પન્ના નાયક (જન્મદિન: ૨૮ ડિસેમ્બર ) ~ એક કાવ્ય + જીવન અને સર્જન

ચાલ (કાવ્ય)

પ્રભાતની ઘેરી નિંદરમાં
ઊઘડતી ઉષા જેવો તારો શબ્દ સાંભળ્યો
‘ચાલ’

ને
હું તો ચાલી નીકળી સરતી સરતી
તારા હાથના હલેસામાં શ્રદ્ધા રાખી.
તું લઈ ગયો એવા પ્રદેશમાં
જ્યાં ચમેલી ને પતંગિયું
વિશ્રંભકથા કરતાં’તાં
ને એમની છાની વાતો સાંભળવા
તાજા જ ઊગેલા ઘાસની બિછાત પર
તારાઓની ઠઠ જામી’તી
મેંય હળવેથી ઊંચા થઈ કાન દીધો
ને સઘળી રક્તશિરાઓમાં ફરી વળ્યો તારો જ ગુંજતો સ્વર.
પછી બધું શાંત-
માત્ર ચાર પગલાંનું
ચાલ્યા જ કરવું
અંત વિનાના કોઈ રસ્તે!

પન્ના નાયક
*************

પન્ના નાયક : જીવન અને સર્જન

જન્મ: મુંબઈ, ડિસેમ્બર ૨૮, ૧૯૩૩

માતા: રતનબેન

પિતા: ધીરજલાલ છગનલાલ મોદી

લગ્ન: નિકુલ નાયક સાથે, ૧૯૬૦ (નિકુલ નાયકનું અવસાન ૨૦૦૪)

નટવર ગાંધી સાથે, ૨૦૧૪-

અમેરિકાગમન: ૧૯૬૦

શિક્ષણ

એમ.એ. (સાઉથ એશિયન સ્ટડીઝ) યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનીયા, ફિલાડેલ્ફિયા, ૧૯૭૩

એમ.એ. (લાઈબ્રેરી સાયન્સ) ડ્રેક્ષલ યુનિવર્સિટી, ફિલાડેલ્ફિયા, ૧૯૬૩

એમ.એ. (ગુજરાતી અને સંસ્કૃત) સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ, ૧૯૫૬

બી. એ. (ગુજરાતી અને સંસ્કૃત) સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ, ૧૯૫૪

પારિતોષિક

ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ રાઈટિગ ઍવૉર્ડ ૨૦૧૪

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ (‘રંગઝરૂખે’ કાવ્યસંગ્રહ માટે) ૨૦૦૮

ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિક (અમેરિકામાં વસતા સર્જકને) ૨૦૦૨

ગુજરાત રાજ્ય પ્રથમ પારિતોષિક (‘પ્રવેશ’ કાવ્યસંગ્રહ માટે) ૧૯૭૮

કૃષ્ણલાલ ઝવેરી પારિતોષિક (ગુજરાતીમાં ઊંચા ગુણાંક માટે) ૧૯૫૪

મોહનલાલ સૂચક પારિતોષિક (ગુજરાતીમાં ઊંચા ગુણાંક માટે) ૧૯૫૨

વ્યવસાય

ગુજરાતી ભાષાના પ્રોફેસર, યુનિવર્સિટી ઑફ પેન્સિલવૅનિયા, ફિલાડેલ્ફિયા, ૧૯૮૫-૨૦૦૨

લાઈબ્રેરીયન, વેન પેલ્ટ લાઇબ્રેરી, યુનિવર્સિટી ઑફ પેન્સિલવૅનિયા, ફિલાડેલ્ફિયા, ૧૯૬૪-૨૦૦૩

કવિતા

વિદેશિની અને દ્વિદેશિની: સમગ્ર કવિતા 2v. (મુંબઈ, ઇમેજ પબ્લિકેશન્સ, ૨૦૧૭)

બહિષ્કાર: પન્ના નાયકની ચૂંટલી કવિતાનો મરાઠી અનુવાદ. અનુવાદકાર: દિલીપ વિ. ચિત્રે. મુંબઈ, પોપ્યુલર પ્રકાશન, ૨૦૧૪

અંતિમે (મુંબઈ, ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., ૨૦૧૪)

ગુલમહોરથી ડેફોડિલ્સ (મુંબઈ, ઇમેજ પબ્લિકશન્સ પ્રા. લિ., ૨૦૧૨)

અત્તર અક્ષર, હાઈકુ સંગ્રહ (મુંબઈ, ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., ૨૦૧૧)

વિદેશિની: પન્ના નાયકનાં સ્વરબદ્ધ ગીતોની ઓડિયો સીડી (મુંબઈ, ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., ૨૦૦૯)

ચેરી બ્લોસમ્સ (મુંબઈ, ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., ૨૦૦૪)

રંગઝરૂખે (મુંબઈ, ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., ૨૦૦૪)

વિદેશિની: સમગ્ર કવિતા (મુંબઈ, ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., ૨૦૦૦)

આવજાવન (મુંબઈ, એસ.એ.ડી.ટી. યુનિવર્સિટી, ૧૯૯૧)

કેટલાંક કાવ્યો: સંપાદક: સુરેશ દલાલ, પ્રસ્તાવના: સુરેશ દલાલ (ગાંધીનગર, ગુજરાતી સાહિત્ય અકાદમી, ૧૯૯૦)

અરસપરસ (મુંબઈ, એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી, ૧૯૮૯)

નિસ્બત (મુંબઈ, મિહિકા પબ્લિકેશન્સ, ૧૯૮૪) “આ છે પન્નાબહેન! પ્રસ્તાવના: શ્રી વિષ્ણુકુમાર ર. ત્રિવેદી

કાવ્યકોડિયાં: પન્ના નાયકનાં ચૂંટલાં કાવ્યો, સંપાદક: સુરેશ દલાલ (ભાવનગર, લોકમિલાપ ટ્રસ્ટ, ૧૯૮૧)

ફિલાડેલ્ફિયા (મુંબઈ, એન. એમ. ત્રિપાઠી પ્રાઇવેટ લિમિટેડ, ૧૯૮૦)

પ્રવેશ (અમદાવાદ, વોરા એન્ડ કપની, ૧૯૭૫) ‘પ્રવેશની કવિતા’: પ્રસ્તાવના, નલિન રાવળ; afterword: P. Sreenivasa Rao.

ડાયસ્પોરા અને પન્ના નાયકની કવિતા સંપાદક: નૂતન જાની. મુંબઈ, શ્રી ના. દા. ઠા. મહિલા વિદ્યાપીઠ, ૨૦૦૭.

आधी आधी ज़िदगी अनुवाद: पन्ना त्रिवेदी २०२२

વાર્તા

પન્ના નાયકનું ડાયસ્પોરા સાહિત્યવિશ્વ સંપાદક: બળવંત જાની. અમદાવાદ, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૨

પન્ના નાયકનો વાર્તાલોક સંપાદક: મણિલાલ હ. પટેલ (અમદાવાદ, ડિવાઇન પબ્લિકેશન્સ, ૨૦૧૦)

ફ્લેમિન્ગો: (મુંબઈ, ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., ૨૦૦૩)

IN ENGLISH

The Astrologer’s Sparrow, Poems, Washington, DC, New Academia Publishing, 2018).

“Debt” and “Ceiling” in World Literature Today (v.854 no.1, January-February 2011, p. 113)

“Snapshot” in Interior Decoration: poems by 54 women from 10 languages (Women Unlimited, 2010, p.163)

“Ilegal alien” in Living in America: poetry and fiction by South Asian writers (Westview Press, 1995, p.57)

“A poem kicking” in World Literature Today (v.8, no.2, Spring 1994, p. 243)

“Seed” and “Talk” In Their Own Voice: the Penguin anthology of contemporary Indian women poets (1993, p.155-156)

“Billi” and “Shishu” in Women Writing In India: 600 B.C. to present (v.2, 1993, p.379-382) ઋણાનુબંધ — 572

“Us” in Manushi, a journal about women and society (no. 71, July-August 1992, p.13)

“Mother” in Massachusetts Review (Spring 1989, p.701-702)

“Homesickness” in Poetry India (1989, p. 21-22)

“My Body” in Prateechi a literary digest of West Indian Languages, 1987 (1992, p.19)

“Fourteen Poems” in Journal of South Asian Literature (v.21, #1, 1986, p.61-67) (v.17, #2, 1982, p.187-193) (v.104 #1, 1974, p.51-53)

“Still Life”, “Talk, “Time”, and “The living room” in Chandrabhaga (Winter) 1982, #8, p.40-41) *

“The Turning” (વળાંક) in Speech and Silence — literary journeys by Gujarati women translated by Rita Kothari (New Delhi, Zubaan 2006)

“Lady with a dot” (લેડી વિથ અ ડોટ) in Kala Arts Quarterly, Toronto, Canada, 2002

“Political Engagement” (ઊડી ગયો હંસ) in Odyssey — an anthology of short stories written by Indian women writers settled abroad, London, Nehru Center, 1998

“The Outsider — Muslim in Gujarati Literature”: a paper presented at the seminar entitled Violence in Gujarat: 2002-2004, arranged by Association for Asian Studies (Michigan) in March 2004 at San Diego, California.

“Umashankar Joshi: A search for Synthesis” in Journal of South Asian Literature, v.9, #1, Spring 1973, pp. 79-110. The Journal also includes Umashankar Joshi’s selected poems in translation.

“Aspects of Socialist Realist Verse of Sundaram and Umashankar Joshi” in Marxist Influences and South Asian Literature, ed. by Carlo Coppola, Michigan ઋણાનુબંધ — 574 State University, South Asia Series, Occasional Papers, #23, v.1, 1974, pp. 147-157

***
(સૌજન્ય: ekatra.pressbook)

આપનો પ્રતિભાવ આપો..

One Comment