ચૂંટેલા શેર ~ સૈફ પાલનપુરી 

મારું પાત્ર આવ્યું તો જ આવી કંઈક સરખાઈ
મને પણ જિંદગીની વાર્તા ત્યારે જ સમજાઈ
*
ળે છે જ્યાંથી પ્રસંગો ઉછીના લાવું છું
જીવી રહ્યો છું હું એનો જશન મનાવું છું
*
નિર્દયને ત્યાં લીધો છે વિસામો અનેક વાર
ખુદ આંસુએ દીધો છે દિલાસો અનેક વાર
*
જાણે ફાડે કોઈ તારીખનાં બબ્બે પાનાં
એવી રીતે તારા હૈયાથી હું વિસરાઈ ગયો
*
મારી દુર્દશાઓ પણ તમારા રૂપ જેવી છે
હજારો વાત કહી દે છે ને સંબોધન નથી હોતાં
*
વિશ્વાસ હું મૂકું છું બધાં માનવી ઉપર
વર્ષોથી મારો પ્રિય વિષય અંધકાર છે
*
જેના સંપૂર્ણ પ્રસંગો હતા મારા માટે
એ કથાનકનો આ ટૂંકો સાર નથી જીરવાતો
*
હાર કે જીત જેવું કશું ના રહ્યું
જિંદગી એક અમસ્તી શરત થઈ ગઈ
*
સ્તુ સુંદર જુએ બાળક અને રસ્તો ભૂલે
એવી રીતે મેં કર્યો પ્રેમ ને ખોવાઈ ગયો
*
પ જીવનની મને રાહ પર એ રીતે મળ્યા
જાણે પરદેશમાં થઈ જાય પરિચિતનું મિલન
*
ને જોવાયું ઘડીભર પણ કોઈનું રૂપ મારાથી
અને દાવો હતો મારો કે મેં જોયો જમાનો છે
*
મારી ભૂલોને હું પોતે માફ કરતો જાઉં છું
કેટલો સજ્જન છું, મારા ખુદ ઉપર અહેસાન છે
*
બોલાયું મારું નામ અને સર્જાયો એક પ્રસંગ
માથેથી એક દુપટ્ટો અચાનક‌ સરી ગયો
*
મે આવી શકો એ તો વિચાર એક આસ્થાનો છે
તમે આવી ગયા એ તો પ્રસંગ એક વાર્તાનો છે
*
સૈફ કબર પર આ ચોમાસે લીલુ ઘાસ છવાયું
મોડે મોડે પણ તમને થઈ કેવી લીલાલહેર
*
મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું
આ કેવી સિફતથી હું વગોવાઇ રહ્યો છું
*
ક પ્રણાલિકા નભાવું છું લખું છું સૈફ હું
બાકી ગઝલો જેવું જીવન ક્યાં હવે જીવાય છે?!
*
ની, જવાની બાદ કોઈ માવજત નથી
દિલમાં અનેક લાગણીઓ કાયમી હતી
*
ફેદ વાળમાં દિલબર અજબ કરામત છે
નજર જો આપણી મળશે નજર નહીં લાગે
*
માં ચહેરા કદી નથી હોતા
રાત આકાર પર ગુજારું છું
*
જના સુખ પર જરાય તડ ન પડવી જોઈએ
વર્ષો પહેલાંનાં દુઃખો પર આપણે રોતા નથી
*
લાગે છે સર્જક પોતે પણ કંઈ શોધી રહ્યો છે દુનિયામાં
દરરોજ નહીંતર સૂરજને ઠારી ફરી રોશન કોણ કરે
*
કોઈના રૂપની કરશે જો પ્રશંસા કોઈ
હું નહીં હું નિવેદનના સમર્થન માટે
*
ખડતો જીવ તો છે પણ સ્વભાવે બહુ સ્વમાની છે
અમુક ઘરના તો ઉંબરમાંથી ભાગી જાય છે તડકો
*
છેવટનો અંત આવી ગયો સૌ પ્રયાસનો
મારી નજીક એ જ છે મંગળાચરણનો અર્થ?

~ સૈફ પાલનપુરી 

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. “નિર્દયને ત્યાં લીધો છે વિસામો અનેક વાર
    ખુદ આંસુએ દીધો છે દિલાસો અનેક વાર”👌