કેજરી રેવડી મેળવી? ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

જીડીપીના રેશિયો સામે દેવાંનો આંકડો જોવામાં આવે તો ભારતમાં સૌથી વધારે દેવાદાર રાજ્ય પંજાબ છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પણ તોસ્તાન દેવાંના બોજ તળે દબાયેલાં છે.

ભવિષ્યમાં જો મફતલાલ મેન્ટલ હૉસ્પિટલ બંધાય તો આખી દુનિયાને મફતનું જ્ઞાન આપનાર અરવિંદ કેજરીવાલ એના માટે પરફેક્ટ ડીન છે. લૂંટો લૂંટો રે સાજના, લૂંટો રે સાજના, મોરે રાજ કા બાલા. ફાલ્ગુની ભટ્ટ મુદ્દાની વાત કરે છે…

કશું જિંદગીમાં મફતમાં ન મળતું
જે હોયે જરૂરી લખતમાં ન મળતું
આ દુનિયામાં એવી છે જાહોજલાલી
અસતમાં જે જડતું તે સતમાં ન મળતું

સતનો જમાનો હવે રહ્યો નથી એવું ઘણા લીડર્સને જોઈને થાય. પચાસેક મુખવટા પહેરેલા કેજરીવાલ હોય કે ખાણ-ખનનમાં ખરડાયેલા ઝારખંડના હેમંત સોરેન હોય, સત્તા માટે બધા મરી પડે. કેજરીવાલ મફતના માતબર મસીહા છે. દિલ્હી અને પંજાબ પછી હવે ગુજરાતમાં તેમણે મફતની લૉલીપૉપ દેખાડવી શરૂ કરી છે.

AAP Chief Kejriwal's Mission Gujarat Takes off, Looks to Land BJP's Main Challenger Space in 2022 Polls

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતની ખમીરવંતી પ્રજાએ આ લાલચ ઠુકરાવીને ખુમારી બતાવવાની છે. અંકુર બૅન્કરની આંખો હિસાબ માંડે છે…

આજ તારા હાથમાં
જે રેવડી છલકાય છે

એ જ તારા માનને
કણકણ કરીને જાય છે

જે કહી ફોગટ તને
મિષ્ટાન્ન આપી જાય છે

આગલી પેઢીના ખાતે
બાકી એ બોલાય છે

આપ પાર્ટી આપણને ભિખારીની માનસિકતા આપવા માગે છે. કોઈ પણ મોટા ઉદ્યોગપતિ કે ઇકૉનૉમિસ્ટને પૂછશો તો તે આવી બેતબાજી સાથે સંમત નહીં થાય. દૂરનું જોઈ શકતી આંખો શૉર્ટ ટર્મ ગેઇનની જાળમાં પડતી નથી. દેવાળિયા થઈ ગયેલા શ્રીલંકાનો દાખલો આપણી સામે જ છે.

Sri Lanka may go bankrupt in 2022? From financial to food crisis Sri Lanka's woes amid Covid - YouTube

ગજા બહારની લોન, પ્રજાને ખુશ કરવા મોટી કરમાફી અને અવાસ્તવિક નિર્ણયોથી શ્રીલંકા વગર પૂંછડીએ સળગી ગયું. તૃપ્તિ ભાટકર ગાજરની પિપૂડીને ઓળખી પાડે છે…

ગજબનું ગણિત આ ભણાવે મફતનું
છૂપો હોય સોદો, ગણાવે મફતનું
ખબર ના પડે એમ લૂંટી લઈને
તણખલું ધરે ને જણાવે મફતનું

કોઈ પણ રાજકર્તા માટે આદર્શો અને અર્થતંત્ર વચ્ચેનું સંતુલન આવશ્યક છે. વરિષ્ઠ અમલદારોએ સરકારને ફ્રી વીજળી જેવાં તિકડમ બંધ કરવાની સલાહ આપી છે. અન્યથા એની અવળી અસર શિક્ષણ અને આરોગ્ય વિભાગના બજેટ પર પડવાની. બૅલૅન્સ કરવા ક્યાંક તો ઘટાડવું પડે. પ્રાથમિક શાળાના ગણિત શિક્ષકને જે જ્ઞાન હોય છે એ જ્ઞાન શું નેતાઓ પાસે નહીં હોય? હોય જ. સવાલ મથરાવટી અને મંથરાવટીનો છે.

View: Freebies at midnight, still a tryst - The Economic Times

સત્તાનું સોનું મેળવવા રાજ્યને પિત્તળ જેવું કરી નાખતાં અચકાય નહીં એવા લોકોને આપણે જ ચૂંટીને મોકલીએ છીએ. કેદાર વશી પ્રસિદ્ધ કહેવતને સાંકળીને વાત વહેતી મૂકે છે…

પ્રજાને જ વહેંચી પ્રજાની કમાણી
પોતાની સખાવત ને પોતે વખાણી
અધ્ધરથી જ કરી સમાજની સેવા
મૂસાભાઈનાં બસ વા ને પાણી

સખાવત કરવા માટે તિજોરીમાં વજન જોવું જોઈએ. કેજરીવાલ ઍન્ડ કંપનીની જ્યાં સત્તા છે એ દિલ્હી અને પંજાબ પાસે વૉરેન બફેટ જેવું સરપ્લસ ફન્ડ નથી કે દાન કરી શકે.

Warren Buffett Has Now Given Record $48 Billion To Charity
વૉરેન બફેટ

આપવું અને લહાણી કરવી એમાં ફરક છે. ઉજાળવું અને ઉજાડવું બંને જુદી બાબતો છે. મફતમાંથી મફતિયા ક્યારે થઈ જવાય એની ખબર ન રહે. ભારતી ગડા અદાલત સુધી પહોંચે છે…

મફતમાં કરી મેં ઇબાદત નથી કંઈ
મફતમાં મળે ક્યાંય જન્નત નથી કંઈ
કદી રાવ ફરિયાદ ક્યાંયે ન કરશો
મફત સાંભળે એ અદાલત નથી કંઈ

અદાલતે ફ્રીબીઝ માટે કેટલાક પાયાના પ્રશ્નો કર્યા છે. ભેદરેખા પાતળી છે. જરૂરતમંદ પ્રજાને સાચવી લેવાય અને દેશને ઘસરકા ન પડે એવો વચલો માર્ગ આવકાર્ય છે. આ માર્ગ ઇકૉનૉમિસ્ટે તૈયાર કરવાનો હોય, રેવડીનો વેપલો કરનારાઓએ નહીં.

ગુજરાતમાં પંજાબ મોડલ: કેજરીવાલે મહિલાઓને રૂ.1000 ભથ્થાનું વચન આપ્યું

સંજય રાવ મતદારની સજ્જતા વ્યક્ત કરે છે…

મફત વીજળી ને શિક્ષણ, ઘર ને પાણી
મફત લોન, રૅશન ને ભથ્થાંની લ્હાણી.
અપાતી છો લાલચ બધી સત્તા માટે
મફતની રમત સમજે છે જનતા શાણી

Yeh Public Hai Jo Sab Jaanti Hai Mp3 Song Download - PagalWorld.com

લાસ્ટ લાઇન
છગન પણ મફતમાં, મગન પણ મફતમાં
ચમન પણ મફતમાં, મકન પણ મફતમાં

દિવાળી કુના તાતની કોણ જાણે?
હથેળી ઉપર છે વચન પણ મફતમાં

લઈ જાવ આ શાકભાજી ઉસેટી
લ્યો ગાજર બટાકો વજન પણ મફતમાં

નગદનાં છે નખરાં હરાજી નથી કૈં!
શિખર પણ મફતમાં, ધવન પણ મફતમાં

વતનની ફિકર ના, અમનની ફિકર ના
હવા સાથ મળશે, ગગન પણ મફતમાં

તમે ફક્ત એકમાત્ર કૂડી લૈ આવો
કરી આપશું લ્યો લગન પણ મફતમાં

તમે તાપણું સહેજ કરજો જગનનું
અમે ફૂંક દઈશું પવન પણ મફતમાં

~ દાજી ચૌહાણ

Fortune India: Business News, Strategy, Finance and Corporate Insight

આપનો પ્રતિભાવ આપો..

7 Comments

 1. આ મફતચંદો સહેજ પણ વિચલિત થયા વિના બીજા શિકારને શોધી લેતા હોય છે અને નવી જગ્યાએ નવી વ્યક્તિઓ સાથે ‘મફતવેડા’ શરૂ કરી દેતા હોય છે. દોસ્તો, મફતમાં ખાઇ-પી જવું, વસ્તુઓ લઇ જવી એને જ મફતિયાવૃત્તિ કહેવાય છે એવું નથી. કાબેલિયત વગર, આવડત વગર, જાણકારી કે જ્ઞાન વગર માત્ર લાગવગ કે ઓળખાણના જોરે ક્યાંક ઘૂસ મારી દેવી, ખોટેખોટા લાભ મેળવી લેવા એ પણ મફતિયાવૃત્તિ જ છે. ક્યાંક મહેનત કર્યા વગર, કોઇ કામ કર્યા વગર કોઇકની સિદ્ધિ, નામના પોતાના નામે કરી દેવી અને પછી ‘આ કામ તો મેં કર્યું છે’ એવું બોલીને ફરવું એ મફતિયા વૃત્તિ જ છે. અને હા, ટિકિટ લીધા વગર મુસાફરી કરી નુકસાન કરનારાની જેમ જ ટિકિટ મેળવી ચૂંટણી જીતી, દેશને અબજોનું નુકસાન કરનારા સૌથી મોટા મફતિયા નથી?

 2. વાહ હિતેનભાઈ ખૂબ સચોટ વાત વ્યક્ત કરી છે.

 3. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

  મુસાભાઈને વાનું પાણી,
  મફતનું સમજી કરે ધૂળધાણી.

  ઉછીનું લઈને ત્રાગડા તાણે,
  ખુરશી પર બેસી મોજ માણે.

  વાત ગજબની કરી ઠસાવે ,
  આમ જનતાને સાણસે ફસાવે.

  દેવાદાર કરી સૌને રડાવે,
  વધ્યું ઘટયું ઘર ભેગું કરાવે.

  દુનિયા આખી દર્પણમાં બતાવે,
  હારે થાકે ત્યારે નાનપણમાં જતાવે.
  – તા. ૦૬/૦૯/૨૦૨૨

  – પરથીભાઈ ચૌધરી,”રાજ”