“રાતભર..!” (ગઝલ) ~ તાજા કલામને સલામ (૧૧) ~ કાવ્યનો આસ્વાદ ~ કવયિત્રી: ડૉ. ભૂમા વશી ~ આસ્વાદઃ સપના વિજાપુરા

“રાતભર…..!” – ગઝલ

સ્પર્શની ઝંખા રહી’તી રાતભર,
શગ સમી જાણે બળી’તી રાતભર

વૃંદમાં મહેકી બધી મધુમાલતી,
એકલી તલસી રહી’તી રાતભર.

મેશની વહેતી રહી કાળાશ ને,
પાંપણો જીદે ચઢી’તી રાતભર.

આમ તો પડખે હતાં વહાલાં સજન,
ને પ્રતીક્ષા મેં કરી’તી રાતભર.

વેલ થઈને હું જ વીંટળાવા ગઈ,
લાગણી વહેરાઈ ગઈ’તી રાતભર.

ને હવે વરસે છે અનરાધાર થઈ,
જામથી મદિરા ઢળી’તી રાતભર.

~ ડૉ. ભૂમા વશી
~ આસ્વાદ : સપના વિજાપુરા

મુંબઈનિવાસી કવિયત્રી, વ્યવસાયે ઓર્થોડેન્ટિસ્ટ ડૉકટર ભૂમા વશીની ક્લિનિક અંધેરીમાં છે. બાળપણથી એમને લખવાનો શોખ છે. એમની કવિતાઓ જન્મભૂમિ, મુંબઈ સમાચાર, આપણું આંગણું અને ગઝલ ગરિમામાં પ્રકાશિત થઇ છે.

Dr. Bhooma Nikhil Vashi - YouTube

એમણે મહારાષ્ટ્ર સ્ટેટ ગુજરાતી સાહિત્ય એકેડેમી, સાહિત્ય સરિતા, સાહિત્ય સંસદ, અને જુહી મેળા જેવા સશક્ત મંચ પર કાવ્યપઠન કરેલું છે. એમને સંગીતનો શોખ છે. પ્રણયરસથી ભરપૂર એમની આ ગઝલ મને ગમી ગઈ!

સ્પર્શની ઝંખા રહી’તી રાતભર,
શગ સમી જાણે બળી’તી રાતભર

395 Husband Wife Gentle Touch Photos - Free & Royalty-Free Stock Photos from Dreamstime

સરળ ભાષામાં લખાયેલી આ ચોટદાર ગઝલ છે. અંગ અંગ જ્યારે સ્પર્શની ઝંખના કરે છે, કોઈ નજીક હોવા છતાં જોજન દૂર હોય, હૃદયમાં લાગણીઓ તરસતી રહે કે કોઈ તમને બાહુપાશમાં લઇ લે; ત્યારે જો મનગમતો સ્પર્શ ના મળે તો દીવાની વાટની જેમ આખી રાત બળતી રહે! નીંદર કોસો દૂર ચાલી જાય અને શરીરની આગ તમને સૂવા ના દે! આખી રાત તરસમાં વિતાવવી પડે! સ્ત્રીસહજ શરમ નડી જાય અને સ્પર્શની ઝંખના રાતભર સૂવા ના દે! ત્યારે રાત આખી શી રીતે પસાર થાય?

વૃંદમાં મહેકી બધી મધુમાલતી,
એકલી તલસી રહી’તી રાતભર.

I feel lonely being a single woman. What should I do? | The Times of India

જ્યારે આપણું મન એકલવાયું હોય ત્યારે આપણે કોઈ પણ વસ્તુ કે માનવીને વૃંદમાં જોઈએ અથવા જોડામાં જોઈએ તો આપણને આપણી એકલતા વધારે સાલે છે. કવયિત્રી મધુમાલતીના સફેદ ફૂલોને ઝૂમખામાં મ્હેકતાં જોઈને હૃદયમાં તલસાટ અનુભવે છે. “તેરે બારે મેં જબ સોચા નહિ થા, મૈં તન્હા થા મગર ઇતના નહીં થા!”

પ્રેમપ્યાસી માટે રોમાંચક દરેક વસ્તુ જેમકે મધુમાલતીના ફૂલો કે પ્રેમ નીતરતી ચાંદની કે શીતલ ઝરણાં કે ફૂલો પર ડોલતાં ભ્રમર તલસાવા માટે પૂરતાં છે.

મેશની વહેતી રહી કાળાશ ને,
પાંપણો જીદે ચઢી ‘તી રાતભર.

કાજળકાળી અણિયાળી આંખો રાતભર રડતી રહી. એક સ્પર્શની ઝંખના!સ્પર્શ માટે તરસતી એ નારી જ્યારે સ્પર્શવિહોણી રહી જાય ત્યારે પડખું બદલીને ચૂપચાપ આંસુ લૂછતી રહે.

Beauty girl cry Stock Photo by ©chepko 23624987

મેશથી આંજેલી આંખોથી આંસુની સરવાણી ફૂટે છે. અને આંખની મેશની કાળાશ ગાલ પરથી ઓશિકામાં સરી જાય છે. પાંપણો પણ જીદે ચડી ને સૂવાનું નામ નથી લેતી. હૃદયની પ્યાસ આંસુ બનીને વહ્યાં કરે છે.

આમ તો પડખે હતાં વહાલાં સજન,
ને પ્રતીક્ષા મેં કરી ‘તી રાતભર.

Resentment in Marriage — Why Husbands Resent Wives

બાજુમાં વહાલા સજન સૂતા હોય અને પ્રેમની પિપાસા હૃદયમાં હોય! બાહુપાશમાં વીંટળાવવા મન અધીરું હોય ત્યારે સજન પડખું બદલીને સૂઈ જાય તો મન કેટલું વ્યાકુળ થઇ જાય! આખી રાત પ્રતીક્ષામાં વીતી જાય કે હમણાં સજન એને આલિંગનમાં લઇ લેશે! પણ રાત વીતતી જાય અને પ્રતીક્ષાનો અંત ના આવે!

વેલ થઈને હું જ વીંટળાવા ગઈ,
લાગણી વહેરાઈ ગઈ ‘તી રાતભર.

Amazing Paintings - Home | Facebook

અંતે ઈચ્છાઓ સામે હૃદય હારી ગયું અને હું જ સામેથી સજનને વેલની જેમ વીંટળાવા ગઈ. ક્યારેક સ્ત્રી પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે. જ્યારે સ્ત્રી પોતાની લાગણીઓને વહેવા દે ત્યારે પ્રેમની પરાકાષ્ઠા સર્જાય છે. રાતભર લાગણી વહેરાઈ જાય છે. સજન રૂઠેલા હોય કે પ્રેમ માટે સુસ્ત હોય તો લાગણીને વહેતી મૂકી સ્ત્રી પ્રીતમનો સંપૂર્ણ પ્રેમ પામી શકે છે. મક્તામાં કવયિત્રી એમ જ કહે છે…

ને હવે વરસે છે અનરાધાર થઈ..
જામથી મદિરા ઢળી’તી રાતભર.

હવે વરસે છે અનરાધાર થઇ! સજન હવે કવયિત્રીના વીંટળાવાથી અનરાધાર વરસી પડે છે. પ્રેમનો નશો વધતો જાય છે. જામથી મદિરા ઢળતી જાય છે.

Husband And Wife Paintings | Fine Art America

કેવી સરળ ભાષામાં કવયિત્રીએ સ્ત્રી સહજ લાગણી, ઝંખના અને અને પ્રેમનો અતિરેક બતાવ્યો છે. જામથી મદિરા ઢળે એમ એ સજનની બાહોમાં ઢળી પડે છે. પ્રેમનો નશો રાતભર બંને માણતાં રહે છે. ખૂબજ રોમાંચક અને પ્રેમથી ભરપૂર ગઝલ!

***

 

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. મેશની વહેતી રહી કાળાશ ને,
    પાંપણો જીદે ચઢી’તી રાતભર. સરસ રચના. …સરયૂ પરીખ

  2. સુંદર રચના અભિનંદન
    આલેખન બહુજ રસ દાયિત્વ
    આભાર

  3. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

    કવયિત્રીએ સરળ ભાષામાં ગઝલના માધ્યમથી સ્ત્રીના સહજ પ્રેમના અતિરેકમાં ચોટદાર સમજાવ્યું છે. પ્રેમનો નશો રાતભર માણતાં માણતાં રોમાંચ સર્જ્યો છે.