સુગમ સંગીત : Audio Song #5 ~ ગીત: હું તો હમણાં બિડાઈ ગઈ… બિલ્લોરી કાચની બારી ~ કવયિત્રી: પન્ના નાયક ~ સ્વરકાર: નંદિતા ઠાકોર ~ સ્વર: નેહલ રાવલ
મ્યુઝિક આલબમઃ
વાત તારી ને મારી છે
Audio Song # 5
YouTube Link:
Apple Music Link:
https://apple.co/3RvKlYo
Spotify Link:
https://spoti.fi/3z4fICa
Lyrics:
હું તો હમણાં બિડાઈ ગઈ રંગરંગ બોલતી,
બિલ્લોરી કાચની બારી
આવન ને જાવનમાં અઢળક છે લોક
પણ ક્યાંયે ના બાંકેબિહારી
ધુમ્મસના કિનખાબી પડદાઓ
કોણે અહીં ઢાળી દીધા?
બારીમાં બોલતા ટહુકાને
કોણે પછી બાળી દીધા?
હું તો મનમાં ને મનમાં મુરઝાઈ ગઈ
ક્યારની શમણાંની વેલને શણગારી
ભલે ઊગ્યોને ચાંદ પણ આ રાત
જોને અહીં ઝૂર્યા કરે
ભયના ભણકારાઓ અંગ ને
અંતરમાં સ્ફૂર્યા કરે
મીરાં થઈ મન મારું ખૂલે
ને પૂછે છે ગોપીનેઃ ક્યાં છે ગિરિધારી?
~ કવયિત્રી: પન્ના નાયક
~ સ્વરકાર: નંદિતા ઠાકોર
~ સ્વર: નેહલ રાવલ
~ સંગીત સંકલનઃ અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ નિર્માણ-પ્રસ્તુતિ:
આપણું આંગણું બ્લોગ
~ બ્લોગ સંપર્ક: +91 88500 74946
(‘વાત તારી ને મારી છે’ મ્યુઝિક આલબમમાંથી પ્રસ્તુતિ-૫.)
નોંધ: દર અઠવાડિયે સોમવારે ઓડિયો આલબમમાંથી એક નવું સ્વરાંકન બ્લોગમાં મુકાય છે. આ રીતે સુગમ સંગીતના કુલ ૯ ગીત-ગઝલની પ્રસ્તુતિ અહીં થશે.)
Billori kanch Maan Banke Bihari would look Too Fat…!!
Khub Saras composition