“જસ્ટ લાઈક ધેટ!” – હું, દરિયો અને એના તસ્વીરી પડઘા – સંજય વૈદ્ય

“હું, દરિયો અને એના તસ્વીરી પડઘા”

“…..દરિયાને હું મળતો નથી;
સીધો ભેટી જ પડું છું –
જ્યારે પણ જોઉં ત્યારે!
દરિયાની સમગ્રતા જાણે
મારા અંગત એકાંતને ભર્યું ભર્યું કરી મૂકે છે!
ને જ્યારે એ ઉછળતા કૂદતા
ફીણ ફીણ થઈને પથરાઈ જતાં મોજાં,
એ કિનારો, એ રેતી, એ શંખ ને છીપલાં છોડીને
પાછો ફરું ત્યારે ધબકારા પર હથેળી મૂકીને
એના વગર સાલતા એકાંતને વળગી પડું છું,
આંખો બંધ કરીને….
દરિયા તરફના મારા પક્ષપાતી પ્રેમના
તસ્વીરી પડઘા શેર કરવાનું મન થયું..
…just like that!”

       –     સંજય વૈદ્ય

(સંજયભાઈનું પદ્યમય ગદ્ય અને ગદ્યમય પદ્યને એમના કેમેરાની એટલે કે એમની ત્રીજી આંખે નાણવું અને માણવું એ અનોખો લ્હાવો છે.  એમના ફોટોગ્રાફ્સ એક અનોખું ભાવવિશ્વ આપણી સમક્ષ ખડું કરી દે છે. ઈશ્વરે એમને ખોબેખોબે કલા અને સાહિત્યની અદભૂત સમજ અને સર્જન શક્તિ આપીને નવાજ્યા છે. એમના જેવા સર્જકનું સર્જન એમણે લીધેલા અદભૂત ફોટોગ્રાફ્સ સાથે “આપણું આંગણું” મૂકતાં હું, અમારી સમસ્ત ટીમ સાથે ગૌરવ અનુભવું છું. “આપણું આંગણું” માં એમનું ભાવભીનું સ્વાગત છે. સંજયભાઈ, આપની કલા અને કલમના દીવાઓથી “આંગણું” આજે તો ઝળહળ ઝળહળ..!)

  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. પ્રસન્ન પુલકિત કરનાર છબીઓ