો
*
કોઈ સો નંબર કરો ડાયલ હવે
બાંકડા પર એકલું ટિફિન છે
*
ર ના રહ્યું તો આખરે આ તો કરી શકો
આકાશને જમીન ઉપર પાથરી શકો
*
જિંદગીમાંથી એમ છૂટું એક ગોળી જેમ હું
નાળચામાંથી છૂટીને જે પરત ફરતી નથી
*
તું દફ્તર ખભા પર ત્યાં સુધી બીજું હતું નામ
ઉઠાવ્યાં કપરકાબી એ પછી છોટું થયું છે
*
જીવન જીવવાની ન ઇચ્છા જ રહે
ખરા અર્થમાં તો મરણ એ જ છે
*
ક સારી વાત આ બદલાવમાં જોવા મળી
સ્ત્રી સ્વયંના નામમાં બંને અટક રાખી શકે
*
થી જ મારું ઘર કદી ખાલી રહ્યું નથી
ન્હોતું કશું તો લાગણી સામાન થઈ હશે
*
ર્ષો પછી એવું બન્યું કે ઊંઘ આવી ગઈ અને
બીજી સવારે એમ લાગ્યું રાત બાકી રહી ગઈ
*
પ્રતીક્ષા ચીજ શું છે એ મને સમજાવવા આવ્યા
મેં જેની રાહમાં આ વેડફી છે જિંદગી મારી
*
હ્યું કાં હવે ત્યાં અટકવાનું કારણ?
હવે એ ગલી એકધારી વટાવો
*
જોયા કરો તો સુખ અહીં સર્વત્ર હોય છે
જો બાથ ભરવા નીકળો અન્યત્ર હોય છે
*
સાક્ષીય હું ને હું જ છું પોતે તપાસમાં
મારું જ ખૂન ને છરી મારા જ હાથમાં
*
ખોટું કરી પુરાવા છુપાવી શકાય પણ
છુપાવવો શી રીતથી અપરાધભાવને?
*
રમાં હશે જો વૃદ્ધ તો એ તો શિખામણ આપશે
જોયું કદી જે વૃક્ષ છાંયો આપવું ભૂલી ગયા?
*
વિષ્યમાંય નથી પ્હોંચતા ભવિષ્ય સુધી
જે બહુ વિચાર કરી વર્તમાન કાઢે છે
*
છે ધુરંધર તો ઘણાં પણ આ સદીનું શું થશે?
હોય જો મૂંગી સભા તો દ્રૌપદીનું શું થશે?
*
ના ઓળખી શકે કોઈ એ સંભવિત છે
કાલે જે ચકચકિત હતું, જર્જરિત છે
*
જાવો કિનારા ગમે એટલા પણ
નદી એને જોવા ઊભી ક્યાં રહે છે?
*
શ્વર બોલ્યો કે રાખો થોડી ચીજો જન્નત માટે
થોડા મિત્રો, થોડી વાતો, ચાની લારી રાખી છે
*
ટલો શ્રીમંત છું કે હર ક્ષણે
શ્વાસનો હું એક સિક્કો વાપરું

~ ભાવિન ગોપાણી
~ ગઝલસંગ્રહઃ ઓરડો (2016)

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. સરસ સંકલન છે. કવિને અભિનંદન અને સ્નેહપૂર્ણ શુભેચ્છાઓ