સુગમ સંગીત : Audio Song #4 ~ ગઝલ: વાંસળી પડઘાય આખા ગામમાં ~ કવિ: આદિલ મન્સૂરી ~ સ્વરકાર અને સ્વર: વિજય ભટ્ટ

મ્યુઝિક આલબમઃ
વાત તારી ને મારી છે
Audio Song # 4

YouTube Link:

Apple Music Link:
https://apple.co/3OYuWy2

Spotify Link:
https://spoti.fi/3nNPSMe

Lyrics:
વાંસળી પડઘાય આખા ગામમાં
કૃષ્ણ એવું શું છે તારા નામમાં

રોમરોમે મોરપીંછું ફરફરે
કેવો જાદુ છે આ તારા નામમાં

ભગ્ન દિલમાં એમ તારી યાદ આ
જાણે ગોરસ કોઈ કાચા ઠામમાં

આંખ મીંચું તોય તું દેખાય છે
જીવ ક્યાંથી લાગે કોઈ કામમાં

વીજળી ઝબકી ને વાંદળમાં શમી
જાણે રાધા ઓગળી ગઈ શ્યામમાં

~ કવિ: આદિલ મન્સૂરી
~ સ્વરકાર અને સ્વર: વિજય ભટ્ટ
~ સંગીત સંકલનઃ અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ નિર્માણ-પ્રસ્તુતિ:
આપણું આંગણું બ્લોગ
~ બ્લોગ સંપર્ક: +91 88500 74946

(‘વાત તારી ને મારી છે’ મ્યુઝિક આલબમમાંથી પ્રસ્તુતિ-૪.)
નોંધ: દર અઠવાડિયે સોમવારે ઓડિયો આલબમમાંથી એક નવું સ્વરાંકન બ્લોગમાં મુકાય છે. આ રીતે સુગમ સંગીતના કુલ ૯ ગીત-ગઝલની પ્રસ્તુતિ અહીં થશે.)

આપનો પ્રતિભાવ આપો..

One Comment