ચૂંટેલા શેર ~ રાકેશ હાંસલિયા (રાજકોટ) ~ ગઝલસંગ્રહઃ જે તરફ તું લઈ જશે

માગવા જેવું તું ક્યાં માગે જ છે
આપવા જેવું એ તો આપે જ છે
*
ધૂળ, પગલાં ને પવન છે સાથમાં
એકલો છું માર્ગમાં એવું નથી
*
ઠાઠથી દાખલ થતી કીડી બધી
જાણે દર એની હવેલી હોય છે
*
ક ચકલી સાનમાં સમજી ગઈ
હોઠ પર મેં આંગળી રાખી હતી
*
રા કોર પાલવની સ્પર્શી હતી બસ
હજુ ટેરવાં તો નશામાં જીવ છે
*
કોઈ એકાકી રમે આરંભમાં
એ રમત દુનિયા રમે એવું બને
*
તારા હોઠે જે અજબ મુસ્કાન છે
મારા માટે એ જ તો ભયસ્થાન છે
*
ના ભરાયો લોટનો ડબ્બો કદી
એક ડોશી આજીવન દળતી રહી
*
ચીસ સાંભળતા નથી, એવું નથી
પણ હવે લોકો જ ખળભળતાં નથી
*
માએ બાંધ્યું એક દિ બસ તાર જેવું
ના નજર લાગી પછી, ના ભાર જેવું
*
જનમમાં હાથ લાગે તો ઘણું
ક્યાંક મુકાઈ ગયું છે ટાંકણું
*
લ્હેર માટે જ્યાં ઉઘાડું દ્વાર હું
જાણે ક્યાંથી લૂ પ્રવેશી જાય છે
*
હાથનું પૂછો તો એના એ જ છે
ટેરવામાંથી કસબ ચાલ્યો ગયો
*
જ કારણ એના ટકવાનું હતું
પાન સાથે એ ઘણું ચાવી ગયો
*
ક અમથાં પર્ણના છાંયાની સામે
સૂર્યના હેઠાં પડે હથિયાર સઘળાં
*
રોજ ઝઘડે એકડો, બગડો છતાં
વાંક સઘળો આવતો તગડા ઉપર
*
સાવ ખાલી જેમની મુઠ્ઠી હતી
એ દુવા ખોબો ભરી આપી ગયા

~ રાકેશ હાંસલિયા (રાજકોટ)
~ ગઝલસંગ્રહઃ જે તરફ તું લઈ જશે
~ +91 98248 85416

આપનો પ્રતિભાવ આપો..

One Comment