શમા (લઘુનવલ) ~ મૃગજળમાંથી મોતી શોધતી યુવતીની કથા ~ લે. ગિરિમા ઘારેખાન ~ પ્રારંભ: તા. ૧૦ ડિસેમ્બરથી
શનિવાર તા. ૧૦ ડિસેમ્બરથી ગિરિમા ઘારેખાન લિખિત લઘુનવલ શમા હપ્તાવાર પ્રગટ થશે.
ગિરિમા ઘારેખાન
લેખિકાનો ટૂંક પરિચય
વાર્તાઓ, નવલકથા, લઘુકથા, બાળવાર્તાઓ, વ્યક્તિ ચરિત્રો અને સંશોધન આધારિત ૧૧ પુસ્તકો પ્રકાશિત થયા છે. ચાર પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ અને એકને દ્વિતીય પુરસ્કાર પ્રાપ્ત થયાં છે.
બે પુસ્તકોને પ્રતિષ્ઠિત અંજુ નરશી પુરસ્કાર અને એકને નર્મદ સાહિત્ય સભાનો ડો ફેની રતન માર્શલ ચંદ્રક આપવામાં આવ્યો છે.
મંતવ્ય ટીવી તરફથી સાહિત્યકાર તરીકેનો ૨૦૨૨નો એવોર્ડ મળ્યો છે.
આ ઉપરાંત જુદી જુદી વાર્તાઓ માટે બીજા પંદર જેટલા મોટા પરિતોષિકો મળ્યા છે. વાર્તાઓ જુદા જુદા સામયિકોમાં નિયમિત પ્રકાશિત થાય છે. વાર્તાઓના હિન્દી, મરાઠી, ઑડિયા ભાષામાં અનુવાદ કરવામાં આવ્યા છે.
***
સ્વાગત… સ્વાગત..ગિરિમાબેન…