નડતા ગ્રહો આપણા મિત્ર કે દુશ્મન? ~ અનંત પટવા (મુંબઈ)
પ્રાસ્તવિક: છેલ્લા ત્રણ દાયકામાં પચ્ચીસ હજારથી વધુ કુંડળી જોઈ સચોટ માર્ગદર્શન આપનાર શ્રી અનંત પટવાએ વાચકો માટે માહિતીપ્રદ અને ઉપયોગી લેખો આપવાનું આમંત્રણ સ્વીકાર્યું છે તેનો આનંદ છે.
ફિલ્મ સ્ટાર્સ, ટી.વી. જગતના કલાકારો, નાટ્યકર્મીઓ, મોટા ઔદ્યોગિક હાઉસના કર્તાહર્તા, બિઝનેસમૅન, રાજકારણીઓ, વગેરે અનેક કાર્યક્ષેત્રના લોકો તેમની સલાહ લેતા રહ્યા છે.
અમે તથા બ્લોગ સાથે સંકળાયેલા ઘણા કલાકારો વ્યક્તિગત મુશ્કેલીઓમાં એમનું માર્ગદર્શન લઈને ગદગદ (હા, આ શબ્દ સમજી-વિચારીને વાપર્યો છે) થયા છીએ.
રસ્તા પરના ન દેખાય એવા સ્પીડ બ્રેકર શાસ્ત્રની મદદથી જોઇને આગોતરું આયોજન કરી શકાય છે. અમારા સંતુષ્ટ સ્વાનુભવ પછી જ અમે વાચકો પાસે આ લેખમાળા પ્રસ્તુત કરી રહ્યા છીએ.
આમ તો બ્લોગ સાહિત્યને સમર્પિત છે. પણ સમયાન્તરે જિંદગીની સમસ્યાઓ પ્રત્યે પ્રિય વાચકોના માર્ગદર્શન માટે જાણકારો દ્વારા લખાયેલા લેખો પ્રગટ કરવાની નેમ છે.
આજના પ્રારંભિક લેખ પછી તબક્કાવાર સાચા કિસ્સાઓ – કેસ સ્ટડી રજૂ કરી શ્રી અનંત પટવા આપણને પોતાના બહોળા અનુભવનો લાભ આપશે. જરૂર પડશે ત્યારે એક ઝૂમ મિટિંગ પણ કરીશું.
~ સંપાદકો
નડતા ગ્રહો આપણા મિત્ર કે દુશ્મન?
સમગ્ર સૃષ્ટિનું સર્જન પરમપિતા પરમેશ્વરે કરેલું છે. જગતમાં આવનાર દરેક પ્રાણીમાત્ર પોતાનું કર્મ કરે છે. જગતમાં આવનાર દરેક પ્રાણીમાત્ર પોતાના કર્મ અનુસાર પોતાના ભાવિને અનુસરતો હોય છે.
દરેક જીવ જન્મથી જ પોતાના જાણ્યા-અજાણ્યા કર્મની ફળશ્રુતિ સ્વરૂપે ઈશ્વરે આપેલું જીવન જીવતો હોય છે.આપણને વિચાર આવે કે શું આ બધું સ્વયંસંચાલિત છે? મનુષ્યના કર્મને કોઈ જ પ્રાધાન્ય નથી?
ના એવું નથી. તમામ કર્મ અનુસાર તમે જે ગ્રહોની ગોઠવણમાં જન્મ લીધો છે તે તો નિશ્ચિત જ છે અને એ જ ગોઠવણને આપણે કુંડળી અથવા જન્માક્ષર માનીએ છીએ. એને લાગતું શાસ્ત્ર આપણને ઋષિમુનિઓએ આપ્યું છે, જેને આપણે જ્યોતિષશાસ્ત્ર કહીએ છીએ.
હવે વાત આવે છે આ ગ્રહોની અકળ કરામતની. જે મનુષ્ય આ જગતમાં જન્મે છે તે પોતાનાં ભાગ્ય લઈને જ જન્મે છે. અનાદિકાળથી એક પ્રશ્નનો જવાબ જાણવા માટે આપણે ઉત્સુક છીએ. પ્રારબ્ધ ચઢે કે પુરુષાર્થ?
… પણ અહીં વાત એ છે કે ભાગ્ય અને વિધિના વિધાન તો કોઈ બદલી શકે એમ નથી; પણ મનુષ્યનો યોગ્ય પુરુષાર્થ અને ઈશ્વરની કૃપા એમાં ભળે તો માણસ કદાચ પોતાની જાતને આ સંસારના દાવાનળમાંથી બચાવી મુઠ્ઠી ઊંચેરું જીવન જીવી શકે છે.
આપણે વાત કરીએ નવ ગ્રહોની. આ નવ ગ્રહોની શુભાશુભ અસરોની. માણસ આ નવ ગ્રહોની માયાજાળમાં એવો અટવાયો છે કે તે આ ગ્રહોને પોતાના દુશ્મન સમજીને રીઝવવાના પ્રયત્નો કરે છે. પણ ના, ગ્રહોને મિત્ર બનાવીને એમનું દિલ જીતી શકાય છે.
શાસ્ત્રોક્ત નાના નાના ઉપાયો દ્વારા માણસ પોતાની ઉર્જાશક્તિ વધારીને આવનાર તકલીફોમાં શૂળીનું વિઘ્ન સોય જેવું બનાવી શકે છે. ગ્રહોની ચાલથી ડરવા એની ભક્તિ કરવાથી, નાના ઉપાયો દ્વારા તમારી ઉર્જાને ઉજાગર કરવાથી કદાચ ગ્રહો આપણને મદદરૂપ બની, આપણો રસ્તો મુશ્કેલ હોવા છતાં પણ આપણને આપણી મંઝિલ સુધી પહોંચાડી દે એવું ચોક્કસપણે થાય છે.
નવ ગ્રહોના તારામંડળમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, શુક્ર, શનિ, ગુરુ, રાહુ અને કેતુ મુખ્યત્વે આ ગ્રહોનો સમાવેશ થાય છે.
સૂર્ય અને ચંદ્ર રાજા અને મંત્રી જેવું કાર્ય કરે છે, નવ ગ્રહોનો રાજા સૂર્ય છે, જે આત્માનો કારક છે. ચંદ્ર સમગ્ર જીવન દરમિયાન જીવને મનથી સુખ અને દુઃખ આપે છે. માટે સૂર્ય-ચંદ્રનું મહત્ત્વ ખૂબ વધી જાય છે.
મંગળ સેનાપતિનું કાર્ય કરે છે. બુધનું આધિપત્ય કળા, બુદ્ધિ અને વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. ગુરુ જ્ઞાનનો કારક છે તો શુક્ર ભૌતિક સુખની પરિભાષા બતાવે છે. શનિ કર્મયોગી છે તો રાહુ અને કેતુ અનુક્રમે દશા અને સ્થાન પ્રમાણે સારાં-નરસાં ફળો આપતાં હોય છે. કેતુને તો મોક્ષનો કારક પણ કહ્યો છે.
આમ નવ ગ્રહોની આપણી ઉપર સારી અને ખરાબ એમ બન્ને અસરો જોવા મળે છે. શનિની સાડાસાતી, રાહુની મહાદશા, કાલસર્પયોગ, કેમદ્રુમયોગ, ગ્રહણદોષ, શાપિતદોષ વગેરે ખરાબ યોગોનાં નામ આપણે સાંભળતાં આવ્યાં છીએ.
દરેકની કુંડળીમાં નાનીમોટી અશુભ અસરો ક્યાંક ને ક્યાંક થતી હોય છે, પણ આ બધાંથી ડરી જવાની જરૂર નથી. બધા જ યોગોની અસરોથી બચવા નાનાંમોટાં શાસ્ત્રોક્ત વિધાનો, મંત્રો, જાપ, તપ, ધનના નાના પ્રાથમિક ઉપચારો દ્વારા તેમ જ કેટલાક સમયે નંગ (રિયલ સ્ટોન) ધારણ કરવા જરૂરી બને છે.
તેમના ઉપયોગથી આપણે આવેલા ખરાબ સમયમાંથી આપણી જાતને બચાવી શકીએ છીએ.
આપણા પૌરાણિક શાસ્ત્રોક્ત વિધિવિધાન દ્વારા અને જપના પ્રભાવથી હંમેશાં ગુરુજનોએ માનવજાતિને દુઃખો અને કષ્ટોમાંથી મુક્તિ મેળવવાના માર્ગ બતાવ્યા છે. એ માર્ગોથી સંસારની નાનીમોટી આધિ, વ્યાધિ અને ઉપાધિમાં સુખની છાંયડી મળી શકે છે.
એ સમયે ડર્યા વગર તમે ઉપાય ચાલુ કરો તો જેમ કહેવાય કે પાણી પહેલાં પાળ બાંધવી એમ શક્ય છે કે ઘાને બદલે ઘસરકામાં વાત પતી જાય.
માટે નડતા ગ્રહોથી ડરવાને બદલે એમને શાંત પાડવાના ઉપાયો કરવા જોઈએ. એનું જો વિધિ સહિત વિધાન કરવામાં આવે તો એ શાંત પડી શકે છે અને મિત્રભાવે આપણને અશુભ અસરોમાંથી બચાવી શકે છે.
પૃથ્વી પર જન્મ લેનાર દરેક પ્રાણી લખચોર્યાસીના ચક્રમાંથી પસાર થઈને યોની પ્રાપ્ત કરે છે. એમાં પણ મનુષ્યજન્મ દુર્લભ છે. આવા આ દુર્લભ મનુષ્યજન્મને આપણે સાર્થક કરી શકીએ ખૂબ સુંદર એવા માધ્યમ અને આલંબનો દ્વારા.
મનુષ્ય જ એક એવું પ્રાણી છે જે પોતાના પાપોનું પ્રાયશ્ચિત વિધાનો દ્વારા કરી શકે છે, માટે નડતા ગ્રહોથી ડરવાને બદલે સાચી સમજ કેળવી વિધિવત્ શાસ્ત્રોક્ત ઉપાયો દ્વારા આપણે પોતાની જાતને ઉગારી શકીએ છીએ.
પ્રત્યેક ગ્રહના તેમજ તેમનાથી થતાં નાનાંમોટાં નુકસાનોથી બચવા પરમ કૃપાળુ ગુરુઓ, ઋષિમુનિઓએ ગર્ભિત મંત્રો, તંત્રો, જપ તેમજ નાનાંમોટાં વિધાનો બતાવ્યાં છે. ડર્યા વગર પરમાત્માના શરણમાં જવાથી અને મંત્રો અને નાની નાની વિધિઓ પોતે જ કરવાથી મહદ્અંશે આપણે બચી શકીશું.
જેમ જેમ આ શૃંખલા આગળ વધશે તેમ તેમ વાચકોને ઉપયોગી થઈ પડે એવા નાનામોટા મંત્રો, જપ, તપ અને નાનાં વિધાનો દ્વારા આપણા સર્વનું જીવન આધિ, વ્યાધિથી મુક્ત બની નંદનવન બને, પરમપિતા પરમેશ્વર આપણ સર્વને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એ જ અભ્યર્થના.
આ લેખ પ્રારંભિક પરિચય માટે છે. વિવિધ સમસ્યાઓ પર કેન્દ્રિત અનુભવોની વાતો આવતા અંકથી કરવામાં આવશે. એક અનુસંધાન સધાય પછી આપના પ્રશ્નોના પણ સમાધાન થાય એવો પ્રયાસ રહેશે. અસ્તુ.
~ અનંત પટવા (મુંબઈ)
+91 98202 58978
Your predictions has always been taking to the right path.
Very useful and perfectly said about Grah, Karma and the solution for any problem. Waiting for new post sir.
સંપૂર્ણ અનુમાન , સાચું માર્ગદર્શન , સાચી શિક્ષિત વ્યક્તિ , જીવનનો શ્રેષ્ઠ ભાગ ગ્રાહકને ક્યારેય ગેરમાર્ગે દોરતો નથી અને બિનજરૂરી મોટા ખર્ચાઓ મેળવતો નથી , ગભરાતો નથી .મોટા ભાગના ઇમ્પ વિશ્વાસપાત્ર વ્યક્તિ છે અને તમારા રહસ્યોને નજીક રાખે છે. આધુનિક વિશ્વમાં તે વાજબી ચાર્જ લે છે
He is a very genuine and trustworthy person and is ever ready to help at any time. We have been family friends with him for a very long time and we have seen his predictions come true. We trust him a lot and he has always been our well-wisher. Thank you for always standing by our side.
Welcome initiative! વાંચવાનું જરૂર ગમશે.
His genuine guidance has helped us and a lot of other people. We have been family friends with him and we trust whatever he says. His intuition and prediction is spot-on. He is always ready to help everyone, no matter what time it is.
Superb imitative
All the best👍
Perfect prediction , right guidance , genuine educated person , best part of the life is never misleading the client and getting unnecessary big expenses , not panicking .Most imp is trustworthy person and keeps ur secrets close. In modern world he charges reasonable